25 માર્ચ, 2020ના રોજ લાદવામાં આવેલ પ્રથમ કોવિડ−19 લોકડાઉન, લાખો સામાન્ય ભારતીયો માટે તકલીફનું કારણ બન્યું હતું.
“અમારી પાસે જે મુઠ્ઠીભર હતું તે પણ જતું રહ્યું.” જમ્મુમાં બાંધકામ મજૂર તરીકે કામ કરતા મોહન લાલ અને તેમનાં પત્ની નર્મદાબાઈએ લોકડાઉનની શરૂઆતમાં તેમની બચત ઘટીને 2,000 રૂપિયા થતી જોઈ. રાશન અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા માટે તેમણે તેમના કોન્ટ્રાક્ટર પાસેથી ઉછીના પૈસા લેવા પડ્યા હતા.
ભારતના ગ્રામીણ અને કૃષિ ક્ષેત્રની હાલતનો અહેવાલ 2020માં નોંધવામાં આવ્યું હતું કે, એકંદરે, 2020માં એપ્રિલ અને મે મહિનામાં ભારતમાં બેરોજગારીનો દર વધીને 23 ટકા સુધી પહોંચી ગયો હતો − જે ફેબ્રુઆરી 2020ના દર કરતાં ત્રણ ગણા (7.3 ટકા) કરતાં વધુ હતો. મહામારી પહેલાં (2018−19), તે લગભગ 8.8 ટકા હતો.








