પાંચ વર્ષની કીંજા બાભા મેઘાલયના ઈસ્ટ ખાસી હીલ્સ જીલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ખ્રાંગ ગામમાં રહે છે. આ દીકરી સાવરણીના ઘાસની ખેતી સાથે સંકળાયેલ ગરીબી રેખાથી નીચે જીવતા પરિવારમાંથી આવે છે. તેના પિતા ગામના છેવાડે ડુંગરાળ જમીન પર એક નાનું ખેતર ધરાવે છે.
ત્રણ બહેનો અને એક ભાઈમાં ત્રીજી આ કીંજા. તે ખ્રાંગ સ્થિત ભારત સરકારની ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ સ્કીમ હેઠળ કાર્યરત કેન્દ્રમાં અત્યારે આંગણવાડીમાં છે. આ ૧૫ વર્ષ જૂની આંગણવાડી છેલ્લા સાત વર્ષથી એકમાત્ર શિક્ષક શ્રીમતી ટેરેસા શેબોંગ ચલાવી રહ્યાં છે.
ફાટેલું ફરાક અને રબરના મોટા જૂતા પહેરીને કીંજા આંગણવાડી કેન્દ્ર પર પોતાનો દહાડો પસાર કરે છે.

















