દક્ષિણકોલકાતાના જાદવપુર રેલ્વે સ્ટેશન પર ભીડભાડવાળા પ્લેટફોર્મપર ઊભા રહીને બ્રેશ્પતિસરદાર મોટેથી બૂમ પાડીને પૂછેછે, "તમને શું લાગેછે, આજે ટ્રેનમાં બેસવાનીજગ્યા હશે?" તેમની બાજુમાં રાહ જોઈને બેઠેલીમહિલાઓ નિરાશામાં માથું હલાવે છે અને તેમનોઆ સવાલ સાંભળીને હસીપડે છે.
બ્રેશ્પતિકેનિંગ જતી સાંજની 4:35 નીટ્રેનની રાહ જોઈ રહ્યાછે. ટ્રેન ઝડપથી જાદવપુર સ્ટેશન પર પહોંચે છે. મહિલાઓ ભીડમાં ધક્કામુક્કી કરીને પહેલેથી જ ભરેલા મહિલાઓમાટેના બે ડબ્બામાંના એકમાંઘુસવા તૈયાર થઈ જાય છે.
ઉત્તરકોલકાતાના સિયાલદાહ સ્ટેશનથી આવેલી આ ટ્રેન પાર્કસર્કસ, બાલીગંજ જંક્શન અને ઢાકુરિયા ખાતેરોકાઈ હતી. જાદવપુર પછી, તે બાઘા જતીન, ન્યુગડિયા અને ગડિયા ખાતેથોભશે - આ બધા મુખ્યત્વેદક્ષિણ કોલકાતાના મધ્યમ વર્ગના અને સમૃદ્ધ વિસ્તારોછે. જાધવપુરમાં - તેમજ માર્ગ પરનાબીજા સ્ટેશનો પર - રાહ જોતીમહિલાઓ દક્ષિણ કોલકાતાના આ વિસ્તારોમાં ઘરેલુકામકાજ કરે છે.
તેમાંથીઘણા 45-કિલોમીટર લાંબો સિયાલદાહ-કેનિંગ રુટ લે છે, જે 16 સ્ટેશનો પરથી પસાર થાયછે અને કેટલાક 65-કિલોમીટરલાંબા સિયાલદાહ-લક્ષ્મીકાંતપુર રુટની ટ્રેન લે છે, જે 25 સ્ટેશનો પર થોભે છેઅથવા બીજા કેટલાક દક્ષિણમાંવધુ આગળ જતી સિયાલદાહ-નામખાના લાઈન લે છે. તેથી કોલકાતામાં કેટલાક લોકો આ પૂર્વીયરેલ્વે ટ્રેનોને 'ઝી સ્પેશિયલ' કહેછે. ઝી એ બંગાળીમાંઘરેલુ કામકાજ કરતી મહિલાઓ માટેનોઅપમાનજનક શબ્દ છે.









