૧૧ ડિસેમ્બરે ટીકરી ખાતેના વિરોધ પ્રદર્શન સ્થળે, ખેડૂતોએ તંબુઓ સમેટી લીધા, સામાન બાંધી દીધો, અને પોતાના ગામ ભણી નીકળી પડ્યા. એક બાજુ તેમને આનંદ અને વિજયની લાગણી હતી, તો બીજી બાજુ તેમના ‘આ ઘર’ છોડીને જવાનું હોવાથી થોડું દુઃખ પણ હતું. અને તેઓ સંઘર્ષ ચાલુ રાખવા માટે કટિબદ્ધ હતા