સાંજના છ થયા  છે.ગાયોનો ઘરે આવવા નો સમય છે. પરંતુ  મસાઇવાડી માં, ગાયો છ મહિના સુધી પરત નહીં ફરે.ના ગાયો  ના ઘંટડી , ના ભાંભરડા , ના દૂધ ભેગું કરતા વાહનોની ધાંધલધમાલ, ના ગાયોના લીલા છાણની વાસ. મહારાષ્ટ્રના સતારા જિલ્લાના માણ બ્લોકનું લગભગ ૩૧૫ ઘરોવાળું આ ગામ શાંત થઇ ગયું છે. ગામના અડધા લોકો અને લગભગ બધા પશુઓ પાંચ કિલોમીટર દૂર, મ્હસવડ શહેરની નજીક, સતારા થી ૧૦૦ કિલોમીટર દૂર, એક ચારા શિબિરમાં ગયેલા છે.

૪૦ વર્ષના સંગીતા વીરકર,  પોતાની બે ભેંસો અને બે જર્સી ગાયો તેમજ પોતાના ઘરડા અને નિર્બળ પિતાની એક ગાય અને એક વાછરડા સાથે  જાન્યુઆરી થી ત્યાં રહી રહ્યા છ  . તેમના ૪૪ વર્ષના પતિ નંદુ,  ,તેમની ૧૫ વર્ષની  ૧૦ મ ધોરણની પરીક્ષા આપી રહેલી દીકરી કોમલ,અને ૭ માં ધોરણમાં ભણતા દીકરા વિશાલ  સાથે ગામમાં રોકાયા છે. તેમની મોટી દીકરના લગ્ન થઇ ગયાં  છે . પરિવારની ત્રણ બકરીઓ,એક બિલાડી,અને એક કૂતરો પણ ઘરે છે.

“બાળકો ઘરે છે અને પશુઓ શિબિરમાં છે.  મારે બંનેની (એકસરખી ) દેખભાળ કરવાની છે,” ધાનગર સમુદાયની ભ્રમણશીલ જાતિના સંગીતા કહે છે. “આ વર્ષે એકવાર પણ વરસાદ થયો નથી. અમારી પાસે ૧૨ એકર જમીન છે જેના ઉપર મારા પતિ અને તેમનબે ભાઈ સાથે મળીને ખેતી કરે છે. અમે ૨૦-૨૫ ક્વિન્ટલ જુવાર બાજરી (ખરીફ ઋતુ માં) મેળવીએ છીએ. પરંતુ આ વર્ષે, અમને કઈ નથી મળ્યું. પૂરો પાક નાશ પામ્યો. વરસાદ ના હોય એટલે ચારો ય ક્યાંથી હોય રવિ પાક લગભગ શૂન્ય છે. કઈ રીતે અમે અમારા પશુઓને ખવડાવીએ ?” તે વ્હાલથી  ગાયને થપથપાવતાંપ્રશ્ન કરે છે.

PHOTO • Binaifer Bharucha

મ્હસવડ શહેર નજીકનીપશુ શિબિર, જેમાં માણદેશ વિસ્તારના 70 ગામો ના લગભગ ૮૦૦૦ પશુઓને આશ્રય આપવામાં આવ્યોછે.

તેમની દરેક જર્સી ગાય ચાર વર્ષ પહેલા ૬૦,૦૦૦ રૂપિયામાં માં ખરીદી હતી. આદરેક પશુને દિવસનો ૨૦ કિલો ચારો અને ૫૦-૬૦ લિટર પાણી  જોઈએ. પરંતુ નવેમ્બર ૨૦૧૮થી, મસાઇવાડી  અઠવાડિયામાં એક પાણીના ટેન્કર પર ટકી રહ્યું છે  રહ્યું છે- જે દરેક વ્યક્તિને ૪૦ લિટર પાણી પૂરું પાડવા માટે પૂરતું છે. મ્હસવડ મ્યુન્સિપલ કાઉન્સિલ દ્વારા વર્ષ દરમિયાન ગામમાં આપવામાં આવતું પાણી લગભગ બંધ થઇ ગયું છે. ગામનો કૂવો સૂકાઈ ગયો છે. પશુઓ માટે પણ પાણી નથી બચ્યું. માર્ચ થી જેમ જેમ તાપમાનનો પારો ચઢશે, તેમ પાણીની જરૂરિયાત પણ વધતી જશે.

“ગામમાં ચારો અને પાણી બિલકુલ ન હતું,” નંદુ કહે છે. “જેથી અમે અમારા એક માત્ર બળદ ને વેચી દીધો. ૧૦૦  સાંઠાની ગઠડી   ખરીદવાં માટે ૨૫૦૦(રૂપિયા)નો ખર્ચ આવે છે, જે એક મહિનો ચાલે છે. શેરડની કિંમત ૫,૦૦૦ છે અનેજે લગભગ બે મહિના ચાલે છે. બીજી એક મુશ્કેલી (પશુઓ માટે) પાણ શોધવાની છે. અત્યારે  અમને શેરડી  મળી રહી છે, પરંતુ માર્ચ પછી અમને કોઈ લીલો ચારો નહીં મળે. અમે ૨૦૦૬માં ૩૦,૦૦૦ રૂપિયામાં બળદ ખરીદયો હતો. અમે તેનો ઉછેર કર્યો, તેની સારી રતે દેખભાળ કરી  .....અને ૧૨વર્ષ પછી તેને ૨૫૦૦૦ માં વહેંચી દીધો. મને નથી લાગતું કે હું ફરી ક્યારેય એક બીજો બળદ ખરીદીશ...” નંદુ તેમના આંસુને રોકવાની કોશિશ કરે છે.

સાંગલીમાં જત, અટપડી અને કવાઠેમહાકાલ તાલુકો અને સોલાપુરમાં સાંગોલ અને માલશિરસ છે. આ ઓછા વરસાદવાળા વિસ્તાર છે, જ્યાં પાણીની ખૂબજ તંગી છે અન સતત દુકાળ પડે છે. જેથી ખેડૂતો અને ખેતર માં મજૂરી કરનારાઓની પશુઓ ઉપર નિર્ભરતા વધી જાય છે. અને જ્યારે બધો પાક દુષ્કાળની પકડમાં આવી જાય, પાણી અને ચારો દુર્લભ થઇ જાય, ત્યારે  આખા ગામને સ્થળાંતર કરવાની ફરજ પડે છે.

Quadriptych
PHOTO • Binaifer Bharucha

શિબિરમાં પશુઓ  ની ગમાણની બાજુમાં બનાવેલા  પોતાના કમજોર તમ્બૂમાં બેઠેલી સંગીતા વીરકર  કહે છે “ યાદી (કાર્ય ની) અનંત છે.”

પશુ શિબિરમાં જીવન વિતાવવું

૩૧ ઓક્ટોબર ૨૦૧૮માં મહારાષ્ટ્ર ના ૨૬ તાલુકાના ૧૫૧ બ્લૉક ને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા, જેમાંથી ૧૧૨ બ્લૉક ભયાનક દુષ્કાળનો સામનો કરવો પડી રહ્યો છે. સતારા નો માણ-દહીવાડી આ યાદી માં શામેલ છે. માણદેશ ના બધા બ્લૉક આ યાદમાં છે. પાણી અને સ્વચ્છતા વિભાગના એક અહેવાલ, પ્રોબેબલ વૉટર સ્કેરસીટી (સભવિત પાણીની તંગી) ૨૦૧૮-૧૯ મુજબ ઓક્ટોબર ૨૦૧૮ના અંત સુધી  માણમાં ૧૯૩ મીમી વરસાદ થયો હતો-જે આ વિસ્તારમાં થનારા સરેરાશ વરસાદ નો ખાલી ૪૮ ટકા છે. પરંતુ આ સરેરાશ છે-કેટલાક ગામમાં તો ૩ મીમી કરતા પણ ઓછો વરસાદ થયો છે. અહેવાલમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બ્લોક ના ૮૧ ગામોમાં ભૂગર્ભ જળ ૧ મીટર અને ૪૮ ગામોમાં ૩ મીટર કરતાં પણ વધારે નીચે ઉતરી ગયું છે.

મ્હસવડની પશુ શિબિરમાં માણ દેશના ૭૦ ગામો ના અંદાજીત ૧૬૦૦ લોકો, ૭૭૬૯ પશુ સાથે રહે છે. આ શિબિર ૧ જાન્યુઆરી ૨૦૧૯ ના રોજ મ્હસવડ માં આવેલ માણદેશ ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવી હતી; જે  અને ધિરાણ તથા એથી વિશેષ મુદ્દાઓ  ઉપર કામ કરે છે, તેમજ  મનન દેશી મહિલા સહકારી બેંક ને સહાય  આપે છે. વર્તમાન સમયમાં  દુષ્કાળનો સામનો કરતા ગામડાઓ માટે આ પાયા પર શરુ થયેલી આ પહેલવહેલીપશુ શિબિર છે.(જુઓ 'Cattle and birds, both need a lot of water' )

અમે સવારે ૬:૩૦ વાગ્યા ની આજુબાજુ ત્યાં પહોંચી એ છીએ, ત્યારે અમને  ગમાણ અને પશુઓ નો એક મહાસાગર જોવા મળે છે. સ્ત્રીઓ ગમાણને સાફ કરી રહી છે, ગાયોનું દૂધ નીકળી રહી છે, ચા બનાવી રહી છે. કેટલાક પરિવારો પોતાના નાનાં બાળકો સાથે અહીંયાં આવ્યા છે, જે હજુ પણ સૂતાં છે.   પુરૂષોના ટોળા  કેમ્પ ફાયર (તાપણું)ની આજુબાજુ બેઠેલાં છે. લાઉડ સ્પીકર ઉપર ભક્તિગીતો વાગી રહ્યા છે.

PHOTO • Binaifer Bharucha
PHOTO • Binaifer Bharucha

ડાબે: સંગીતાના પતિ નંદુ, તેમની પુત્રી કોમલ અને પુત્ર વિશાલ સાથે ગામમાં રોકાયા છે. જમણે: નગુઅન્ના પણ તેમના પિતાની દેખરેખ રાખવા મસાઇવાડીમાં ઘેર છે; તેમની પત્ની વિલાસી શિબિરમાં છે.  “આ તો એવું છે જાણે અમે છૂટા થઇ ગયા ના હોઈએ ” તેઓ એમની આ પરિસ્થિતિ વિષે કહે છે.

“અહીં, અમારો દિવસ પરોઢ થતાં પહેલાં શરૂ થાય છે,” સંગીતા કહે છે, જેમણ બીજા ધોરણમાં ઓરી ના કારણે એક આંખ ગુમાવી દીધી અને તેમને શાળા છોડી દેવી પડી હતી. “અમે અંધારું હોય ત્યારે જ  ઊઠીએ છીએ, ચૂલા ઉપર થોડું પાણી ગરમ કરીએ છીએ, અને  સ્નાન કરીએ છીએ (લાકડાના થાંભલાથી બાંધેલી ફાટેલી સાડીના પાછળ). પછી અમે ગાયનું છાણ ભેગું કરીએ, ગમાણની સફાઈ કરીએ, જાનવરોને પાણી આપીએ, ખાવામાટે ખોળ આપીને દોહવાનું શરૂ કરીએ છીએ. ત્યાર સુધીમાં પરોઢ થઇ જાય છે. એક ટ્રૅક્ટર ગોબર(ખાતર માટે) લઇ જાય છે અને પછી અમે સવારનો નાસ્તો બનાવીએ છીએ. ત્યાર પછી અમે લીલો ચારો લેવા માટે અમારા વારાની રાહ જોઈએ .(શિબિરના) ડેપો માં જઈએ, ચારાનું વજન કરીએ છીએ, (મોટા પશુઓ માટે દરેક પશુ દીઠ ૧૫ કિલો,વાછરડા માટે ૭ કિલો) અને અહીંયાં લાવીએ છીએ. મારે એક સાથે (ઓછામાં ઓછો) ૭૦ કિલો શેરડીના સાંઠા  લાવવા પડે છે. પછી અમે  શેરડીના નાના ટુકડા કરીએ પડે છે. આ જાનવરોને ઓછામાં ઓછું ત્રણ વખત પાણી પીવું પડે છે. કામની યાદી તો ચાલ્યા જ કરે એવી છે ,” એ વાસણ ઘસતા વાત કરે છે. (જુઓ Chimnabai gets to eat finally, with 8,000 others )

શિબિરના આયોજક પશુઓ માટે ચારા, પાણી અને પશુચિકિત્સા સેવાઓ અનલોકો માટે પાયાની જરૂરિયાતો પુરી પાડે છે. ઉદાહરણ તરીકે, શિબિરમાં દરેક “વોર્ડ” માં પાણીના બેરલ મૂકવામાં આવે છે (એક ટેન્કર દર બીજા અથવા ત્રીજા દિવસે પાણી લાવે છે). ત્યાં પીવાના પાણી માટે એક ટાંકી છે. લોકો ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવેલા લાકડાના થાંભલાઓ અન એ પર લીલારંગની જાળી (નેટ) બાંધીને  ઢોરઢાંખર માટે વાડો બનાવે છે. મહિલાઓ વાડીની બાજુમાં, તાડપત્રી (તિરપાલ) અથવા સાડી થી બનેલ કાચી ઝૂંપડીમાં રહે છે.

વિલાસી વિરકરની  ગમાણસંગીતાની ગમાણની બાજુમાં છે. તે પણ ધનગર સમુદાય માંથી છે. વિલાસી ના સાથે તેમન કુટુંબની બે ભેંસો, એક જર્સી ગાય, એક ખિલ્લાર ગાય, અને બે વાછરડા છે. વિલાસીનો જન્મ ૧૯૭૨માં થયો હતો, મહારાષ્ટ્રન સૌથી વધુ દુષ્કાળવાળા વર્ષોમાંનું એક. “દુષ્કાળમાં પેદા થઇ એટલે જીવનમાં દુષ્કાળ ભોગવવી રહી છું.” તે નિરાશાથી  કહે છે. તેમના પતિ નાગું અને ઘરડા સસરા મ્હસઈવાડી માં રોકાઈ ગયા છે. ઘરે સાંભળવા માટે બકરી ઓ છે. વિલાસી ની દીકરી અને મોટા દીકરા પાસે કોલેજની ડિગ્રી છે. અને તે મુંબઈ માં કામ કરે છે. તેમનો નાનો દીકરો પણ બી.કોમ. નો અભ્યાસ કરે છે એટલા માટે વિલાસી ને પશુઓ સાથે શિબિરમાં આવવું પડ્યું.

A woman carries fodder for the cattle
PHOTO • Binaifer Bharucha
A woman milks a cow
PHOTO • Binaifer Bharucha

ડાબે: મ્હસઈવાડીના રંજનાબાઈ વીરકર તેમના પશુઓ માટે  મશીનથી શેરડી કાપી રહ્યા છે. જમણે: લીલાબાઇ વીરકરને લાગે છે કે તેમના પ્રાણીઓ દુકાળમાં બચી જશે.

તેઓ અને શિબિરની અન્ય સ્ત્રીઓ ઘેરથી ચૂલો (કેટલાક તો ફક્ત ત્રણ પથ્થર, અને ઇંધણ માટે લાકડી અથવા શેરડી ના પત્તા) અથવા ગેસ ચૂલો અને કેટલાક વાસણ લઈને આવ્યા છે. અનાજ તથા કરિયાણાની વસ્તુઓ દર બુધવારે મ્હસઈવાડીના સાપ્તાહિક બજારમાંથી તેમના પરિવાર ના સદસ્ય લઈને આવે છે. વિલાસી પોતાના અને ઘરના લોકો માટે જમવા નું બનાવે છે- સામાન્ય રીતે બાજરી, બટાકો મસૂર સાથે બાજરી અને ભાખરી- અને બાંધી ને ગામ પાછા જનાર વ્યક્તિ સાથે ઘરે મોકલે છે. “ઘરે જમવાનું બનાવનાર કોઈ નથી. તેથી તે ટિફિન બોક્સ (ભાથું)માં જમવાનું મોકલે છે. આવનાર ૬ થી ૮ મહિના સુધી આજ રીતે ચાલશે,” તેઓ કહે છે.

વિલાસી, સંગીતા અને બીજી કેટલીય સ્ત્રીઓ સોમવાર થી શુક્રવાર સુધી શિબિરમાં રહે છે. અને અઠવાડિયા (શનિ અને રવિવાર)ના અંતે પોતાના ઘરે જાય છે. જ્યારે તેઓ ઘરે જાય છે ત્યારે તેમના પતિ, મોટા બાળકો અથવા સગાવ્હાલાં ત્યાં આગળ રહે છે. એક જ ગામના અથવા ફળિયાના લોકો એક સાથે અહીંયાં આવ્યા છે, જેથી વારંવાર શિબિર અને ગામમાં આવવા જવા માટે એક બીજાની મદદ કરે છે.

મહિલાઓ અઠવાડિયાના અંતિમ દિવસો ઘરે વિતાવે છે, અને આ દરમિયાન ઘરની સફાઈ, કચરો વાળવો  , કપડાં ધોવા, અનાજ દળવા(પીસવા), જમીન (ફર્શ) ઉપર લીંપણ, અને આ પ્રકારના બીજા કેટલાક કામ કરે છે. પછી તે શિબિરમાં પરત ફરે છે. “ઘરે, અમારે ખેતર માં મજૂરી માટે જવું પડે છે અહીંયાં અમારે તેવું કરવાની જરૂરત નથી, બસ આજ એક માત્ર રાહત છે.” વિલાસી કહે છે.

મ્હસઈવાડીમાં બંધ થયા ભાંભરડા

“આ બ છત નીચે રહેવા જેવું છે, જાણે કે અમે છૂટાછેડા લીધા ના હોય ” તેમના પતિ નાગુઅન્નાએ કહ્યું , જ્યારે અમે તેમને મ્હસઈવાડીમાં મળ્યા. વિલાસી જ્યારે શિબિરમાં હોવાથી , તેમને ઘરના કેટલાક કામ કરવા પડે છે, ટેન્કર આવે ત્યારે પાણી લાવવું, કરિયાણાનો સામાન ખરીદવાં મ્હસઈવડ જવું પડે, અને પોતાના પિતાની દેખભાળ પણ કરવી પડે છે. “એકવાર પણ સારો વરસાદ થયો નથી. સામાન્ય રીતે ફાગણ (ચાંદ કૅલેન્ડર પ્રમાણે છેલ્લો મહિનો, સામાન્ય રીતે માર્ચ) સુધી અમારી પાસે પૂરતા પ્રમાણમાં પાણી હોય છે. પરંતુ આ વખતે દિવાળીથી જ પાણી ઉપલબ્ધ ન હતું. ફક્ત એકવાર સાધારણ(ઓછો) વરસાદ થયો.”

Two women sitting under a makeshift tent
PHOTO • Binaifer Bharucha

સંગીતા વીરકર અને વિલાસી વીરકર ના પરિવારો પાસે ૧૦-૧૨ એકર જમીન છે, પરંતુ તે કહે છે  “અમારી ફસલ જ ના થઇ , એટલે કોઈ અનાજ નથી”

“અમારી ફસલ જ ના થઇ , એટલે કોઈ અનાજ નથી,” વિલાસ કહે છે. પરિવાર પાસે ૧૦-૧૨ એકર જમીન છે, જેના પર બંને ભાઈ સંયુક્ત રીતે ખેતી કરે છે."ખેતરમાં દૈનિક મજૂરીનું કોઈ કામ નથી (સ્ત્રીઓ ને રૂ. ૧૫૦, અને પુરુષો રૂપિયા૨૫૦ મળે છે). સરકાર કોઈ કામ શરૂ કરી રહી નથી. અમને કહો, અમે જીવિત કઈ રીતે રહીએ?”

સંગીતાના ઘરે, તેમના પતિ નંદુ કહે છે, “હું એક ઈંટના ભઠ્ઠીમાં ૨૫૦ રૂપિયાના દૈનિક વેતન પર કામ કરું છું - પરંતુ આ કામ એક અઠવાડિયા કરતાં વધારે નથી. તે પછી, મને ખબર નથી કે કામ ક્યાંથી મળશે. ખેતર માં કામ બિલકુલ નથી. અમે અમારી ફસલ  ગુમાવી દીધી છે.  બૅન્કના ઘણા ચક્કર લગાવવા છતાં પણ, મને કોઈ પાકનો વીમો મળ્યો નથી. અમને ૨૦ રૂપિયા પ્રતિ લિટર દૂધ વહેંચી ને કેટલાક પૈસા મળી જાય છે. પશુઓને સારી રીતે ચારો આપવાથી, અમને પ્રતિ દિવસ ૪ થી ૫ લિટર દૂધમળે છે. પણ અત્યારે અમારી પાસે કોઈ દુઝણું પશુ નથી. મારા સસરાએ તેમની ગાય મોકલી છે એટલે અમને અત્યારે ૨-૩ લિટર દૂધ મળે છે”

તેઓ કહે છે કે પરિવારે  બે વર્ષ પહેલા કેટલુંક અનાજ ભેગું કર્યું હતું. “તે હવે પૂરું થઇ ગયું છે. જ્યારે કોઈ ખેડૂત જુવાર વેચવા માંગે છે તો તેને ૧૨૦૦ (રૂપિયા) પ્રતિ ક્વિન્ટલ મળે છે અને જ્યારે અમારે તેને બજારમાં ખરીદવા જઈએ  ત્યારે અમારે તેની કિંમત ૨૫૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ચૂકવવી  પડે છે. મને કહો, અમે કેવી રીતે પૂરું કરીએ?  અમારી પાસે નારંગી રંગનું (એ પી એલ અથવા “ગરીબી રેખાને ની ઉપર”) રૅશન કાર્ડ છે, જેથી ત્રણ લિટર કેરોસીન સિવાય, અમને  કંઈ નથી મળતું, કોઈ અનાજ નથી, કોઈ ખાંડ નથી,”

મ્હસઈવાડી અને અન્ય ગામોમાં, મનરેગાનું કામ હજુ શરુ થયું નથી, ચારા શિબિરહાલ રાજ્ય સહાયિત એનજીઓ અથવા અન્ય સમૂહ અને વ્યક્તિઓ દ્વારા સંચાલિત   છે. ૯ જાન્યુઆરી ૨૦૧૯ ના એક સરકારી દરખાસ્ત(જીઆર) દ્વારાઔરંગાબાદ, બીડ, જાલના, ઉસ્માનાબાદ અને પરભણીમાં (દુષ્કાળ પ્રભાવિત મરાઠવાડા  વિસ્તારમાં) પાંચ ગૌશાળાને પશુ શિબિર માટે રકમની મંજૂરી આપી દીધી. આમાંથી દરેકમાં ૫૦૦ થી વધુમાં વધુ ૩૦૦૦ પશુ રાખી શકાય છે.

Two week cook at the camp
PHOTO • Binaifer Bharucha
Men transport milk and fodder
PHOTO • Binaifer Bharucha

ડાબે: સંગીતા શિબિરના અને ઘરના  ઘણાં કામ સંભાળે છે . (તેમની સાથે લીલાબાઇ વીરકરછે). જમણે: શિબિર માંથી છાણ અને દૂધ બહાર લઈ જતા ટ્રક અને ટેમ્પો .

સાંગલી, સતારા અને સોલાપુર જિલ્લાઓ આ જીઆર(GR) માં નથી. પરંતુ ૨૫ જાન્યુઆરી ના એક બીજા જીઆરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ચારા શિબિર નું આયોજન બધા ૧૫૧ દુષ્કાળ પ્રભાવિત બ્લૉકમાં અને દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો કરી રહેલા ૨૬૮ મહેસૂલી (રેવન્યુ) વિસ્તારમાં કરી શકાય છે. એકપુખ્ત પશુ માટે ૭૦ રૂપિયા અને વાછરડા માટે ૩૫ રૂપિયા સબસિડી આપવામાં આવશે. દર ત્રીજા દિવસે ૧૫ કિલો લીલો ચારો અને ૬ કિલો સૂકો ચારો પૂરો પાડવામાં આવશે. પરંતુ પ્રત્યેક પરિવાર માંથી માત્ર પાંચ જ પશુઓને શિબિરમાં પ્રવેશ મળી શકશે. બીજા પશુઓ સાથે શું કરવામાં આવશે તેના વિષે કોઈ દિશાનિર્દેશ નથી. અને હજુ  સુધી એક પણ શિબિર ની શરૂઆત કરવામાં આવી નથી. ફક્ત દરખાસ્ત ઉપર વિચાર થઇ રહ્યો છે. ડોક્ટર આંબેડકર શેતી, વિકાસ તથા શોધ સંસ્થા, સંગોલાના લલિત બાબર આ પ્રમાણે કહે છે.

“માણ દેશી ફાઉન્ડેશનના સચિન મેનકુદલે કહે છે કે, "સરકાર ક્યારે ચારા શિબિર શરૂ કરશે તે હું જાણતો નથી." તેના મુખ્ય સહ-સંકલનકારો પૈકીના એક રવિન્દ્ર વિરકર કહે છે કે, ફાઉન્ડેશન ની શિબિર આગામી 6-8 મહિના માટે કાર્ય કરશે.

આ મહિનાઓ દરમિયાન મ્હસઈવાડીના એક ૬૦ વર્ષના વિધવા લીલાબાઇ વીરકર પોતાનાપશુઓને જીવંત રાખવાની આશા રાખે છે. “જેવી દુષ્કાળની શરૂઆત થાય છે પશુવેપારી ચક્કર લગાવવાનું શરુ કરી દે છે અને રાહ જુએ છે કે અમે અમારા પશુઓ  તેમને વચએ” તે કહે છે. “જેમની કિંમત ૬૦-૭૦૦૦૦ હય છે તે ૫-૬૦૦૦ જેટલી મામૂલી કિંમતે વેચવા લાગે છે. અમે અમારા પશુઓને ખાટકી(કસાઈ) ને ક્યારે પણ નથી વેચતા. પરંતુ જો સરકાર ચારા શિબિર નહીં ખોલે તો અડધા પશુઓ કત્લખાને જતા રહેશે.”

અનુવાદ: મહેદી હુસૈન

Medha Kale

Medha Kale is based in Pune and has worked in the field of women and health. She is the Marathi Translations Editor at the People’s Archive of Rural India.

Other stories by Medha Kale
Photographs : Binaifer Bharucha

Binaifer Bharucha is a freelance photographer based in Mumbai, and Photo Editor at the People's Archive of Rural India.

Other stories by Binaifer Bharucha
Editor : Sharmila Joshi

Sharmila Joshi is former Executive Editor, People's Archive of Rural India, and a writer and occasional teacher.

Other stories by Sharmila Joshi
Translator : Mehdi Husain

Mehdi Husain is an Ahmedabad based article writer and translator, who works across Gujarati, Urdu and English languages. He is the editor of Prasann Prabhat online Guajarati magazine. He also works at Meher Library and Jafari Seminary as a proof reader.

Other stories by Mehdi Husain