એક શર્ટને ઇસ્ત્રી કરવામાં સરોજિનીને એક મિનિટથી પણ ઓછો સમય લાગે છે, જો તે મુંડુ (ધોતી) હોય તો બે મિનિટ લાગે છે. કેટલીકવાર તેઓ ખૂબ જ કરચલી પડી ગયેલા શર્ટને ભીના કપડાના નાના ટુકડાઓથી ભરેલા મોજાથી ઘસીને ઠીક કરવા માટે વિરામ લે છે − કાપડને ભીનું રાખવા અને કરચલીઓ દૂર કરવા માટે એક કુશળ જુગાડ છે.

એંસી વર્ષનાં સરોજિની 15 વર્ષની વયથી કેરળના ફોર્ટ કોચીના ધોબીખાનામાં કામ કરી રહ્યાં છે, જે લોન્ડ્રી (ધોબી) ના કામ માટે સમર્પિત વિસ્તાર છે. જાહેર ધોબીખાનામાં ઇસ્ત્રી કરવાનું કામ કરતી વખતે તેઓ કહે છે, “ જ્યાં સુધી હું સ્વસ્થ છું, ત્યાં સુધી હું આ (કપડાં ધોવા અને ઇસ્ત્રી) કરતી રહીશ.”

તે જ સ્થળે 60 વર્ષીય કુમારેસન પણ છે, જેઓ ઉમેરે છે, “અહીં એકમાત્ર આવડત છે, સખત મહેનત.” દરરોજ સવારે પાંચ વાગ્યે, તેઓ અહીં તેમના ઘરથી એક કિલોમીટરથી પણ ઓછા અંતરે તેની થોટ્ટી (ધોવાની જગ્યા) પર સાયકલ ચલાવીને પહોંચે છે. જે દિવસોમાં તાત્કાલિક ડિલિવરી કરવાની હોય છે, તે દિવસોમાં કુમારેસનનું કામ સવારે 4 વાગ્યાથી શરૂ થઈ જાય છે અને રાત્રે 11 વાગ્યા સુધી ચાલે છે. તેઓ કહે છે, “આજે હું થોડો આરામ કરી શકું છું કારણ કે ડિલિવરી આવતીકાલની છે. કાલે કદાચ મારે ઝડપ કરવી પડશે.”

Left: Kochi's Dhobi Khana, the public laundry, is located at one end of the Veli ground.
PHOTO • Vibha Satish
Right: Sarojini i roning out wrinkles; she has been working here since she was 15
PHOTO • Vibha Satish

ડાબેઃ વેલી મેદાનના એક છેડે આવેલું કોચીનું ધોબીખાના, જાહેર લોન્ડ્રી. જમણેઃ કરચલીઓ દૂર કરતાં સરોજિની; તે 15 વર્ષનાં હતાં ત્યારથી અહીં જ કામ કરી રહ્યાં છે

ગ્રેટર કોચીન વિકાસ નીગમ દ્વારા નિર્મિત આ ધોબી ખાનું એર્નાકુલમ જિલ્લાના ફોર્ટ કોચી ગામમાં બે એકરમાં ફેલાયેલા વેલી મેદાનના એક છેડે આવેલું છે. તે રાજ્યમાં અનુસૂચિત જાતિ તરીકે સૂચિબદ્ધ વન્નન સમુદાય દ્વારા ચલાવવામાં આવે છે. ગામના સમુદાયના સચિવ એમ. પી. મનોહરન કહે છે, “અહીંના વન્નન સમુદાયના લગભગ 150 પરિવારોમાંથી માત્ર 30 જ પરિવારો હાલમાં ધોબીખાનામાં કામ કરે છે.”

આ સમુદાયના લોકો માટે, તેમના બાળકોનાં સપનાં ધોબીઘાટની બહાર કામ કરવાનાં છે. આ ધોબીખાનાના એક ધોબી કે. પી. રાજન કહે છે, “મને નથી લાગતું કે મારે મારા બાળકોને આ કામ શીખવવું જોઈએ. મેં તેમને ભણાવ્યાં છે, તેઓએ અભ્યાસ કર્યો, હવે તેમના જીવનમાં શું કરવું એ તેઓ નક્કી કરશે.”

રાજને આ પહેલાં અનેક દૈનિક વેતનની નોકરીઓમાં કામ કર્યું છેઃ કેબલ નાખવા માટે ખોદકામ કરવું, ચણતર કરવું, ઘાસ કાપવું અને અન્ય કામો. પણ આ 53 વર્ષીય કહે છે, “પણ મેં આ કામ (કપડાં ધોવાનું અને ઇસ્ત્રી કરવાનું) ક્યારેય છોડ્યું નથી. કેટલાક દિવસોમાં મને 1,000 રૂપિયા મળે છે, તો કેટલાક દિવસોમાં 500 રૂપિયા મળે છે. કેટલાક દિવસો અમને ફૂટી કોડી પણ મળતી નથી. આવક કેટલી મળશે એ અમે જે તે દિવસે કેટલું કામ કરીએ છીએ તેના પર નિર્ભર હોય છે.”

ધોબીખાનાના કામદારોએ તેમના ગ્રાહકોને જાતે જ શોધવા પડે છે. તેઓ કપડાં ધોવાં, બ્લીચિંગ કરવું, કપડાં સૂકવવાં અને ઇસ્ત્રી કરવા જેવી સેવાઓ પ્રદાન કરે છે. ફક્ત ઇસ્ત્રી કરવાની કિંમત નંગ દીઠ 15 રૂપિયા છે, જ્યારે કપડાં ધોવા અને ઇસ્ત્રી બન્નેની કિંમત 30 રૂપિયા છે.

Left: Between December and February, Dhobi Khana welcomes loads of laundry from tourists and visitors.
PHOTO • Vibha Satish
Right: Jayaprakash showing a tourist's gift of a dollar bill
PHOTO • Vibha Satish

ડાબેઃ ડિસેમ્બર અને ફેબ્રુઆરીની વચ્ચે, ધોબીખાનામાં પ્રવાસીઓ અને મુલાકાતીઓ પાસેથી ઘણાં કપડાં આવે છે. જમણેઃ એક પ્રવાસી એ તેમને ભેટ તરીકે આપેલ ડૉલરની નોટ બતાવતા જયપ્રકાશ

કુમારેસન કહે છે કે, ડિસેમ્બર અને ફેબ્રુઆરીમાં હોટલ અને વિશ્રામગૃહોમાં મુલાકાતીઓ અને પ્રવાસીઓની ભીડ હોય છે. આ મહિનાઓમાં, ધોબીખાનામાં પુષ્કળ કપડાં આવે છે. અન્ય સમયે, તેમની પાસે હોસ્પિટલો, સ્થાનિક હોટલો અને ઘરોમાંથી કપડાં આવે છે.

રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણના 68મા રાઉન્ડના અહેવાલ મુજબ, છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારતીય ઘરોમાં વોશિંગ મશીન અને લોન્ડ્રોમેટનો ઉપયોગ વધ્યો છે.

પરંતુ પરચૂરણ કામ કરનાર અને ધોબી એવા રાજન, આ સ્પર્ધાથી પ્રભાવિત નથી થતા. તેઓ કહે છે, “હજુ પણ સાબું ઘસીને કપડાં સૂકવવા જેવી કેટલીક વસ્તુઓ છે જે મશીનો બરાબર લરી શકતાં નથી. રાજકારણીઓ આવાં હાથથી સાફ કરેલાં કપડાં જ પહેરે છે.”

એ.એસ. જયપ્રકાશ છેલ્લા 23 વર્ષથી ધોબીખાનામાં કામ કરે છે. કપડાંને લયબદ્ધ રીતે કૂટતાં કહે છે, “આ તમારી કોર્પોરેટ નોકરી જેવું નથી, અહીં અમારે ક્યારે કામ કરવું એ અમે નક્કી કરીએ છીએ.”

Veli Ground in Fort Kochi where the laundry is located
PHOTO • Vibha Satish

ફોર્ટ કોચીમાં વેલી મેદાન, જ્યાં ધોબી ખાનું આવેલું છે

Dhobis here begin their work as early as five in the morning
PHOTO • Vibha Satish

અહીંના ધોબીઓ વહેલી સવારે પાંચ વાગ્યાથી પોતાનું કામ શરૂ કરી દે છે

Every worker is assigned a thotti (washing pen) to carry out washing. Some pens are unused due to decline in the workforce
PHOTO • Vibha Satish

દરેક કામદારને ધોવા માટે પોતાની થો ટ્ટી (ધોવાની જગ્યા) ફાળવવામાં આવે છે. કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થવાને કારણે કેટલીક જગ્યા ઓ ખાલી છે

Kumaresan at work in his thotti
PHOTO • Vibha Satish

તેમની થોટ્ટી પર કામ કરતા કુમારેસન

Kumaresan at work in his thotti
PHOTO • Vibha Satish

મજબૂત વાંસના થાંભલાઓ વચ્ચે દોરડા પર કપડાં લટકાવતાં કમલમ્મા

Rajan carefully tucking clothes between the ropes to keep them in place
PHOTO • Vibha Satish

કપડાં પડી ન જાય તે માટે તેમને દોરડાની વચ્ચે કપડાંને કાળજીપૂર્વક ગોઠવતા રાજન

Unfazed by competition from modern laundromats and washing machines, Rajan says, ‘There are still things like starching that no machine can do. For the clothes worn by politicians, we need to do it by hand’
PHOTO • Vibha Satish

આધુનિક લોન્ડ્રોમેટ અને વોશિંગ મશીનની સ્પર્ધાથી જાણે કોઈ ફેર ન પડતો હોય તેમ રાજન કહે છે, ‘ હજુ પણ સાબું ઘસીને કપડાં સૂકવવા જેવી કેટલીક વસ્તુ ઓ છે જે મશીનો બરાબર લરી શકતાં નથી. રાજકારણીઓ આવાં હાથથી સાફ કરેલાં કપડાં જ પહેરે છે

Crisp white laundry drying inside the ironing shed of Dhobi Khana
PHOTO • Vibha Satish

ધોબીખાનાના ઇસ્ત્રીના શેડની અંદર સુકાઈ રહેલાં ચકચકાટ સફેદ કપડાં

Rajan folding a pile of freshly cleaned white bed sheets
PHOTO • Vibha Satish

તાજી સાફ કરેલી સફેદ ચાદરનો ઢગલો વાળી રહેલા રાજન

One of the few mechanical dryers in use here
PHOTO • Vibha Satish

અહીં ઉપયોગમાં લેવાતા કેટલાક મિકેનિકલ ડ્રાયર્સમાંનું એક

Taking break from his work, a worker sipping hot tea
PHOTO • Vibha Satish

પોતાના કામમાંથી વિરામ લઈને, ગરમ ચાની ચૂસકી લેતાં એક કામદાર

The ironing shed adorned with pictures of gods
PHOTO • Vibha Satish

દેવતાઓના ચિત્રોથી સુશોભિત ઇસ્ત્રીનો શેડ

The traditional box iron is a companion of the dhobis . Charcoal inside the box has to be burned to heat it before ironing
PHOTO • Vibha Satish

પરંપરાગત ઇસ્ત્રી એ ધોબીઓની સાથી છે. ઇસ્ત્રી કરતા પહેલા તેને ગરમ કરવા માટે પેટીની અંદર કોલસો સળગાવવો પડે છે

Sarojini, 80, blowing on a traditional box iron filled with hot coal
PHOTO • Vibha Satish

ગરમ કોલસાથી ભરેલી લોખંડની પરંપરાગત ઇસ્ત્રી પર ફૂંક મારતાં 80 વર્ષીય સરોજિની

Sarojini uses a sock filled with tiny bits of wet cloth to keep the fabric wet and iron out wrinkles
PHOTO • Vibha Satish

સરોજિની કાપડને ભીનું રાખવા અને તેમાંથી કરચલીઓ દૂર કરવા માટે ભીના કપડાના નાના ટુકડાઓથી ભરેલા મોજાંનો ઉપયોગ કરે છે

One of the first electric irons at Dhobi Khana that is still in use
PHOTO • Vibha Satish

ધોબીખાનામાં સૌપ્રથમ આવેલી ઈલેક્ટ્રીક ઇસ્ત્રીમાંની એક જે હજુ પણ ઉપયોગમાં લેવાય છે

Sarojini meticulously folding a pile of freshly laundered clothes
PHOTO • Vibha Satish

સાવધાનીપૂર્વક તાજાં ધોયેલાં કપડાંનો ઢગલો વાળતાં સરોજિની

Neatly tied bundles of clothes ready for delivery
PHOTO • Vibha Satish

સરસ રીતે બાંધેલાં વિતરણ માટે તૈયાર કપડાંના બંડલ

અનુવાદક: ફૈઝ મોહંમદ

Student Reporter : Vibha Satish

বিভা সতীশ বেঙ্গালুরুর আজিম প্রেমজী বিশ্ববিদ্যালয় থেকে সম্প্রতি ডেভেলপমেন্ট-এ স্নাতকোত্তর উত্তীর্ণ হয়েছেন। শহুরে পরিসরে জীবিকা তথা সাংস্কৃতিক আদানপ্রদান ঘিরে তাঁর গভীর আগ্রহ থেকেই তিনি তাঁর স্নাতকোত্তর স্তরের অন্তিম বছরের পাঠ-প্রকল্পের অধীনে এই প্রতিবেদনটি রচনা করেছিলেন।

Other stories by Vibha Satish
Editor : Siddhita Sonavane

সিদ্ধিতা সোনাভানে একজন সাংবাদিক ও পিপলস আর্কাইভ অফ রুরাল ইন্ডিয়ার কন্টেন্ট সম্পাদক। তিনি ২০২২ সালে মুম্বইয়ের এসএনডিটি উইমেনস্ ইউনিভার্সিটি থেকে স্নাতকোত্তর হওয়ার পর সেখানেই ইংরেজি বিভাগে ভিজিটিং ফ্যাকাল্টি হিসেবে যুক্ত আছেন।

Other stories by Siddhita Sonavane
Editor : Riya Behl

মাল্টিমিডিয়া সাংবাদিক রিয়া বেহ্‌ল লিঙ্গ এবং শিক্ষা বিষয়ে লেখালিখি করেন। পিপলস্‌ আর্কাইভ অফ রুরাল ইন্ডিয়ার (পারি) পূর্বতন বরিষ্ঠ সহকারী সম্পাদক রিয়া শিক্ষার্থী এবং শিক্ষাকর্মীদের সঙ্গে কাজের মাধ্যমে পঠনপাঠনে পারির অন্তর্ভুক্তির জন্যও কাজ করেছেন।

Other stories by Riya Behl
Photo Editor : Sanviti Iyer

সম্বিতি আইয়ার পিপল্‌স আর্কাইভ অফ রুরাল ইন্ডিয়ার কনটেন্ট কোঅর্ডিনেটর। স্কুলপড়ুয়াদের সঙ্গে কাজ করে তাদের ভারতের গ্রামসমাজ সম্পর্কে তথ্য নথিবদ্ধ করতে তথা নানা বিষয়ে খবর আহরণ করার প্রশিক্ষণেও সহায়কের ভূমিকা পালন করেন তিনি।

Other stories by Sanviti Iyer
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad