કૃષ્ણાવતી દોરી ભરેલા ખાટલા બનાવનાર આ પરિવારની ત્રીજી પેઢી છે, તેઓ હસતાં હસતાં કહે છે, “ખાટલા ભરવાનું મારા લોહીમાં છે. થારુ આદિવાસી સમુદાયના 45 વર્ષના આ મહિલા અમને કહે છે, "મારા લગ્ન પણ એવી વ્યક્તિ સાથે થયા છે જે હસ્તકલાના શોખીન છે!".
લગભગ ત્રણ દાયકાથી કૃષ્ણાવતી અને તેમના પતિ ચંદ્રપાલ સિંહ રાણા દોરી ભરેલા ખાટલા બનાવી રહ્યા છે - લાકડાને બદલે દોરી ભરેલા ખાટલા. તેઓ લાકડું કાપીને ખાટલાના પાયા બનાવે છે, અને પછી દોરી ભરે છે.
ઉનાળામાં તાપમાન વધે છે ત્યારે લોકો ગાદલાવાળા લાકડાના ખાટલાને બદલે દોરી ભરેલા ખાટલા પસંદ કરે છે, અને તેથી આ કારીગરો મે થી સપ્ટેમ્બર સુધી કામ કરે છે; બાકીનું વર્ષ તેઓ ખેતમજૂર તરીકે કામ કરે છે. કૃષ્ણાવતી રોજનું 350 રુપિયા દાડિયું રળે છે અને ચંદ્રપાલને તેમનાથી સો રૂપિયા વધુ મળે છે. તેમને વર્ષમાં લગભગ 120-150 દિવસ કામ મળે છે.















