“એલુમિનિયા પાતિરમ [એલ્યુમિનિયમના વાસણો]!
"હું મારું ગળું જેટલો અવાજ કાઢી શકે તેનો ઉપયોગ કરું છું. હું સ્પીકર્સનો ઉપયોગ કરતો નથી. તે માત્ર મારો શ્વાસ છે."
“મારું નામ ગણેસન છે. હું મારી સાયકલ પર જે વસ્તુઓ લઈ જઉં છું તે વેચું છું. પ્લાસ્ટિકમાંથી બનેલી આ ઘરગથ્થુ વસ્તુઓ અને ધાતુના વાસણો વેચીને હું મારા બાળકોનું પેટ ભરું છું. આજે ખાવું હશે તો મારે થોડા [પાણી ભરવાના] ઘડા વેચવા પડશે. ચાલો હું નીકળું!”
હું કારઈકુડી નજીક કાનડકાતનમાં ગણેસનને મળ્યો હતો. હું તસવીરો દ્વારા એક વ્યક્તિની વાર્તાનું દસ્તાવેજીકરણ કરવા માગતો હતો. હું જે દિવસે તેમને મળ્યો તે દિવસે 61 વર્ષના ગણેસન કોત્તમંગળમ ગામ ગયા હતા. તેમણે એક મોટા સ્મિત સાથે મારી વિનંતી સરળતાપૂર્વક સ્વીકારી હતી.






















