જુઓ વીડિયો: તિબલીઘીરી આદિવાસી તુશુ સંપ્રદાયની મુંડા આદિવાસી મહિલાઓ તેમની સ્થાનિક ભાષાઓમાં ગીતો ગાય છે. તેઓ બે સદી પહેલા સુંદરવનમાં લાવવામાં આવેલા ઝારખંડના બંધક મજૂરોના વંશજ છે

સુંદરવનના આદિવાસીઓના જીવનમાં સંગીતની ભૂમિકા મહત્વની છે. 19મી સદીમાં અંગ્રેજો દ્વારા સંતાલ, મુંડા, ઉરાંઓ અને હો જેવા જૂથોને આ ક્ષેત્રમાં લાવવામાં આવ્યા હતા. બંધક મજૂરો તરીકે તેઓએ જંગલો સાફ કર્યા અને નદીઓને રોકી.

દાયકાઓ સુધી પશ્ચિમ બંગાળમાં રહ્યા પછી તેમના વંશજો હવે બંગાળી બોલે છે. બનુઆ જેવી તેમની મૂળ ભાષાઓની સ્મૃતિને જાળવી રાખવા માટે તેઓ ગીત અને નૃત્યના માધ્યમનો ઉપયોગ કરે છે. તેમાંના કેટલાકે તિબલીઘીગીરી આદિવાસી તુશુ સંપ્રદાય જેવા જૂથો બનાવ્યા છે. ગ્રામજનો અને મુલાકાતીઓ તેમની રજૂઆતની આતુરતાથી રાહ જુએ છે, આ રજૂઆતો આદિવાસીઓને આવકનો સ્ત્રોત પૂરો પાડે છે અને તેમને તેમના સાંસ્કૃતિક વારસાને ટકાવી રાખવામાં મદદ કરે છે.

અહીં દર્શાવવામાં આવેલ વીડિયો મે 2016માં શૂટ કરવામાં આવ્યો હતો.

(વીડિયોના) સહ-નિદેશક અર્જુન મંડલ ગોસાબા બ્લોકના રજત જ્યુબિલી ગામના રહેવાસી છે. તેઓ આજીવિકા માટે કરચલા પકડીને વેચે છે અને એક બિન-સરકારી સંસ્થા ચલાવે છે.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Urvashi Sarkar

উর্বশী সরকার স্বাধীনভাবে কর্মরত একজন সাংবাদিক। তিনি ২০১৬ সালের পারি ফেলো।

Other stories by উর্বশী সরকার
Text Editor : Sharmila Joshi

শর্মিলা জোশী পিপলস আর্কাইভ অফ রুরাল ইন্ডিয়ার (পারি) পূর্বতন প্রধান সম্পাদক। তিনি লেখালিখি, গবেষণা এবং শিক্ষকতার সঙ্গে যুক্ত।

Other stories by শর্মিলা জোশী
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik