જયશિંતા બાંદા, મુંબઈ શહેરની ઉત્તરે 16મી સદીના વસઈ કિલ્લાની સરહદે આવેલા કિલ્લાબંદર ગામમાં પોતાના ઘરના ઓટલા પર બેસીને માછીમારીની જાળ વણી રહ્યાં છે. તેઓ માછીમાર પરિવારમાંથી છે અને તે પોતે જાળ બનાવે છે. તેઓ કહે છે, “એક જાળી બનાવવામાં એક મહિનો લાગે છે.” જ્યારે જયશિંતાના પતિ અને બે દિકરા માછીમારીના વહાણ પર જાય છે, અને તેમની બે દીકરીઓ મુંબઈ નોકરી કરવા માટે જાય છે, ત્યારે તેઓ ઘરનું બધું કામ પરવારીને જાળ ગૂંથવાનું કામ કરે છે.
અનુવાદક: કનીઝફાતેમા

