જંગલી પ્રાણીઓ જંગલ નજીકની જમીન પર કામ કરતા લોકો પર હુમલો કરી રહ્યાં છે, જેનાથી લોકોને ગંભીર ઇજાઓ અને જાનહાનિ પણ થાય છે. ભાવની અસ્થિરતા અને આબોહવાના પરિવર્તનોએ અહીંના ખેડૂતોના જીવનના અસ્તિત્વને પહેલેથી જ જોખમમાં મૂક્યું છે તે પછી આ આવે છે. તાડોબા અંધારી વાઘ અભ્યારણ્ય (ટી.એ.ટી.આર.)ની આસપાસ માનવ-પ્રાણી સંઘર્ષનું લોહિયાળ પરિણામ પ્રોજેક્ટ ટાઇગરની વધતી જતી સફળતા સાથે સીધું જોડાણ ધરાવે છે