ગુલાબનીપાંખડીઓ, પાન પરની નસો. ઇર્શાદ હુસૈન આ બધું અનેબીજું ઘણું બધું ધાતુપર કોતરી શકે છે. તેઓએક કલાકાર છે, અનેતેમની કલા છે સિયાહ કલમ, આ કલા પીતલ નગરી (પિત્તળ શહેર) તરીકે જાણીતા ઉત્તર પ્રદેશના મુરાદાબાદની વિશેષતા છે.
પીરઝાદામાંતેમની વર્કશોપમાં તેમની આસપાસ ચારે તરફ દિવસદરમિયાન તેમણે કોતરેલા ટુકડાઓ પથરાયેલા છે: મોર, તેલનાદીવા, સ્વસ્તિકથી શણગારેલા કપ, પ્રાર્થના દરમિયાનવગાડવામાં આવતી ઘંટડીઓ અનેતલવારની મૂઠ પરનું સિંહનુંમાથું.
હુસૈનતેમના બાપદાદાના સમયથી કંઈ કેટલીય પેઢીઓથી સિયાહ કલમ કારીગરી સાથે સંકળાયેલા રહ્યા છે અને 10 વર્ષની ઉંમરથી જ તેમણે કામકરવાનું શરૂ કરી દીધુંહતું. તેઓ જે દીવાપર કોતરણી કરી રહ્યા છેતે લાકડાના એક નાના ટેબલ, ટિપાઈ, પર મૂકવામાં આવ્યોછે અને ટેબલ પરમૂકેલા બે પથ્થરો વચ્ચેગોઠવાવવામાં આવ્યો છે. દીવા સાથેબાંધેલો એક દોરો ટેબલનીનીચે જાય છે અનેતેમના જમણા પગથી પકડવામાંઆવ્યો છે. હુસૈન પેનનાઆકારના ટાંકણા પર એક લાકડીમારે છે ત્યારે ધાતુપર એક સુંદર ભાતઉભરી આવે છે.
તેઓપારીને કહે છે, "ગ્રાહકોઘણીવાર વ્યક્તિગત ભેટો માટે અનોખીભાત માંગે છે - હિન્દી, ઉર્દૂ, અંગ્રેજીમાં યુગલોના નામ, કુરાની સૂરાહ, દીવાલો પર લટકાવવા માટેનીકલાકૃતિઓ. હું તેમને ફૂલોથીસજાવું છું કારણ કેતેમને તે ગમે છે. મને ગુલાબના ફૂલોની ભાતવાળી કલાકૃતિઓ ખૂબ ગમે છે."
આ નિષ્ણાત કોતરણીકાર 10-ચોરસફૂટના ઓરડાના દરવાજા પર બેઠા છે, આઓરડામાં તેમનીસાથે બીજા કારીગરો પણહોય છે. તેઓ પોતાનાશરૂઆતના દિવસો યાદ કરતા કહેછે, "સીખને કે વક્ત યેકલાકારી લગતા થા [શીખતીવખતે તે એક કલાનાસ્વરૂપ જેવું લાગતું હતું], ઔર અબ બસકામ [હવે ફક્ત એકકામ હોય તેવું લાગેછે]."




















