વર્ષ 2016માં યોજાયેલા 63મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં આ ફિલ્મને ‘બેસ્ટ પ્રમોશનલ ફિલ્મ’ શ્રેણીમાં સિલ્વર લોટસ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો
મહેશ્વર એ મધ્યપ્રદેશમાં નદી કિનારે આવેલું એક રળિયામણું શહેર છે, જે ઇતિહાસમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. 18મી સદીમાં, ઇન્દોર રજવાડા પર શાસન કરનાર અહિલ્યાબાઈ હોળકરે અહીં હાથવણાટની પરંપરાને પ્રોત્સાહન આપ્યું હતું. બે સદીઓથી પણ વધુ સમય વીત્યા પછી આજે પણ આ શહેર તેની મહેશ્વરી સાડીઓ માટે પ્રખ્યાત છે. વર્ષ 2012 અને 2015ની વચ્ચે, હેન્ડલૂમ ઉદ્યોગમાં વધતી જતી તકોને કારણે 200થી વધુ વણકરો મહેશ્વર સ્થળાંતર કરીને આવ્યા છે, જેમાંથી ઘણા ઉત્તર પ્રદેશના બારાબંકી શહેરના છે. જે ક્ષેત્ર અત્યારે ભારે પતન તરફ જઈ રહ્યું હોય, ત્યાં આ પ્રકારનું સ્થળાંતર અસામાન્ય અને પ્રવાહથી વિરુદ્ધ છે. એ પણ નોંધપાત્ર છે કે આ કળાને પુનર્જીવિત કરવામાં યુવાન વણકરો મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ આ ઐતિહાસિક શહેરના વણકર સમુદાય માટે એક પ્રેરણાસ્ત્રોત છે.
આ ફિલ્મમાં, આ યુવાન વણકરો પોતાની કહાની વર્ણવી રહ્યા છે.
અનુવાદક: કનીઝફાતેમા


