હવામાંચૂલાના ધુમાડા અને શેકાઈ રહેલીજુવારની સુગંધ ફેલાયેલા છે. નજીકમાં હુરડાની ઉજવણી ચાલીરહી છે! હુરડા તરીકેઓળખાતી તાજી લણેલી જુવારએક લોકપ્રિય સ્વાદિષ્ટ વાનગી છે, અને ખેડૂતોપોતાની ફસલ લઈને આવ્યાછે અને સમગ્ર મરાઠવાડાનાગામડાઓ અને શહેરોમાં ઠેરઠેરનાની નાની દુકાનો ઊભીકરી છે.
જુવારનીખેતી કરનારા લોંઢ્યાચીવાડીના એક ખેડૂત સૂર્યકાંતમૈંડ કહે છે, "લોકોતેની આતુરતાથી રાહ જુએ છે." તેઓ જાલના જિલ્લામાં પોતાની પાંચ એકર જમીનમાંજુવારની બેદરી અને માલદાંડી જાતોનુંવાવેતર કરે છે. આપરિવાર અડધો પાક જુવારનાદાણા કૂંળાં હોય ત્યારે ડિસેમ્બરમાંલણે છે, અને બાકીનોપાક અનાજ બરોબર પાકેએ પછી ફેબ્રુઆરી અથવામાર્ચમાં લણે છે.
કાળજીપૂર્વકલણેલા જુવારના પાક (હુરડા) સાથેમૈંડ જાલના શહેર તરફ રવાનાથાય છે. 55 વર્ષના આ ખેડૂત કહેછે કે તેઓ દરસીઝનમાં 150 રુપિયે કિલોના ભાવે લગભગ 40 કિલોગ્રામજુવારનું વેચાણ કરે છે.
નાનકડીદુકાન પર હુરડા તૈયારકરવા એ એક ઇરાદાપૂર્વકની ધીમી પ્રક્રિયા છેઅને તેમાં મહિલાઓ મોટી ભૂમિકા ભજવેછે. જુવારના કૂંળાં ડૂંડાંને અગાઉની લણણીના જુવારના સૂકા ડંઠલનો ઉપયોગકરીને એક ખાડામાં શેકવામાંઆવે છે. લાકડાની લાંબીલાકડીઓમી મદદથી બંડલને ઉલટાવી-પલટાવીને સરખી રીતે શેકવામાંઆવે છે. અહીં સમયચાવીરૂપ છે. છત્રપતિ સંભાજીનગર (અગાઉના ઔરંગાબાદ) જિલ્લાના 45 વર્ષના ખેડૂત ભીમા નાના ઢાકણેસમજાવે છે, "તેને બહુ જલ્દીબહાર કાઢી લો તોતે કાચા રહે છે; બહુ લાંબા સમય સુધી રહેવાદો તો તે સુકાઈજાય છે."
ડૂંડાંશેકાઈ પછી મહિલાઓ તેમનીહથેળીઓ વચ્ચે દાણા ઘસે છેજેથી તેના છોતરાં નીકળીજાય. પછીથી રસોઈ શરૂ થાયછે. સવિતા ઢાકણે કહે છે "સવારથીમોડી સાંજ સુધી હુંબીજી મહિલાઓ સાથે રસોડામાં હોઉંછું. ખેતરોમાંથી સીધી આવતી વસ્તુઅમે પીરસીએ છીએ એ વાતનોઅમને ગર્વ છે."














