તે જોર જોરથી ટાંકા ભરતી હતી, જાણે હવામાં ઊંચે ઉઠતા એના ક્રોધાવેશને ચાદર પરના કાંથાના ટાંકાથી બંધાતી ના હોય. આ ટાંકા એને નાનીએ શીખવાડેલા. બાળપણમાં એણે જોયેલો એ કરચલીવાળી આંગળીઓનો જાદુ, જે જોતજોતામાં  જૂના ધોતીના નાના ટુકડા, સુતરાઉ સાડીઓના ચીંથરા, વપરાઈને ઘસાઈ ગયેલી કમીઝના ટુકડાને એક અદભૂત, બારીક ભરતકામવાળી રજાઈમાં ફેરવી નાખતો. નાનીએ પોતાના હાથે તૈયાર કરેલી એક એવી જ રજાઈ એ લગ્ન પછી દહેજમાં સાથે લઈને આવેલી. એક અજબની હૂંફ હતી એમાં. એ જ રજાઈને થોડી વધારે પાસે, વધારે કસીને પકડીને એણે કંઈ કેટલીય ઠંડી રાતોનો સામનો કરેલો. પરંતુ જ્યારે એણે પોતે એક રજાઈ ભરવાનું શરુ કર્યું ત્યારે તો એ ખરેખર નાનીજાનની સાવ નજીક પહોંચી ગઈ હોય એમ અનુભવવા લાગેલી. એને એવું લાગેલું જાણે એ નાનીની ભાષા શીખી ગઈ છે. એ કોઈ કલ્પના, કોઈ ધર્મનિંદા કે બળવો નોહ્તો જે એની સોયને અવનવી દિશાઓમાં ખેંચી જતો હતો. પણ એ સોયની ટોચ પર એ જાણે જીવતી થઇ જતી. એ દોરા સાથે પ્રેમ કરતી, વાતો કરતી. એની ઉભરતી જતી ભાતમાં શ્વાસ ભરતી. એમાં વિખરાયેલા રૂપકોમાં એ વિહરતી. એ સપનાં જોતી ને એ ઝાંખા સફેદ પોત પર ઊડતાં પોપટ, ને એમની ફડફડતી પાંખોનો લાલ, નારંગી, લીલો વૈભવ રંગી રહેતો પાસેની વેલ પરના  ફૂલોને. એનો ગુસ્સો ચમકતો  પાંદડાની પાતળી, તેજ ધાર ઉપર. એનો રોષ ઘૂંટાતો ગીચ ટાંકાથી ભરેલા ફૂલોના કેંદ્રબિન્દુઓને ઘેરાં રંગે. એ મીન, એ અશ્વ, એ ગજરાજ, એ મધમાખી સૌ ચાલી નીકળતાં, મિલાવતા એની ના કહેલી વાર્તાઓના તાલ સાથે તાલ.

સાંભળો કવિ સબિકા અબ્બાસનું  ઉર્દુ પઠન

સાંભળો પ્રતિષ્ઠા પંડ્યા દ્વારા કવિતાના અંગ્રેજી અનુવાદનું પઠન

مادری زبانیں

شاید نہ میری
اور نہ  ہماری ماں کی کوئی زبان تھی
زبان تو مردوں کوملتی ہے
مردانیت کی وراثت میں
جس کو وہ جیسے چاہیں استعمال کر سکتے ہیں،
گالیاں ایجاد کرکے
غصہ کر،
قانون بنا کر،
چلاّ کر
کھوکھلے عشق کے خطوں میں،
دیواریں گود کر،
تاریخیں گڑھ کر

مردوں کی زبانیں ملتی ہیں
دفتی کی لغتوں میں
اس کو چھاپنے کے لیے
مشینوں کا ایجاد ہوا ہے
ماں کی زبانوں میں لکھی
کویتاؤں کےنیچے
خود کا نام گُدا ہے
بڑے بڑے کتاب گھروں میں
ان کی زبانوں کی ہی کتابیں اور میگزینوں کی
لمبی دھول بھری، جالا لگی الماریاں موجود ہیں
پارلیامنٹوں میں، ریلیوں میں
مردوں کی زبانیں ہی
بولی گئی ہیں
سنی گئی ہیں
لکھی گئی ہیں
سمجھی گئی ہیں
اشتہاروں میں چھاپی گئی ہیں

ہماری ماؤں کی زبانوں کی
تصویر و تاثیر الگ
انداز الگ
تاریخ الگ
بھاؤ الگ
باریک الگ

ڈبو کے عشق میں
بھگو کے لوبان کی دھونیوں میں
جہد کے دریا میں نہلا کر
مٹی کے قلم تیار کیے گئے ہیں
پھر چھپا کر انہیں رکھا گیا ہے
ساڑیوں کی پرتوں میں
ٹرنک میں دبا کر
انوکول موقعوں پر نکال کر
خون کی سیاہی سے ہتھیلیوں پر
مٹی کے قلم نے لکھی ہیں
ہماری مادری زبانیں

جب جب قلم بنا نہ سکیں
تو، بند کمروں کے کونوں میں
رانیوں نے، داسیوں نے
پھسپھسائی ہیں ہماری مادری زبانیں

جنہیں کمرے اور محل نہیں ملے
انہوں نے کھیتوں
اور جھونپڑیوں کی کچی زمینوں پر
ہنسیے اور کھرپیوں سے گودی ہیں
ہماری مادری زبانیں

جن کے ہاتھوں میں فن تھا انہوں نے
برقعوں اور ساڑیوں پر  کاڑھی ہیں
آری، زردوزی و مقیش کی
مادری زبانیں

قبروں کی اینٹوں پر گدی
مادری زبانیں
چتاؤں کی راکھ میں بجھی
مادری زبانیں
خوابیدہ پلکوں سےکھلے لال آسمان پر لکھی
مادری زبانیں
آندولنوں کی گلابی پکار
مادری زبانیں
دلوں کی دھڑک، عشق کی جھنکار
مادری زبانیں
تمنا کی طلب گار
مادری زبانیں

مردوں کی زبانوں کا
رنگ ایک
طریقہ ایک
آواز ایک
مگر رنگ برنگی اٹھلاتی
رس دار، نانا پرکار
مادری زبانیں
اختری کے حلق سے گرے الفاظ
فاطمہ کا انداز
عشق میں سرفراز
مادری زبانیں

ان ساری زبانوں کو چن کر
لفظوں کو سمیٹ کر
ہم لکھ رہے ہیں
نئے سرے سے
ہماری خود کی
مزیدار، جرار، تیز طرار، لمبی
مادری زبانیں

માની બોલીઓ

કદાચ મારી માની કે મારી
કોઈ બોલી હતી જ નહીં
બોલી તો પુરુષોને મળે છે
મર્દાનગીની વિરાસતમાં
જેને એ લોકો જેમ ફાવે વાપરે
ગાળો ભાંડવામાં
ગુસ્સો થૂંકવામાં
કાયદા બનાવવામાં
મોટેથી રાડો પાડવામાં
ખોખલા પ્રેમપત્રો લખવામાં
દીવાલો કોતરવામાં
તારીખો છાપવામાં.

પુરુષોની બોલી મળે છે
શબ્દકોશોના પાકા પૂઠાંઓની વચમાં
એને છાપવા માટે તો
મશીનોની શોધ થઇ છે
માની બોલીમાં લખાયેલી કવિતાઓની
નીચે પણ એમનાં નામ લખાયેલા છે
મોટા મોટા પુસ્તકાલયોમાં
કરોળિયાના જાળાઓમાં વીંટળાઈને
કબાટોની ધૂળ બાઝેલી  છાજલીઓ પર
એમની જ બોલીમાં લખાયેલા પુસ્તકો, મેગેઝીનોની
એક લાંબી મોટી હરોળ છે.
લોકસભામાં હોય કે જુલૂસમાં
નારા હોય છે એમની ભાષાના
એક એમની જ  બોલી છે જે
બોલાય છે
સંભળાય છે
લખાય છે
સમજાય છે
અને એની જ જાહેરાતો થાય છે

આપણી માઓની ભાષાની
એની તો વાત જ અલગ છે
એમની છાપ
એમનો પ્રભાવ
એમની શૈલી
એમની હકીકત
એમની ચાલ.

ડૂબાડીને પ્રેમમાં
કરી છે તરબતર લોબાનની પવિત્ર ધૂપથી
રેબઝેબ કરીને ધોઈને પરસેવાના સમુંદરોમાં
બનાવી છે એમણે એમની કલમો ખોદીને ધરતી
ને પછી રાખી છે સાવ સંતાડીને
દાબીને પટારામાં ભરેલી જૂની સાડીઓના
પાલવની વચમાં, સાચવીને.
આ માટીની કલમો એ
કોઈ અણીની વેળાએ
લખી છે અમારી હથેળીઓમાં
એ માટીની કલમોએ
લોહિયાળ શાહીથી
અમારી માતૃભાષાઓ

અને જયારે નથી બનાવી શક્યા એ કલમો ત્યારે
ઓરડાના બંધ દરવાજાઓની પાછળ
એ રાણીઓએ, એ દાસીઓએ
હળવેથી ગુસપુસાવી છે
અમારી માની ભાષાઓ

અને એમની પાસે નોહતાં ઓરડા કે મહેલો
એમને દાતરડાંથી, ખુરપીથી
માટીલીંપી ઝૂંપડીની દીવાલો ઉપર,
ખેતરની જમીનો ઉપર,
કોતરી છે અમારી માતૃભાષાઓ

જેમની આંગળીઓના ટેરવે હુન્નર હતા
એ સૌએ ગૂંથી છે  બુરખાઓ  અને સાડીઓ ઉપર
આરી, મૌકાઈશ અને ઝરદોસીમાં
અમારી માની બોલીઓ

અમારી માની બોલીઓ —
કબરના પથ્થર પર કંડારાયેલી
ચિતાની આગમાં બળીને ભસ્મીભૂત થયેલી
ઊંઘરેટી આંખોના અધબીડ્યાં પોપચાં વચ્ચે
ખૂલતાં લાલ આકાશમાં લખાયેલી બોલીઓ.
અમારી માની બોલીઓ —
રંગ ગુલાબી ક્રાંતિના પોકારનો
ધડકતો શ્વાસ અમારા હૈયાનો
એ સૂર પ્રેમનો
એ તરવરાટ ઈચ્છાઓનો
અમારી માની બોલીઓ

પુરુષોની ભાષાઓ બધીય બીબાંઢાળ
એકનો એકે રંગ
એકની એક ભાત
એકનો એક અવાજ
પણ માની ભાષાની
લચકતી ચાલ, રંગબિરંગી લિબાસ,
નાનાવિધ હલક
અમારી માની ભાષાઓ
અખ્તરીના કંઠથી ઝરતો  શબદ
ફાતિમાનો અંદાઝ
પ્રેમનું ઉન્નત શિખર
અમારી માતૃભાષાઓ

વીણી વીણીને એક એકને
એકઠાં કરીને શબ્દો
હવે અમે લખી રહ્યા
એક નવું ચરણ,
અમારી પોતાની ઉત્સાહભરી,
સાહસભરી,  શાણી, ચતુરબુદ્ધિ,
ધારદાર, લાંબીજીભવાળી
માતૃભાષાઓનું


ઉર્દુમાંથી અનુવાદ પ્રતિષ્ઠા પંડ્યા

Poem : Sabika Abbas

Sabika is a poet, organiser and story teller. She is a Senior Editor at SAAG Anthology and Leads Movement and Community work with Fearless Collective.

Other stories by Sabika Abbas
Editor : Pratishtha Pandya

Pratishtha Pandya is a Senior Editor at PARI where she leads PARI's creative writing section. She is also a member of the PARIBhasha team and translates and edits stories in Gujarati. Pratishtha is a published poet working in Gujarati and English.

Other stories by Pratishtha Pandya
Painting : Labani Jangi

Labani Jangi is a 2020 PARI Fellow, and a self-taught painter based in West Bengal's Nadia district. She is working towards a PhD on labour migrations at the Centre for Studies in Social Sciences, Kolkata.

Other stories by Labani Jangi