જ્યારે પારી એ શિક્ષક હોય અને ગ્રામીણ ભારત વિષય હોય, ત્યારે આપણે જોયું છે કે તે શિક્ષણ વાસ્તવિક, સ્પષ્ટપણે સમજાય એવું, અને લાંબા સમય સુધી અસરકારક હોય છે.
અમારી સાથે ઇન્ટર્નશિપ કરી રહેલા આયુષ મંગલનો અનુભવ જાણો. તેમણે પારીમાં અમારી સાથેના તેમના સમય દરમિયાન ગ્રામીણ છત્તીસગઢમાં આદિવાસીઓ માટે આરોગ્ય સંભાળના અભાવ અને ઝોલા છાપ ડોકટરોની દુનિયા વચ્ચેની કડીનો અભ્યાસ કર્યો હતો. છત્તીસગઢના જાંજગીર ચંપા જિલ્લાના વિદ્યાર્થી કહે છે, “હું ખાનગી અને જાહેર, લાયકાત વાળા અને લાયકાત વગરના ડોકટરો વચ્ચેના ગૂંચવણભર્યા સંબંધોનો સાક્ષી બન્યો. કોઈપણ નીતિએ આનો ઉકેલ તો લાવવો જ પડશે.” આયુષ એ વખતે અર્થશાસ્ત્રમાં અનુસ્નાતકનો અભ્યાસ કરી રહ્યા હતા.
યુવાનો પણ હાંશિયામાં ધકેલાઈ ગયેલા એવા લોકો વિષે વધુ શીખી રહ્યા છે, જેમનો તેમના પાઠ્યપુસ્તકોમાં ઉલ્લેખ જ નથી હોતો. ઓડિશાના કોરાપુટમાં ગૌરા જેવા વિકલાંગ લોકો માટે રાજ્યના લાભો મેળવવા કેટલું મુશ્કેલ કામ છે તે અંગે પત્રકારત્વની વિદ્યાર્થીની સુભાશ્રી મહાપાત્રાએ કરેલા અહેવાલ લેખને તેણીને આ પ્રશ્ન પૂછવા મજબૂર કરી દીધી: “ગૌરાને આટલા ભાવનાત્મક અને શારીરિક તાણમાં ધકેલવા પાછળ કઈ શાસન વ્યવસ્થાનો અભાવ જવાબદાર હતો?”
સપ્ટેમ્બર ૨૦૨૨માં, પારી શિક્ષણ– પીપલ્સ આર્કાઈવ ઓફ ઈન્ડિયાની શિક્ષણ શાખા – તેના પાંચમા વર્ષમાં પ્રવેશી. આ વર્ષોમાં, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, સામાજિક પરિવર્તન માટેની સંસ્થાઓમાં કામ કરતા યુવાનો, અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ સામાન્ય લોકોના વિવિધ કૌશલ્યો અને જ્ઞાનની ઊંડી સમજ મેળવી છે. હાઈસ્કૂલના વિદ્યાર્થી પ્રજ્જવલ ઠાકુરે રાયપુર, છત્તીસગઢમાં ધન ઝુમરો નું દસ્તાવેજીકરણ કર્યું પછી તેણીની કહે છે, “તહેવારોમાં ખેડૂતોની ભૂમિકા અને ડાંગરના મહત્ત્વ વિષે હું વધુ સભાન બની... પારી એજ્યુકેશન સાથે કામ કરીને, મને હું જે સમાજમાં રહું છું તેના વિષે સમજવાનો એક નવો દ્રષ્ટિકોણ મળ્યો.”



