આલેખને પુલિત્ઝર સેન્ટરના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એકાઉન્ટેબિલિટી નેટવર્ક દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું.
પૂર્વભારતીય રાજ્ય ઝારખંડમાં બાસિંહ મુંડા તેમના પૂર્વજોનું સન્માન કરતી સ્મારક તકતીઓથીઘેરાયેલા મેદાનમાં ઊભા છે. પેઢીઓપહેલા એ વડવાઓ આદરણીયઆદિવાસી નેતા બિરસા મુંડાનાનેતૃત્વમાં વસાહતી શાસકોની મૂળ રહેવાસીઓ પ્રત્યેની વિમુખતા સામેના 1899 ના મુંડા બળવામાં જોડાયા હતા.
એક સદી કરતા વધુસમય પછી ઉંમરના ચાલીસનાદાયકામાં પહોંચેલા મુંડા જનજાતિના બાસિંહ જેવા આદિવાસી ખેડૂતોનિર્વાસનના નવા સ્વરૂપનો સામનોકરે છે. છેલ્લા આઠવર્ષોમાં સરકારે તેમની સંમતિ વિના અને તેમનેસૂચિત કર્યા વિના તેમની જમીનનાદસ્તાવેજોનું ડિજિટાઇઝેશન કર્યું છે. આ પ્રક્રિયામાંસેંકડો ખેડૂતોને સત્તાવાર દસ્તાવેજોમાં તેમની માલિકીની જમીન અચાનક ઓછીથઈ ગયાની, તેની સીમાઓ બદલાઈગઈ હોવાની અને તેમની માલિકીચૂપચાપ તેમના હાથમાંથી સરકી જતી હોવાની જાણ થઈ છે.
એપ્રિલમહિનાનો સમય છે, અનેરાજ્યની રાજધાની રાંચીથી 33 કિલોમીટર દૂર ખુંટી જિલ્લામાંદરગામા જવાના રસ્તે વસંત મહોરી છે. પ્રકૃતિની ઉજવણીના સ્થાનિક ઉત્સવ સરહુલના થોડા દિવસો પછીસ્થાનિક બજાર પ્રવૃત્તિઓથી ખૂબધમધમી રહ્યું છે.
તેમનાઘરની બહાર ઝાડ કાપીનેખેતી માટે સાફ કરેલીજમીનમાં બાસિંહ અને બીજા કેટલાક લોકોપલાશ અને પીપળાના ઝાડનીછાયામાં ભેગા થઈને તેમનીભાષા મુંડારીમાં ગપસપ કરી રહ્યાછે.
2023 માંબાસિંહને 20 કિલોમીટર દૂર ખૂંટીમાં આવેલાજમીન અને મહેસૂલ વિભાગનાકાર્યાલય તરફથી એક ઓનલાઈન કરરસીદ મળી હતી. બાસિંહઅને તેમના ભાઈઓની માલિકીની જમીન, જેના પર આપરિવાર ડાંગર અને બાજરી ઉગાડેછે તે, રસીદમાં 52 એકરઅને 52 ડિસમિલને બદલે ખોટી રીતે 52 એકર અને 5 ડિસમિલ તરીકે નોંધાયેલી હતી.
ડિસમિલએ મધ્ય અને પૂર્વભારતમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતો જમીન માપન એકમ છે, જે435.6 ચોરસ ફૂટ અથવાએક એકરના સોમા ભાગ બરોબરછે, આ શબ્દ પોતેજ 'ડેસિમલ' પરથી આવ્યો છે. આમ એક ડિસમિલ મુંબઈમાંસરેરાશ એક બેડરૂમવાળા એપાર્ટમેન્ટનુંકદ છે, અને બાસિંહનીજમીન સત્તાવાર રેકોર્ડમાં રાતોરાત અને કોઈ ચેતવણીવિના 47 ડિસમિલ ઓછી થઈ ગઈ હતી.
(આ પ્રકારનો અનુભવ કરનાર) બાસિંહ એકલા નહોતા.
બાસિંહકહે છે, “જમીનના દસ્તાવેજોમાંઘણી હેરાફેરી થઈ હતી. ડિજિટાઇઝેશનપહેલાં અમારા ખાતા [એક જૂથની સામૂહિકમાલિકીની જમીનનો ભાગ] નો રકબા [એકરમાં ક્ષેત્રફળ] અલગ હતું. તાજેતરના ઓનલાઇન દસ્તાવેજો અને રસીદોમાં કેટલાકપ્લોટ કાઢી નાખવામાં આવ્યાછે, અને રકબા ઘટાડી દેવામાં આવ્યું છે." તેઓ ઉમેરે છેકે તેમના જમીનના દસ્તાવેજો ડિજિટાઇઝ કરવામાં આવે ત્યારે તેમનેજાણ કરવામાં આવતી નથી, ઘણીવારસાવ અજાણતા જ આ ભૂલોજમીનમાલિકોના ધ્યાનમાં આવે છે.














