2020 માં કોવિડ-19 ના ભયાનક અનુભવને યાદ કરતા 45 વર્ષના કયિલ ભુઇયાં કહે છે. "લોકડાઉન દરમિયાન અમે વિશાખાપટ્ટનમથી અમારે ઘેર જવા માટે સતત 12 દિવસ ચાલ્યા હતા." એ વખતે તેઓ અગનમપુડીમાં લાર્સન એન્ડ ટુબ્રોના એક બાંધકામના સ્થળે દાડિયા મજૂર તરીકે કામ કરતા હતા.
10 મહિલાઓ અને ચાર બાળકો મળીને તેઓ લગભગ 80 જણા લગભગ 1,000 કિલોમીટર પગપાળા ઝારખંડ ગયા હતા. "અમે દિવસ-રાત ચાલ્યા હતા. જ્યારે થાકી જતા હતા ત્યારે અમે એક કલાક સૂઈ જતા હતા, પછી ફરી ચાલવાનું શરૂ કરતા હતા." તેઓ છેક ઝારખંડના પલામુ જિલ્લાના રબદા ગામમાં આવેલા તેમના ઘર સુધી ચાલ્યા હતા.
લગભગ છ વર્ષ પછી કયિલે નેશનલ કેપિટલ રિજનથી, આ વખતે ટ્રેનમાં, આવી જ એક મુસાફરી કરીને બીજી ભયજનક વાસ્તવિકતા તરફ પાછા ફરવું પડ્યું હતું.
તેઓ પોતે ક્યારેય ચૂકવી શકે એમ નથી એવા દેવામાં ગળાબૂડ ડૂબેલા છે.
ઈરાન વિરુદ્ધના અમેરિકન-ઇઝરાયલી યુદ્ધને કારણે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) સિલિન્ડરોની તીવ્ર અછતથી સ્થળાંતરિત શ્રમિકોને સૌથી વધુ અસર પહોંચી છે.
તેઓ યાદ કરે છે કે માર્ચની શરૂઆતમાં, "બધાએ બીજું લોકડાઉન આવી રહ્યું છે એમ કહેવાનું શરુ કર્યું હતું." તેઓ નોઈડામાં એલ&ટી કન્સ્ટ્રક્શન સાઈટ પર કડિયા તરીકે દિવસના 500 રુપિયા પેટે કામ કરતા હતા.
પછીથી એલપીજીના ભાવ ત્રણ ગણા વધી ગયા હતા, એક કિલોગ્રામના 90 રુપિયાથી વધીને સીધા 300 રુપિયા. તેઓ કહે છે, "અમે [રસોઈ કરવા માટે] શટરિંગ મટિરિયલ અને પ્લાયવુડ બાળતા હતા."
અમે જેમતેમ કરીને કામ ચલાવ્યું." માંડ 10 દિવસ.








