એન. સ્વામી બસવન્ના મંગલા ગામના એક ખેડૂત છે. તેમનું ગામ બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાનને એકદમ અડીને આવેલું છે, જ્યાં તેઓ તેમનાં પત્ની અને બાળકો સાથે રહે છે.
છ મહિનાના સમયગાળા દરમિયાન, સ્વામીએ કર્ણાટકના ચામરાજનગર જિલ્લામાં આવેલા ભારતના મુખ્ય વાઘ અભયારણ્યોમાંના એકની સીમમાં તેમના રોજિંદા જીવનના ફોટા પાડ્યા – જેમાં તેમના પરિવાર, પડોશીઓ, કામ, ખેતરો, પાક અને પશુઓનો સમાવેશ થાય છે. તેમનો આ ફોટો-નિબંધ વન્યજીવન સાથે જીવવા વિશેના એક મોટા સહયોગી ફોટોગ્રાફી પ્રોજેક્ટનો ભાગ છે, અને પારી પરની છ શ્રેણીમાંનો આ છઠ્ઠો નિબંધ છે (પહેલો, ‘વેન જયમ્મા સ્પોટેડ ધ લેપર્ડ’, 8 માર્ચ, 2017ના રોજ પ્રકાશિત થયો હતો.)











