પરીભાષા એ ભારતીય ભાષાઓનો એક એવો પ્રોગ્રામ છે જે પારીના લેખોના વિવિધ ભારતીય ભાષામાં થતા રિપોર્ટિંગના તેમજ અનુવાદના કામમાં મદદ પૂરી પાડે છે. અનુવાદની ભૂમિકા પારીની દરેક વાર્તામાં મહત્વની રહી છે. અમારા સંપાદકો, અનુવાદકો, અને સ્વયંસેવકોની ટુકડી દેશની ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતાનું પ્રતિનિધિત્વ કરે છે તેમજ એ વાતનું પણ ધ્યાન રાખે છે કે બધી વાર્તાઓ જે લોકો પાસેની વાર્તા આવી છે એ તેમના સુધી પહોંચે.