ગુજરાતના જૂનાગઢ જિલ્લાના માંગરોળ બ્લોકમાં આવેલા ઝરીવાડા ગામમાં કેટલાક લોકો આ વિચિત્ર વાહન ‘છકડા’માં ઉબડખાબડ અને કર્કશ અવાજવાળી સવારી તેના તીવ્ર અવાજ છતાં મુસાફરીનો આનંદ માણી રહ્યા છે. આ વાહન તમને સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં અથવા ગુજરાતના કચ્છ પ્રદેશમાં બધે જ જોવા મળી જશે. કારણ કે તેનાથી મુસાફરી કરવી ઘણી સસ્તી છે, તેથી રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો માટે આ વાહન તેમના સામાજિક અને આર્થિક જીવનનો એક અનિવાર્ય ભાગ બની ગયું છે.
T


JÅ«nÄgadh, Gujarat
|MON, MAY 26, 2025
પચ્છિમ ભારતમાં છકડાની સવારી
‘છકડો’ એક એવું વાહન છે જેનો અડધો ભાગ મોટરસાઇકલ અને અડધો ભાગ ગાડા જેવો હોય છે, જેને ‘જુગાડ’ કરીને બનાવવામાં આવે છે, જે સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં બધે જ જોવા મળી જશે
Author
Translator

Gurpreet Singh
તેને સ્થાનિક સ્તરે ડીઝલથી ચાલતા બુલેટના એન્જિનથી બનાવવામાં આવે છે, તેથી આગળથી તે મોટરસાઇકલ જેવું દેખાય છે. અને પાછળની બાજુએ, બે પૈડાંની ઉપર ગોઠવેલું એક ગાડા જેવું હોય છે

Gurpreet Singh
‘જુગાડ’થી બનાવેલું આ વાહન, તેના વિચિત્ર આકાર અને કદ હોવા છતાં, ઘણા પ્રકારના કામ કરે છે: મુસાફરોનું વહન કરે છે, કૃષિ અને બિન-કૃષિ માલસામાનની ખરીદી-વેચાણ કરે છે અને તેમને બજારમાંથી લાવવા લઈ જવામાં મદદ કરે છે, અને બાળકોને પણ શાળાએ લઈ જવા અને પાછા લાવવાના કામમાં આવે છે

Gurpreet Singh
તમારે કોઈ સામાન ક્યાંક લઈ જવો છે? કિક મારીને કે દોરી ખેંચીને સ્ટાર્ટ થતો છકડો તમને હરહંમેશ તૈયાર મળશે, જો કે તેમાંથી ઘણો તીવ્ર અને એક અલગ પ્રકારનો અવાજ નીકળે છે

Gurpreet Singh
1980ના દાયકા સુધી, સૌરાષ્ટ્રમાં પરિવહનનું મોટાભાગનું કામ પરંપરાગત બળદગાડા દ્વારા થતું હતું. ત્યારપછી, જેમ કે ત્યાંના લોકો કહે છે, જામનગરના મહારાજાએ પોતાની ગોલ્ફ કાર્ટ ભંગારમાં વેચી દીધી, જેની મદદથી એક સ્થાનિક વ્યક્તિએ નવા પ્રકારનું વાહન બનાવ્યું. અને આ રીતે ગ્રામીણ સૌરાષ્ટ્રના રસ્તાઓ પર છકડો દોડવા લાગ્યો

Gurpreet Singh
છકડા વાહનનો ઉપયોગ મોટેભાગે તેવા લોકો કરે છે, જેમની પાસે પોતાનો નાનો અને ઓછો સામાન બજાર પહોંચાડવા અથવા ત્યાંથી ઘરે લાવવા માટે મોંઘા ટ્રક કે અન્ય માલવાહક વાહનો પરવડી શકે તેમ નથી હોતાં. પરંતુ છકડો ભારે સામાન પણ લઈ જાય છે, જેમ કે નાળિયેર, ભૂસું, ખાતર, શાકભાજીના મોટા બોજ – અને સાથે જ મુસાફરો પણ. તે એટલો બોજ ઉપાડે છે કે તમે આશ્ચર્યચકિત થઈને આ પૂછવા માટે મજબૂર થઈ જશો કે આખરે આ ‘જુગાડ’ કેટલું વજન ઉપાડી શકે છે…

Gurpreet Singh
છકડાથી મુસાફરી કરવી ઘણી સસ્તી છે – એક મુસાફરને ફક્ત 5 થી 20 રૂપિયા સુધી જ ચૂકવવા પડે છે. તેથી જો તમે ક્યારેક સૌરાષ્ટ્ર જાઓ, તો તેમાં મુસાફરી કરવાનું ભૂલશો નહીં. ત્યાં આ વાહન તમને બધે જ મળી જશે, કારણ કે તે સ્થાનિક પરિવહનનો એક ભાગ છે. આ ઉપરાંત, તમારે છકડાના જોરદાર ‘સાઇલેન્સર’નો તે જબરદસ્ત અને લાંબા સમય સુધી મગજમાં ગુંજતો રહે તેવો અવાજ તો ચોક્કસ સાંભળવો જોઈએ
અનુવાદક: કનીઝફાતેમા
Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]
Donate to PARI
All donors will be entitled to tax exemptions under Section-80G of the Income Tax Act. Please double check your email address before submitting.
PARI - People's Archive of Rural India
ruralindiaonline.org
https://ruralindiaonline.org/articles/wheels-of-rural-indian-west-guj

