શબ્બીર હુસૈન ભટ્ટ યાદ કરે છે, “જ્યારે મેં પહેલી વાર હોંગુલ જોયું હતું, ત્યારે હું એટલો પ્રભાવિત થયો હતો કે હું બસ ત્યાં જ અટકી ગયો હતો.” કાશ્મીરના મૂળ નિવાસી અને ગંભીર રીતે લુપ્તપ્રાય એવા આ હરણ (સર્વસ એલાફસ હોંગલુ)ની ઝલક મેળવવા માટે તેઓ વારંવાર તે સ્થળે આવવા લાગ્યા.

લગભગ 20 વર્ષ પછી, શબ્બીર કહે છે કે 141 ચોરસ કિલોમીટરના આ ઉદ્યાનમાં પ્રાણીઓ, પક્ષીઓ, વૃક્ષો અને ફૂલો પ્રત્યેનો તેમનો મોહ જરાય ઓછો નથી થયો. “હું ચોક્કસપણે કહીશ કે તે હોંગુલ હતું જેણે મારી અંદરની જ્યોતને પ્રજ્વલિત કરી હતી અને અલબત્ત હિમાલયન કાળા રીંછે પણ.”

આ ઉદ્યાનમાં, તેમને પ્રેમથી ‘દચીગામના જ્ઞાનકોશ’ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ પારીને કહે છે, “મેં અત્યાર સુધીમાં આ પ્રદેશમાં છોડની 400 પ્રજાતિઓ, પક્ષીઓની 200થી વધુ પ્રજાતિઓ અને લગભગ તમામ પ્રાણીઓની પ્રજાતિઓને ઓળખી કાઢી છે.” આ ઉદ્યાનમાં જોવા મળતાં અન્ય જંગલી પ્રાણીઓમાં કસ્તુરી હરણ, હિમાલયન કથ્થાઈ રીંછ, હિમ ચિત્તો અને સોનેરી ગરુડનો સમાવેશ થાય છે.

PHOTO • Muzamil Bhat
PHOTO • Muzamil Bhat

ડાબેઃ શબ્બીર મુલાકાતીઓના જૂથને દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાનના ગાઢ જંગલોની અંદર પ્રાણીઓ જોવા લઈ જાય છે. જમણેઃ ઉદ્યાનમાં આવેલા મુલાકાતીઓ

PHOTO • Muzamil Bhat
PHOTO • Muzamil Bhat

ડાબેઃ દચીગામ ઉદ્યાનમાં ઓકના ઝાડ પાસે માદા હોંગુલનું જૂથ. જમણેઃ ડગવાન નદી માર્સર તળાવમાંથી ઉદ્યાનમાં થઈને વહે છે અને તે પાણીનો એક સ્રોત છે

જોકે, શબ્બીરે આ ઉદ્યાનમાં એક પ્રકૃતિવાદી તરીકે શરૂઆત નહોતી કરી, પરંતુ હકીકતમાં દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાનમાં પ્રવાસીઓ માટે ઉપયોગમાં લેવાતા બૅટરી સંચાલિત વાહનોના ચાલક તરીકે શરૂઆત કરી હતી. જેમ જેમ તેમનું જ્ઞાન વધતું ગયું તેમ તેમ તેઓ માર્ગદર્શક બન્યા, અને હવે તેઓ પ્રખ્યાત છે; 2006માં તેઓ રાજ્યના વન્યજીવ વિભાગના કર્મચારી બન્યા હતા.

હોંગુલ એક સમયે ઝંસ્કાર પર્વતોમાં જોવા મળતાં હતાં, પરંતુ વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા 2009ના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે શિકાર, ચોરીછુપી કરાતો શિકાર અને પ્રાણીઓના વસવાટના વિભાજન અને અધઃપતનને કારણે તેમની વસ્તી 1947માં અંદાજે 2,000 પ્રાણીઓ હતી તેનાથી ઘટીને લગભગ 170-200 થઈ ગઈ છે. આ અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તેઓ મોટાભાગે દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન અને કાશ્મીર ખીણના કેટલાક અભયારણ્યો સુધી જ મર્યાદિત છે.

શબ્બીર શ્રીનગર શહેરના નિશાત વિસ્તારના છે, જે ઉદ્યાનથી આશરે 15 કિલોમીટર દૂર છે. તેઓ તેમનાં માતા-પિતા, પત્ની અને બે પુત્રો સહિત છ સભ્યોના પરિવાર સાથે રહે છે. તેઓ પ્રવાસીઓ અને વન્યજીવ પ્રેમીઓ સાથે સવારથી સાંજ સુધી ઉદ્યાનમાં રહે છે. તેઓ પારીને કહે છે, “જો તમારે દચીગામ ઉદ્યાનની મુલાકાત લેવી હોય તો તમે દિવસમાં ગમે ત્યારે આવી શકો છો, પરંતુ જો તમારે પ્રાણીઓને જોવાં હોય તો તમારે કાં તો વહેલી સવારે કાં તો સૂર્યાસ્ત પહેલાં આવવું પડશે.”

PHOTO • Muzamil Bhat

ઉદ્યાનમાં એક પુખ્ત માદા હોંગુલ

PHOTO • Muzamil Bhat

એક કાશ્મીરી હોંગુલ નદીમાં આવે છે

PHOTO • Muzamil Bhat

ઉદ્યાનમાં હિમાલયનું કાળું રીંછ જોવા મળ્યું

PHOTO • Muzamil Bhat
PHOTO • Muzamil Bhat

ડાબેઃ હિમાલયન રાખોડી લંગુર. જમણેઃ દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાનમાં એક વૃક્ષ પર પીળા ગળાનું રુંવાટીવાળું નોળિયું

PHOTO • Muzamil Bhat

શબ્બીર મુલાકાતીઓને ઉદ્યાનના ઘણા પક્ષીઓને બતાવે છે

PHOTO • Muzamil Bhat
PHOTO • Muzamil Bhat

ડાબેઃ એક ભારતીય તરવરિયો . જમણેઃ વન પીળકીયો

PHOTO • Muzamil Bhat
PHOTO • Muzamil Bhat

ડાબે: કાઠીયાવાડી લટોરો. જમણે: વિવિધરંગી તોરીગોંડા

અનુવાદક: ફૈઝ મોહંમદ

Muzamil Bhat

মুজামিল ভট শ্রীনগর-কেন্দ্রিক ফ্রিল্যান্স ফটোজার্নালিস্ট ও চলচ্চিত্র নির্মাতা, ২০২২ সালে তিনি পারি ফেলো ছিলেন।

Other stories by Muzamil Bhat
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad