શાસ્ત્રીજી, વાંસના ડંડા પર ઘાસવીંટાળીને બનાવેલી પોતાની લાંબી પૂંછડીને સંભાળીને રિક્ષામાં ગોઠવાય છે. તેમની સાથેતેમની મંડળીના 19 સભ્યો છે, બધાત્રણ ઓટોરિક્ષામાં ખીચોખીચ ભરાઈને અયોધ્યાના એક સ્ટેજ પરથીબીજા સ્ટેજ પર દોડી રહ્યા છે – દરેકે પૂરોમેકઅપ કર્યો છે અને પોશાક પહેરેલો છે. તેઓસૌ જાણેછે કેઆ થોડાપૈસા કમાઈલેવાની મોસમછે. આદશેરાનો મહિનો છે.
વિનાયક શાસ્ત્રી હનુમાનજીની ભૂમિકા ભજવેછે. તેઓરામકથા ગાયનમંડળીના દિગ્દર્શક-મેનેજર પણ છે, જેની શરૂઆત તેમણે 2002માં કરીહતી. જ્યારે તેઓ મંચ પરનથી હોતા, ત્યારે 60 વર્ષીય શાસ્ત્રીજી અયોધ્યાની એકપ્રાથમિક શાળામાં ભણાવે છે. તેમના પરિવાર પાસે શહેરની બહાર ખેતીની જમીનછે, અનેજમીનમાંથી થતીઆવકના પોતાના હિસ્સાનો ઉપયોગ તેઓઆ ગાયનમંડળી ચલાવવા માટે કરે છે. દશેરાના મહિના દરમિયાન, તેમની મંડળી દરરોજ સાંજે 6 વાગ્યાથી રાત્રે લગભગ 2 વાગ્યા સુધી અયોધ્યામાં ઓછામાં ઓછા ત્રણ મંચપર પ્રદર્શન કરે છે, દરેકશો બેથીત્રણ કલાકચાલે છે. આ થોડાં અઠવાડિયાંમાટે આતેમની રાતની નોકરી બની જાયછે. શિયાળામાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં, તેઓ સામાન્ય રીતે અઠવાડિયામાં ત્રણવાર પ્રદર્શન કરે છે. બાકીના વર્ષ દરમિયાન કોઈપ્રદર્શન હોતાનથી.
શાસ્ત્રીજી શોબુક કરાવનાર સ્થાનિક ક્લબ કેમહોલ્લા સમિતિઓ પાસેથી શો દીઠ ₹3,000 એડવાન્સ તરીકે લેછે. શોપછી વચનઅપાયેલા બીજા ₹2,000-2,500 ભાગ્યે જ પૂરાચૂકવાય છે. મંડળીના સભ્યોને તેમની સિનિયોરિટીના આધારે રાત્રિ દીઠ ₹200-300 ચૂકવવામાં આવેછે. શાસ્ત્રીજી આ પૈસામાંથી થોડાપૈસા પરિવહન, પોશાકો અને અન્યસામગ્રી માટેવાપરે છે. ઓફ-સિઝનદરમિયાન, આબધી વસ્તુઓ સ્થાનિક ધર્મશાળામાં મોટીલોખંડની પેટીઓમાં પેક કરીને સાચવી રાખવામાં આવે છે.
અયોધ્યાના રામકથાના કલાકારો ક્યારેક ધૂળવાળા અને જર્જરિત ઓડિટોરિયમમાં ગાયન અને અભિનય કરે છે, પરંતુ તેમનું અસલી મંચતો જૂનામહોલ્લાઓમાં કામચલાઉ રીતે ઊભાં કરાયેલાં સ્ટેજ જછે – જ્યાં ફાટેલો પડદો હોય, પાછળ ઝાંખા પડી ગયેલાં કુદરતી દૃશ્યોનાં ચિત્રો હોય, અનેક્યારેક ફૂંકમારીને ઉડાડેલા ટેલ્કમ પાઉડરમાંથી બનતાધુમાડાના ગોટાહોય છે.
સમયની સાથેરામકથાનો રંગ – એટલે કેરામાયણના પ્રસંગો અને અધ્યાયો, જેજોશ અનેશાનથી ભજવવામાં અને ગાવામાં આવેછે – તેપણ બદલાયો છે, જેમ અયોધ્યા પોતે બદલાઈ ગઈછે. વિનાયક શાસ્ત્રી જાણે છેકે તેમનું પ્રદર્શન હવે એકમોટા રાજકારણનો હિસ્સો બની ગયુંછે. તેઓકહે છે, “રામ કાનામ અબસબકા નામબન ગયા” – રામનું નામહવે સૌનોપોકાર બનીગયું છે.
શાસ્ત્રીજીની મંડળીનો સૌથી નાનો સભ્ય 12 વર્ષનો અક્ષય પાઠક છે, જે 10 વર્ષનો હતોત્યારથી સીતાની ભૂમિકા ભજવી રહ્યો છે. તે 7માધોરણમાં ભણેછે, પરંતુ દેખાવમાં જાણે ત્રીજા ધોરણનો વિદ્યાર્થી હોય તેવું લાગે. તેનાપાતળા બાંધાને જોઈને, શાસ્ત્રીજીએ અક્ષયને મંડળીમાં લીધો. શાસ્ત્રીજી અક્ષયના પિતાને ઓળખેછે, જેઓઉત્તર પ્રદેશના ફૈઝાબાદ તહેસીલના બેનીપુર ગામમાં પૂજારી છે. શાસ્ત્રીજી માનેછે કેસીતાજીનું પાત્ર કોમળ દેખાવું જોઈએકારણ કેતેમને ધરતીમાં સમાઈ જવાનું છે – જે તેમની મંડળીના પ્રદર્શનનો અંતિમ અંક હોય છે.




















