કવિયર લોકો લિંગ ઓળખ, લિંગ અભિવ્યક્તિ, જાતિયતા અને લૈંગિક અભિગમના સ્પેક્ટ્રમના સંદર્ભમાં પોતાની ઓળખ આપે છે. તેઓને ઘણીવાર LGBTQIA+ સમુદાય તરીકે જૂથબદ્ધ કરવામાં આવે છે અને તેમાં લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર, ક્વેશ્ચનિંગ/ક્વીઅર, ઇન્ટરસેક્સ, અસેક્સ્યુઅલ અને બીજા ઘણાનો સમાવેશ થાય છે. સામાજિક અને કાયદાકીય ક્ષેત્રે સંપૂર્ણ સ્વીકૃતિ માટેની તેમની યાત્રા સંઘર્ષપૂર્ણ રહી છે. આ સંગ્રહની વાર્તાઓ કવિયર સમુદાયના પોતાના મૂળભૂત અધિકારો સુધી પહોંચના સંઘર્ષને અભિવ્યક્ત કરે છે. અહીં વ્યક્તિગત અને વ્યાવસાયિક બંને જગ્યાઓમાં, સામાજિક સ્વીકૃતિ, ન્યાય, ઓળખ અને સ્થિર ભવિષ્ય માટે સતત ઝઝૂમતા ભારતભરની કવિયર લોકોની વાર્તાઓ છે, એમના એ અવાજોનો ઉત્સવ છે જેઓ એકલા તેમજ એકજૂથ થઈને પોતાના અસ્તિત્વના સંઘર્ષનો સામનો કરે છે