ઉત્તર કોલકાતામાં કુમોરટુલીની સાંકડી ગલીઓમાં, કે જ્યાંથી હાથથી ખેંચાતી રીક્ષાઓ પણ માંડ માંડ પસાર થાય છે, તમને આ શહેરના મૂર્તિકાર કુમોરો સિવાય કોઈ મળશે નહીં. અહીંથી જ દર વર્ષે દેવી દુર્ગા અને અન્ય દેવતાઓની મૂર્તિઓ કોલકાતામાં પ્રવેશ કરે છે.

અહીં કાર્તિક પોલની વર્કશોપ આવેલી છે, જે અસલમાં તો વાંસ અને પ્લાસ્ટિકની ચાદરનો એક શેડ છે, જેના પર ‘બ્રજેશ્વર એન્ડ સન્સ’ (આનું નામ તેમના પિતાના નામ પરથી રાખવામાં આવ્યું છે) નામ અંકિત છે. તેઓ આપણને મૂર્તિ બનાવવાની લાંબી અને વિવિધ તબક્કાવાળી પ્રક્રિયા વિશે જણાવે છે. મૂર્તિ બનાવવાના વિવિધ તબક્કા દરમિયાન ગંગા માટી (ગંગા નદીના કાંઠેની માટી) અને પાટ માટી (શણના કણો અને ગંગાની માટીનું મિશ્રણ) જેવી માટીના વિવિધ મિશ્રણોનો ઉપયોગ કરવામાં આવે છે.

Karthik Paul at his workshop in Kumartuli

કાર્તિક પાલ કુમોરટુલીમાં તેમની વર્કશોપમાં

અમે વાત કરીએ છીએ ત્યારે, પાલ ભીની માટીથી ભગવાન કાર્તિકના ચહેરાને બનાવી રહ્યા છે અને તેમના નિષ્ણાત હાથથી તેમાં વિગતો ઉમેરી રહ્યા છે. તેઓ પેઇન્ટ બ્રશ અને ચિયાળીનો ઉપયોગ કરે છે, જે વાંસનું હાથથી પોલિશ કરવાનું સાધન છે.

નજીકની અન્ય એક વર્કશોપમાં, ગોપાલ પાલે માટીના માળખા પર બારીક ટુવાલ જેવી સામગ્રીને ચોંટાડવા માટે ગુંદર તૈયાર કર્યો છે, જેથી તેને ચામડી જેવું ટેક્ષ્ચર જેવું ફિનીશીંગ મળે. ગોપાલ કોલકાતાની ઉત્તરે લગભગ 120 કિલોમીટર દૂર આવેલા નોદિયા જિલ્લાના કૃષ્ણનગરના રહેવાસી છે. અહીંના ઘણા કામદારો — બધા પુરુષો — એક જ જિલ્લાના છે; તેમાંના મોટાભાગના કામદારો તે જ વિસ્તારમાં વર્કશોપ માલિકો દ્વારા પૂરા પાડવામાં આવેલાં ક્વાર્ટર્સમાં રહે છે. કામદારોને પીક સીઝનના મહિનાઓ પહેલાં જ નોકરીએ રાખવામાં આવે છે. તેઓ આઠ કલાકની પાળીમાં કામ કરે છે, પરંતુ પાનખરના તહેવાર પહેલાં આ કારીગરો આખી રાત કામ કરે છે અને ઓવરટાઇમ માટે પગાર મેળવે છે.

કુમોરટુલીના પ્રથમ કુંભારો લગભગ 300 વર્ષ પહેલાં કૃષ્ણનગરમાંથી સ્થળાંતર કરીને આવ્યા હતા. તેઓ થોડા મહિનાઓ માટે બાગબાજાર ઘાટની નજીક નવા રચાયેલા કુમોરટુલીમાં રોકાયા હતા, જેથી નદીમાંથી માટી સરળતાથી મળી રહે. અને તેઓ જમીનદારોના ઘરોમાં કામ કરતા હતા, દુર્ગા પૂજા તહેવારના અઠવાડિયા પહેલાં ઠાકુરદાલાન (જમીનદારોના રહેણાંક પરિસરની અંદર ધાર્મિક તહેવારો માટે સીમાંકિત વિસ્તારો)માં મૂર્તિઓ બનાવતા હતા.

1905માં બંગાળના ભાગલા પહેલાં અને તે દરમિયાન બાંગ્લાદેશના અત્યંત કુશળ કારીગરો − ઢાકા, બિરકમપુર, ફરિદપુરથી − કુમોરટુલીમાં આવ્યા હતા. ભારતની આઝાદી પછી જમીનદારી પ્રણાલીના પતન સાથે, સરબોજોનિન અથવા સામુદાયિક પૂજા લોકપ્રિય બની હતી. આ તે સમય હતો જ્યારે મા દુર્ગા તંગ ઠાકુરદાલાનમાંથી બહાર નીકળીને રસ્તાઓ પરના વિશાળ પંડાલોમાં આવતાં, જેમાં આ દેવી અને અન્ય મૂર્તિઓ માટે વિસ્તૃત અને અલગ પૃષ્ઠભૂમિ તૈયાર કરવામાં આવતી.

વીડિયો જુઓ: કુમોરટુલીના કલાકારો

દુર્ગા પૂજા પશ્ચિમ બંગાળનો સૌથી મોટો તહેવાર છે. તે સામાન્ય રીતે સપ્ટેમ્બરના અંતમાં કે ઓક્ટોબરની શરૂઆતમાં મોહાલય સાથે શરૂ થાય છે. આ દિવસે હજારો લોકો તર્પોન નામની ધાર્મિક વિધિમાં ગંગા (સ્થાનિક રીતે, હુગલી) ના કિનારે તેમના પૂર્વજોની પ્રાર્થના કરે છે. મૂર્તિનું ઉદ્ઘાટન ચતુર્દશી, પંચમી અથવા ષષ્ઠીના દિવસે થાય છે. મુખ્ય પૂજા બીજા ત્રણ દિવસ સુધી ચાલે છે — મહા-સપ્તમી, મહા-અષ્ટમી, મહા-નવમી. પૂજા વિધિઓ લાંબી અને વિગતવાર હોય છે. ત્રણ દિવસ પછી, દશમી (છેલ્લો દિવસ) ના રોજ, કોલકાતામાં ઘણા લોકો બાબુઘાટ અને હુગલી પરના અન્ય સ્થળોએ મૂર્તિઓનું વિસર્જન કરીને દેવીને ભાવનાત્મક વિદાય આપે છે.

કુમોરટુલીમાં તેમના વર્કશોપમાં, એક મૂર્તિને અંતિમ સ્પર્શ આપતાં, કાર્તિક અમને કહે છે કે તેઓ અને તેમના કામદારો પોતે જ રંગો બનાવે છે. તેઓ ખોરી માટી (દરિયાઈ ફીણમાંથી તૈયાર કરવામાં આવેલી એક ખાસ માટી) ને રંગીન રસાયણો અને કાઈ-બિચી અથવા આમલીના ઠળમાંથી તૈયાર કરવામાં આવેલા ગુંદર સાથે ભેળવે છે. આમલીના ઠળનો પાવડર માટીના નમૂનાઓ પર રંગને લાંબા સમય સુધી જાળવી રાખવામાં મદદ કરે છે.

થોડા સમય પછી, મૂર્તિઓ તૈયાર થઈ જાય છે, ને બધા શહેરમાં તેમની બાહ્ય યાત્રા શરૂ કરવા માટે સજ્જ થઈ જાય છે. કુમોરટુલીના ઝાંખા-પ્રકાશવાળા સ્ટુડિયો ટૂંક સમયમાં તેમની કળાકૃતિઓને વિદાય આપશે, જે અહીંથી જઈને કોલકાતાનાં તેજસ્વી-પ્રકાશવાળાં પંડાલોમાં પોતાનું નવું ઘર બનાવશે.

The artisans prepare a clay called ‘path mati’ by mixing jute particles with ‘atel mati’ from the Ganga

આ કારીગરો ગંગામાંથી ‘એંટેલ માટી’ સાથે શણના કણોને ભેળવીને ‘પાટ માટી’ નામની માટી તૈયાર કરે છે

Once the bamboo structure is ready, straw is methodically bound together to give shape to an idol; the raw materials for this come from the nearby Bagbazar market

ડાબેઃ મૂર્તિ બનાવવાની પ્રક્રિયા ‘કાઠામો’ થી શરૂ થાય છે , જે મૂર્તિને ટેકો આપવા માટેની વાંસની રચના છે. જમણેઃ એક વાર વાંસની રચના તૈયાર થઈ જાય પછી , મૂર્તિને આકાર આપવા માટે ઘાસને પદ્ધતિસર એક સાથે બાંધવામાં આવે છે ; આ માટેનો કાચો માલ નજીકના બાગબાજાર બજારમાંથી આવે છે

An artisan applies sticky black clay on the straw structure to give the idol its final shape; the clay structure is then put out in the sun to dry for 3 to 4 days

એક કારીગર મૂર્તિને અંતિમ આકાર આપવા માટે ઘાસના માળખા પર ચીકણી કાળી માટી લગાવે છે ; પછી માટીના માળખાને સૂકવવા માટે 3 થી 4 દિવસ સુધી તડકામાં મૂકવામાં આવે છે

વિગતોનું નિરૂપણ કરવા માટે પેઇન્ટ બ્રશ અને વાંસના શિલ્પના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે

At another workshop nearby, Gopal Paul uses a fine towel-like material to give idols a skin-textured look

નજીકની અન્ય એક વર્કશોપમાં , ગોપાલ પાલે મૂર્તિઓને ચામડી જેવું ટેક્ષ્ચર આપવા માટે ટુવાલ જેવી સામગ્રીનો ઉપયોગ કરે છે

Half painted Idol of Durga

મોહાલયના શુભ દિવસે મા દુર્ગાની આંખોમાં રંગકામ કરવા સાથે , માટીની મૂર્તિઓને આખરે જીવંત કરવામાં આવે છે

જુઓ : ‘કુમોરટુલીના કલાકારો’ ફોટો આલ્બમ

આ વિડિયો અને વાર્તા સિંચિતા માજીની પારી ખાતે 2015-16 ફેલોશિપના ભાગરૂપે બનાવવામાં આવી હતી.

અનુવાદક: ફૈઝ મોહંમદ

Sinchita Parbat

সিঞ্চিতা পার্বত পিপলস আর্কাইভ অফ রুরাল ইন্ডিয়ার একজন সিনিয়র ভিডিও এডিটর। এরই পাশাপাশি তিনি একজন ফ্রিল্যান্স ফটোগ্রাফার এবং ডকুমেন্টারি ফিল্মমেকার। পূর্বে প্রকাশিত তাঁর প্রতিবেদনগুলি ‘সিঞ্চিতা মাজি’ এই বাইলাইনের অধীনে পারিতে পড়া যেতে পারে।

Other stories by Sinchita Parbat
Text Editor : Sharmila Joshi

শর্মিলা জোশী পিপলস আর্কাইভ অফ রুরাল ইন্ডিয়ার (পারি) পূর্বতন প্রধান সম্পাদক। তিনি লেখালিখি, গবেষণা এবং শিক্ষকতার সঙ্গে যুক্ত।

Other stories by শর্মিলা জোশী
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad