શંકર મિરદ્વાડ, સિંહાસન પર બિરાજમાન ભગવાન ગણેશની 10 ફૂટ ઊંચીમૂર્તિની સૂંઢને પકડીને, માટી વડેતેને અંતિમ આકારઆપી રહ્યા છે. તેમનો એક હાથઆશીર્વાદની મુદ્રામાં ઊંચો થયેલો છે. આજુબાજુ નાળિયેરનાં છોતરાં અને પ્લાસ્ટર ઓફ પેરિસની ગુણીઓ વેરવિખેર પડેલી છે, અને તેનીબાજુમાં રંગની બાટલીઓ, રબર ડાઈના ડબ્બા અને મૂર્તિઓનાં બીબાંપડ્યાં છે. શંકરભાઈ કહેછે, “અમુક ભાગોમાં પીઓપીલગાવવાનું બાકીછે. એનાપછી, મૂર્તિ રંગકામ માટે તૈયાર થઈ જશે.”
જૂના હૈદરાબાદ શહેરના ધમધમતા વિસ્તાર ધૂલપેટમાં, મંગલહાટ રોડ પરતૈયાર અનેઅધૂરી મૂર્તિઓના ઢગલા પાછળ, તાડપત્રી અને વાંસથી બનેલો તેમનો માંડવો ભાગ્યે જ દેખાય છે. સાંકડી ગલીઓમાંથી પસાર થતા ટ્રકઅને ટેમ્પો જાણે ગોકળગાયની ગતિએધીમે ધીમેસરકી રહ્યા છે, જેમાં નાની-મોટી ગણેશજીની મૂર્તિઓ લઈ જવામાં આવી રહી છે – અહીં બનતીસૌથી ઊંચીમૂર્તિ 21 ફૂટની હોય છે. તાડપત્રીથી ઢંકાયેલી આ મૂર્તિઓ જ્યારે સામુદાયિક પંડાલો અને ઘરો તરફજાય છે, ત્યારે તેમની સાથે જયકાર બોલાવતા પુરુષોનાંટોળાં પણહોય છે.
શંકર જૂનમહિનાના છેલ્લા અઠવાડિયાથી આ માંડવામાં કામ કરી રહ્યા છે. તેઓ કહેછે કેમાલિક, જેશહેરની બહારછે, તેઓઆવા બીજાત્રણ વર્કશોપ પણ ચલાવે છે. જ્યારે મેંઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં મુલાકાત લીધી, ત્યારે દરેકવર્કશોપમાં 2-3 કારીગરો આવર્ષે સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં આવનારા ગણેશ ચતુર્થીના તહેવાર માટે મૂર્તિઓ તૈયાર કરવામાં વ્યસ્ત હતા.
શંકરભાઈ જણાવે છેકે કારીગરોની બીજી ટુકડી – જેશિલ્પકારોની હોયછે – તેઓદર વર્ષની જેમ જાન્યુઆરીની આસપાસ ધૂલપેટના કારખાનાઓમાં આવેછે અનેએપ્રિલ સુધીમાં કામ પતાવીને જતારહે છે. તેઓ કહેછે, “અમારી દુકાનમાં અમેકલકત્તાથી એક મૂર્તિકારને બોલાવીએ છીએ. તેઓચીનાઈ માટીમાંથી મૂર્તિ બનાવે છે. એકમોટી મૂર્તિને પૂરી કરતાં મૂર્તિકારને લગભગ 25 દિવસ લાગેછે.”






