“દીદી, શું આપણે ખરેખર અહીં આપણી પોતાની ભાષા વાંચી શકીશું?” 15 વર્ષીયઅંશ ઉરાવ હાથમાં કુડુખભાષાનું પુસ્તક પકડીને મને પૂછે છે.
અમે પશ્ચિમ બંગાળનાજલપાઈગુડીજિલ્લામાંચાના બગીચાના કામદારોનાં બાળકો માટેની શાળામાંછીએ. જે બગીચામાં અંશનાંઅને મારાં માતા-પિતાકામ કરે છે, તેલીશ નદીના કિનારે આવેલોછે.
અમારા પરિવારો, અહીંનામોટાભાગનામજૂરોની જેમ, ઓરાઓન જનજાતિનાછે. અમારા પૂર્વજો ચારપેઢી પહેલાં છોટાનાગપુર ઉચ્ચપ્રદેશ – એટલે કે હાલનાઝારખંડના રાંચી, ગુમલા અનેસિમડેગા જિલ્લાઓમાંથી અહીં આવ્યા હતા. ઘરે, અમે હજી પણઅમારા સમુદાયની ભાષા ‘કુડુખ’ બોલીએછીએ, પણ બહાર, અમેહિન્દી અને બંગાળી બોલીએછીએ. તેથી, અંશે ક્યારેયઅમારી માતૃભાષામાં કોઈ પુસ્તક જોયુંનહોતું.
હું અહીં જ, લીશ રિવર ચાના બગીચાનીઅંદર પાતીબારીમાં મોટી થઈ. વસ્તીગણતરીની પુસ્તિકામાં તેનું નામ ‘લિશરિવર’ લખેલું છે, પરંતુ ગામલોકોઅને સ્થાનિક વહીવટીતંત્ર ‘લીશ રિવર’ જોડણીનોઉપયોગ કરે છે.



















