પક્ષીઓને સંબોધિત અને તેમના દ્વારા પ્રેમીને ઉદ્દેશીને ગવાતા ગીતોની શ્રેણીમાં આ વધુ એક ગીત છે. અહીં આપણે લાલ કાંઠલાવાળા પોપટને (સૂડલા) ને મળીએ છીએ, એક પક્ષી જે સામાન્ય રીતે આ પ્રદેશમાં જોવા મળે છે, અને જે કેરી, જાંબુ અને રાયણ જેવા ફળોની મિજબાની કરે છે. આ ગીતમાં પરિણીત મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા વિવિધ પ્રકારના ઘરેણાંનો પણ ઉલ્લેખ છે. સ્ત્રી દ્વારા પ્રેમી પંખીડાને આ ઘરેણાં માટે કરાતી વિનંતી એ પ્રેમિકા દ્વારા પ્રેમીને તેની સાથે લગ્ન કરવા અપાતા આમંત્રણનો સાંકેતિક સંદેશ છે.

ભદ્રેસર ગામના જુમા વાઘેર દ્વારા અહીં રજૂ કરવામાં આવેલ ગીત કચ્છમાં અવારનવાર લગ્ન પ્રસંગો દરમિયાન ગવાય છે.

ભદ્રેસરના જુમા વાઘેર દ્વારા ગાયેલું લોકગીત સાંભળો

કચ્છી

કારે ઊનારે સૂડલા પખી ઘેલી ગૂજરાત
આમૂં જાંભૂં ને રેણ મિઠી, સૂડલા પખી ઘેલી ગૂજરાત.
પગ પિરમાણે સૂડલા પખી કડલા ઘડાય (૨)
કાંભી એ તે હીરલા જડાઈયાં સૂડલા પખી કચ્છડો બારે માસ
કારે ઊનારે સૂડલા પખી ઘેલી ગૂજરાત
હથ પિરમાણે સૂડલા પખી મુઠીયો ઘડાય
બંગલીએ તેં હીરલા જડાઈયાં, સૂડલા પખી કચ્છડો બારે માસ
કારે ઊનારે સૂડલા પખી ઘેલી ગૂજરાત
ડોક પિરમાણે સૂડલા પખી હારલો ઘડાય
હાંસડી તે હીરલા જડાઈયાં સૂડલા પખી કચ્છડો બારે માસ
કારે ઊનારે સૂડલા પખી ઘેલી ગૂજરાત
નક પિરમાણે સૂડલા પખી નથડી ઘડાય
ડામણી તે હીરલા જડાઈયાં સૂડલા પખી કચ્છડો બારે માસ
કારે ઊનારે સૂડલા પખી ઘેલી ગૂજરાત
આમૂં જાભૂં ને રેણ મિઠી સૂડલા પખી કચ્છડો બારે માસ.

ગુજરાતી

કાળે ઉનાળે સૂડલા પંખી ઘેલી ગુજરાત (2)
આંબા જાંબુ ને રાયણ મીઠી સૂડલા પંખી કચ્છડો બારે માસ
પગ પરમાણે સૂડલા પંખી કડલા ઘડાવ (2)
કાંબી પર હીરલા જડાવું, સૂડલા પંખી કચ્છડો બારે માસ
કાળે ઉનાળે સૂડલા પંખી ઘેલી ગુજરાત
હાથ પરમાણે સૂડલા પંખી મુઠિયો ઘડાવ (2)
બંગડી પર હીરલા જડાવું, સૂડલા પંખી કચ્છડો બારે માસ
કાળે ઉનાળે સૂડલા પંખી ઘેલી ગુજરાત
ડોક પરમાણે સૂડલા પંખી હારલો ઘડાવ (2)
હાંસડી પર હીરલા જડાવું, સૂડલા પંખી કચ્છડો બારે માસ
કાળે ઉનાળે સૂડલા પંખી ઘેલી ગુજરાત
નાક પરમાણે સૂડલા પંખી નથણી ઘડાવ (2)
ટીલડી પર હીરલા જડાવું, સૂડલા પંખી કચ્છડો બારે માસ
કાળે ઉનાળે સૂડલા પંખી ઘેલી ગુજરાત (2)
આંબા જાંબુ ને રાયણ મીઠી સૂડલા પંખી કચ્છડો બારે માસ.

PHOTO • Priyanka Borar

ગીતનો પ્રકાર : પરંપરાગત લોકગીત

ગીતગુચ્છ : લગ્નના ગીતો

ગીત : 11

ગીતનું શીર્ષક : કારે ઊનારે સૂડલા પખી ઘેલી ગૂજરાત

ગાયક : જુમા વાઘેર મુન્દ્રા તાલુકાના ભદ્રેસરના

વાજીંત્રો : ડ્રમ, હાર્મોનિયમ, બાન્જો

રેકોર્ડિંગનું વર્ષ : 2012, KMVS સ્ટુડિયો

લોકસમુદાય સંચાલિત રેડિયો , સૂરવાણી દ્વારા રેકોર્ડ કરાયેલા 341 ગીતો કચ્છ મહિલા વિકાસ સંગઠન (KMVS) દ્વારા પારી પાસે આવ્યા છે . રણના ગીતો : કચ્છી લોકગીતોનો સંગ્રહ

આ પ્રસ્તુતિમાં સમર્થન બદલ PARI પ્રીતિ સોની, અરુણા ધોળકિયા, સેક્રેટરી, KMVS, આમદ સમેજા, KMVS પ્રોજેક્ટ કોઓર્ડિનેટરનો તેમજ ગુજરાતી અનુવાદમાં એમની અમૂલ્ય મદદ બદલ ભારતીબેન ગોરનો ખાસ આભાર .

Text : Pratishtha Pandya

কবি এবং অনুবাদক প্রতিষ্ঠা পান্ডিয়া গুজরাতি ও ইংরেজি ভাষায় লেখালেখি করেন। বর্তমানে তিনি লেখক এবং অনুবাদক হিসেবে পারি-র সঙ্গে যুক্ত।

Other stories by Pratishtha Pandya
Illustration : Priyanka Borar

নিউ-মিডিয়া শিল্পী প্রিয়াঙ্কা বোরার নতুন প্রযুক্তির সাহায্যে ভাব এবং অভিব্যক্তিকে নতুন রূপে আবিষ্কার করার কাজে নিয়োজিত আছেন । তিনি শেখা তথা খেলার জন্য নতুন নতুন অভিজ্ঞতা তৈরি করছেন; ইন্টারেক্টিভ মিডিয়ায় তাঁর সমান বিচরণ এবং সেই সঙ্গে কলম আর কাগজের চিরাচরিত মাধ্যমেও তিনি একই রকম দক্ষ ।

Other stories by Priyanka Borar