ગારિયા ગામના શાળાના એક સાંથાલ શિક્ષકબાબુરજી કિસ્કુ યાદ કરે છે 1990 ના દાયકાની શરૂઆતમાં સિઉરી નજીક એક ત્યજીદેવાયેલી ખાણમાં તેનું મોટાભાગનું ભરાયેલું પાણી બહાર ખેંચીકાઢવામાં આવ્યું હતું. પાણીનું સ્તર ઘટ્યું ત્યારેછેક તળિયે રહેલી લગભગ 10 થી 15 બોરીઓ મળી આવી હતી - દરેકમાં માનવ શરીરના અવશેષોહતા. આ પીડિતો કોણછે તેની કોઈને ખબરન હતી પરંતુ બધાએતેઓ સાંથાલ હોવાનું માની લીધું હતું: (સાંથાલ) મહિલાઓ જેમના પર તેમના નિરીક્ષકોદ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હતો અને પછીથીતેમની હત્યા કરવામાં આવી હતી, એવાપુરૂષો કે જેમણે એકપત્ની અથવા બહેનની મર્યાદાનાઉલ્લંઘનનો વિરોધ કર્યો હતો અને તેમનીહત્યા કરવામાં આવી હતી, અથવાદૂરથી આવેલા શ્રમિકો જેઓ ખાણકામ અકસ્માતોમાંમૃત્યુ પામ્યા હતા અને તેમનામૃતદેહો અહીં ફેંકી દેવામાંઆવ્યા હતા. ખાણ માલિકો - જે તમામ મુખ્ય પ્રવાહનાદિકુ સમાજના પુરુષો હતા તેઓ - ખુલ્લેઆમબંદૂકો સાથે ફરતા હતાઅને પોલીસ અને રાજકારણીઓ સાથેતેમને મિત્રતાના સંબંધોના દાવા કરતા હતા, તેથી કોઈએ આ હત્યાઓનીતપાસની માંગ કરવાની હિંમતકરી નહોતી. કિસ્કુ કહે છે, "ઘણાપુરુષોએ મને કહ્યું કેતેમની પોતાની બહેનો પર તેમની નજરસામે બળાત્કાર થયો છે, અનેતેઓ વિરોધ કરે તો તેમનેબંદૂકની અણીએ ચેતવણી આપવામાંઆવતી હતી."
આવાજાતીય અત્યાચારો માત્ર પશ્ચિમ બંગાળ કે ભારત પૂરતાપણ મર્યાદિત નથી. વિશ્વભરના આદિવાસીવિસ્તારોમાં ખાણકામ અને ઔદ્યોગિકીકરણના બીજાસ્વરૂપો જાતીય હિંસા સાથે અસ્પષ્ટ રીતેસંકળાયેલા જણાય છે. યુનાઈટેડનેશન્સ સ્પેશિયલ રેપોર્ટર જેમ્સ અનાયાએ જાન્યુઆરીમાં જણાવ્યું હતું કે: "સ્થાનિકમહિલાઓએ જણાવ્યું છે કે ખાણકામનીયોજનાઓને પરિણામે સ્થાનિક સમુદાયોમાં શ્રમિકોના ધસારાને કારણે બળાત્કાર અને જાતીય હુમલાસહિત જાતીય સતામણી અને હિંસાના બનાવોમાંવધારો થયો છે." તેમણેઉમેર્યું હતું કે આવીઘટનાઓને પરિણામે એચઆઈવી સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે.
ડાયસજણાવે છે કે 1974 માંજ્યારે તેઓ પહેલી વારસિંગભૂમ (જે હવે ઝારખંડછે) માં આવ્યા હતાત્યારે "મેં જે બળાત્કારોનીવાત સાંભળી હતી તે માત્રવન રક્ષકો દ્વારા થતા હતા. આરીતે અહીં બળાત્કારની સંસ્કૃતિશરૂ થઈ હતી. અનેલગભગ 1985 સુધી એક આદિવાસીએકોઈ પર બળાત્કાર કર્યાનુંમેં ક્યારેય સાંભળ્યું નહોતું." યાંત્રિકીકરણનેકારણે ખાણકામમાં તેજી આવી અનેઅત્યાર સુધી અસ્પૃશ્ય રહેલાવિસ્તારો ખાણકામ માટે ખોલવામાં આવ્યાત્યારે પરિસ્થિતિ વણસી. ડાયસ આગળ જણાવેછે, "2005 થી સારંડાના જંગલમાંરોજની લગભગ 2000 ટ્રકો આવવા લાગી. દરેકટ્રક સાથે ડ્રાઇવર, ક્લીનરઅને બીજાઓ આ વિસ્તારોમાં આવતારહે છે." તેઓ કહે છેકે પરિણામે આ આદિવાસી વિસ્તારોમાંહજારો મુંડા, સાંથાલ અને હો મહિલાઓપર બળાત્કાર કરવામાં આવ્યો હતો અથવા તેમનેવેશ્યાવૃત્તિ માટે મજબૂર કરવામાંઆવી હતી. તેઓ ઉમેરેછે કે રાજ્યના જમશેદપુરઅને નોઆમુંડી જેવા દરેક મોટાસ્ટીલ શહેરોમાં આવેલી "આઝાદ બસ્તી" અથવાફ્રીડમ સ્લમ જેવી જગ્યાઓનાઅસ્તિત્વ માટે આવા જુલમનોબહુ-સ્તરીય ઈતિહાસ જવાબદાર છે. ડાયસ કહેછે કે ત્યાં વાસ્તવમાંફ્રી સેક્સ માટે અધિકારીઓ તેમનીઆદિવાસી રખાતની મુલાકાત લે છે - જેઆ જગ્યાઓના નામને સ્પષ્ટ કરે છે.
એ જ રીતે ઓડિશાસ્થિત ફિલ્મ નિર્માતા સૂર્ય શંકર દાસ યાદકરે છે કે લાંજીગઢવિસ્તાર જ્યાં ઘણા કોંધ પરિવારોરહેતા હતા ત્યાં 2002 માંયુકે સ્થિત માઇનિંગ કંપની વેદાંત રિસોર્સિસના આગમન પહેલા "જાતીયહિંસા લગભગ સાંભળવામાં આવીનહોતી." એ પહેલા થયેલાજે બળાત્કારોની વાત તેમની જાણમાંછે તે 1990 ના દાયકામાં આચરવામાંઆવ્યા હતા - તેમાંનો એક ડોંગરિયા કોંધડેવલપમેન્ટ એજન્સીનો હવાલો સંભાળતા સરકારી નૃવંશશાસ્ત્રી દ્વારા, અને બીજો લાંજીગઢમાંકાર્યરત એનજીઓના એક કર્મચારી દ્વારાકરવામાં આવ્યો હતો, જો કે, તેઓ કહે છે કેવેદાંતે એલ્યુમિનિયમ રિફાઇનરી બનાવવાનું શરૂ કર્યા પછી "ટ્રક ડ્રાઇવરો, સ્થળાંતરિત શ્રમિકો અને વેદાંતના ઠેકેદારોઅને કર્મચારીઓ દ્વારા સ્થાનિક છોકરીઓ અને મહિલાઓના અપહરણઅને બળાત્કારની ઘણી વાતો મેંગામલોકો પાસેથી સાંભળી હતી." દાસ ઉમેરે છેકે વેદાંતના "ગુંડાઓ" દ્વારા કથિત રીતે જેનુંઅપહરણ કરાયું હતું અને જેનીપર બળાત્કાર કરાયો હતો તે એકસક્રિય કાર્યકરની 9 વર્ષની દીકરી હતી - જે સદનસીબે બચીગઈ હતી. આ ફિલ્મનિર્માતા કહે છે, આજેલાંજીગઢમાં સેંકડો યૌનકર્મીઓ (સેક્સ વર્કર્સ) છે: આ એવીમહિલાઓ છે જેમના ગામરિફાઈનરી ઊભી કરવા માટેબળજબરીપૂર્વક સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા અને આમહિલાઓ નિરાધાર થઈ હતી અથવાસ્થળાંતરિતો દ્વારા જેમના પર બળાત્કાર કરવામાંઆવ્યો હતો અથવા ફસાવવામાંઆવી હતી અને પછીથીછોડી દેવામાં આવી હતી.
દાસએક અંતહીન યાદી આપે છે. "કોરાપુટમાં નાલ્કો રિફાઇનરી માટેની ટાઉનશીપ દમણજોડીમાં એક હજારથી વધુઆદિવાસી મહિલાઓ દેહવ્યાપાર કરે છે. સુકિંદાનીક્રોમાઇટ ખાણોમાં બંધક બિરહોર સમુદાયનીતમામ મહિલાઓ અને કિશોરીઓને પણટ્રક ડ્રાઇવરો અને ઠેકેદારોની હવસસંતોષવા વેશ્યાવૃત્તિ કરવા મજબૂર કરવામાંઆવ્યા છે. ઔદ્યોગિકીકરણને કારણેવિસ્થાપિત થયેલી અને હવે કલિંગનગરના ટ્રાન્ઝિટ કેમ્પમાં રહેતી છોકરીઓનું ટાટા કંપનીના ગુંડાઓદ્વારા યૌનશોષણ કરવામાં આવે છે. કલિંગાનગરમાં જિંદલની ફેક્ટરીની સામે દેહવ્યાપાર કરનારાઓનીઝૂંપડપટ્ટી ઊભી થઈ રહીછે.
દાસનાજણાવ્યા મુજબ કોરાપુટ જિલ્લામાંએક અલગ પડી ગયેલાપરોજા સમુદાયની જમીન 1980 ના દાયકામાં કોલાબજળાશયના નિર્માણ દરમિયાન પાણીની નીચે ડૂબી ગઈહતી, પરિણામે આ સમુદાયની આજીવિકાખોરવાઈ ગઈ હતી. જિલ્લાવહીવટીતંત્રના અધિકારીઓએ ગામલોકોને ધમકી આપી હતીકે જો તેઓને છોકરીઓનાપરંપરાગત સામુદાયિક શયનગૃહમાં કોઈ રોકટોક વગરમફત પ્રવેશ આપવામાં નહિ આવે તોગામલોકોને કાયદેસર રીતે ફરજિયાત અપાતુંતેમના હકનું રાશન રોકવામાં આવશે. તેમનો ઉદ્દેશ્ય આ છોકરીઓ સાથેશરીરસુખ માણવાનો હતો. એક નૃવંશશાસ્ત્રીનામ ન આપવાની શરતેસમજાવે છે કે શિકારકરીને, જંગલમાંથી ખોરાક એકઠો કરીને જીવતાઅને સ્થળાંતરિત ખેતી કરતા આદિવાસીઓમાંઆ સામુદાયિક શયનગૃહો, જ્યાં ગામની મોટી છોકરીઓ એકજ સામુદાયિક હોલમાં સૂતી હોય (છોકરાઓનેતેમના અલગ શયનગૃહ હોયછે), તે સામાન્ય જીવનશૈલીનોભાગ છે અને આપ્રથા "સામાજીકરણના અનોખા સ્વરૂપ" ને જનજાતિની આગામીપેઢી સુધી પહોંચાડે છે. આ નૃવંશશાસ્ત્રી કહે છે કેત્યાં આ કિશોરીઓ તેમનાથીથોડી મોટી ઉંમરની સખીઓપાસેથી ગીતો સ્વરબદ્ધ કરતા, નૃત્ય કરતા, પાક ઉગાડતા, ઔષધીયહેતુઓ માટે (વખત આવે, ગર્ભનિરોધકસહિતની) જડીબુટ્ટીઓનો ઉપયોગ કરતા, પ્રેમીઓને આપવા માટે કાંસકોઅને બીજી ભેટો બનાવતાશીખવાની સાથોસાથ "એથી આગળ વધીનેજ્યારે તમે કોઈની સાથેશારીરિક સંબંધ બાંધો અને જ્યારે નબાંધો ત્યારે રાખવી જોઈતી સંપૂર્ણ કાળજી” વિષે પણ જાણકારીમેળવે છે. આ દરેકશયનગૃહમાં તહેવારો માટે બીજા ગામમાંથીઆવતા વિજાતીય અવિવાહિત મુલાકાતીઓ પણ મહેમાન બનેછે. જનજાતિની આંતરિક એકતાને મજબૂત કરવા માટે મહત્વપૂર્ણએવા આ પ્રસંગો સામાન્યરીતે પ્રેમસંબંધ અને જાતીયસંબંધ તરફદોરી જાય છે, આદિવાસીપુરુષો અને મહિલાઓ તેનેલગ્ન માટેની તંદુરસ્ત શરૂઆત તરીકે જુએ છે.
જો કે જે દિકુપુરુષોને આ દૂરના પ્રદેશોમાંતૈનાત કરવામાં આવ્યા છે તેઓ આશયનગૃહોને નિરંકુશ સેક્સના અખાડા તરીકે જોવાનું વલણ ધરાવે છે, પરિણામે સેક્સની શોધમાં વારંવાર તેઓ આ જગ્યાઓમાંમોટી સંખ્યામાં ઘૂસી આવે છે. તેથી ઘણી જનજાતિઓને શયનગૃહોબંધ કરી દેવાની ફરજપડી છે, પરિણામે તેમનાયુવાનો આદિજાતિની સંસ્કૃતિના શિક્ષણથી અને પ્રેમની કળાનાપાઠ ભણવાથી વંચિત રહે છે. આચોક્કસ કિસ્સામાં પરોજા ગામે પણ જિલ્લાઅધિકારીઓને પ્રવેશ આપવાને બદલે પોતાનું શયનગૃહબંધ કરી દીધું હતું, પરંતુ તેમ છતાં રાશનનાબદલામાં મહિલાઓને અધિકારીઓની સેક્સ-ભૂખ સંતોષવાની ફરજપડે છે.
2008 માંઓડિશાના એક વિડિયો કલેક્ટિવકેબીકે સમાચારના મહંમદ અશલમે એટલી જ પરેશાનકરનાર એક બીજી ઘટનાનોઅહેવાલ આપ્યો હતો, કાલાહાંડી જિલ્લામાંએક પરંપરાગત મેળાવડામાં યુવાન આદિવાસી પુરુષો અને સ્ત્રીઓ ગીતોગાતા હતા અને નૃત્યકરી રહ્યા હતા ત્યારે એકજીપમાં ત્યાં પહોંચેલા માનવતસ્કરો ત્યાં ઘૂસી જઈને મહિલાઓનેખેંચી ગયા હતા. આએકાદ છૂટીછવાઈ ઘટના નથી. ગયાવર્ષે, ઓડિશાના રાઉરકેલામાં આદિવાસી મહિલા સુરક્ષા મંડળની લીલી કુજુરે એકમોબાઇલ રિપોર્ટિંગ સેવા સીજીનેટ સ્વરાનેમાહિતી આપી હતી કેઓડિશાના માત્ર એક જ જિલ્લા, સુંદરગઢમાંથી 40000 થી વધુ આદિવાસીમહિલાઓ માનવતસ્કરીનો ભોગ બની ચૂકીછે, જેમાંથી 15000 તો તેઓ ક્યાંજઈ રહ્યા છે તેના કોઈસગડ વિના સાવ અચાનકગાયબ જ થઈ ગઈછે.
ઝારખંડનાસક્રિય કાર્યકર ગ્લેડસન ડુંગડુંગના જણાવ્યા અનુસાર માત્ર દિલ્હીમાં લગભગ 5 લાખ આદિવાસી છોકરીઓઅને મહિલાઓ છે, જેઓ મુખ્યત્વેઘરોમાં ઘરેલુ નોકર તરીકે તોકામ કરે જ છેપણ વેશ્યાઓ તરીકે પણ કામ કરેછે. પ્લેસમેન્ટ એજન્સીઓ (નોકરી અપાવતી સંસ્થાઓ) ના દલાલો આદિવાસીગામડાઓમાં, ખાસ કરીને જ્યાંખાણકામ દ્વારા ખેતીમાંથી મળી રહેતી આજીવિકાખોરવાઈ ગઈ છે ત્યાંફરે છે, શહેરમાં નોકરીનાખોટા વચનો આપીને મહિલાઓનેલલચાવે છે. ડુંગડુંગનો આરોપછે કે આ એજન્સીઓસરહુલ અને કરમના આદિવાસીતહેવારો દરમિયાન હરાજીનું આયોજન પણ કરે છે, જેમાં તેઓ મહિલાઓને બીજાદલાલોને અથવા સીધા જસંભવિત નોકરીદાતાઓને વેચે છે. માનવતસ્કરીનોભોગ બનેલી ઘણી મહિલાઓનું જાતીયશોષણ કરવામાં આવે છે, કેટલીકનીહત્યા કરવામાં આવે છે, અનેબીજી કેટલીક બાળક સાથે પાછીફરે છે ત્યારે તેમનાપોતાના સમુદાયો જ તેમને સ્વીકારવાનોઈનકાર કરે છે. ઘણીમહિલાઓ તો તેઓ ક્યાંજઈ રહ્યા છે તેના કોઈસગડ વિના સાવ અચાનકગાયબ જ થઈ જાયછે. ડુંગડુંગ કહે છે કેસિમડેગા જિલ્લામાં આવેલા "મારા વતનના ગામમાંપાછો જાઉં ત્યારે ભાગ્યેજ કોઈ છોકરીઓ દેખાયછે. તે બધી જગાયબ થઈ ગઈ છે."
છત્તીસગઢમાં, જ્યાં સરકારી દળો અને માઓવાદીગેરીલાઓ વચ્ચેના હિંસક સંઘર્ષને કારણે ખાણકામ અને વિસ્થાપનની વિનાશકઅસર અનેકગણી વધારે છે ત્યાં તોપરિસ્થિતિ વધારે ખરાબ છે. 2005 નીઆસપાસથી શરૂ કરીને, સેન્ટ્રલરિઝર્વ પોલીસ ફોર્સ અને સરકાર-સમર્થિતસશસ્ત્ર આદિવાસી દળ સલવા જુડુમેલગભગ 50000 આદિવાસીઓને શિબિરોમાં રહેવાની ફરજ પાડી હતીજેથી માઓવાદીઓ સાથેનો સંપર્ક તોડી શકાય. દિલ્હીયુનિવર્સિટીના નૃવંશશાસ્ત્રી નંદિની સુંદરના અંદાજ મુજબ બીજા એકલાખ જેટલા આદિવાસીઓ આંધ્રપ્રદેશ ભાગી ગયા હતા. સુંદર કહે છે કેઆ રાજ્યના પ્રતિનિધિઓ "લોકોની હત્યા કરી રહ્યા હતા, જ્યારે જ્યારે તેઓ મહિલાઓને પકડેત્યારે તેમની પર બળાત્કાર કરતાહતા અને શિબિરોમાં રહેતીછોકરીઓનો ઉપયોગ સેક્સ સ્લેવ (યૌન દાસી) તરીકેકરતા હતા." સુંદર સમજાવે છે - ખાણકામ સામેનાવિરોધને રોકવા માટે - હવે બાવીસ સીઆરપીએફચોકીઓએ ઉત્તર બસ્તરના રાવઘાટ ખાણ વિસ્તારને ઘેરીલીધો છે અને દાંતેવાડાનાભાગોમાં દર 5 કિમીના અંતરેઆવી શિબિરો મળી શકે છે. આ સુરક્ષા કેન્દ્રો સામાન્ય રીતે શાળાના પરિસરમાંઆવેલા હોય છે, અનેપુરૂષો બેરોકટોક ફરતા હોવાથી ઘણીછોકરીઓ હવે શાળાએ જતાખૂબ ગભરાય છે. જંગલમાં પોલીસઅથવા સૈનિકોનો સામનો કરવાના ડરથી ભાગ્યે થોડાલોકો જ ત્યાં જવાનીહિંમત કરે છે.
તહેલકામેગેઝિન દ્વારા તાજેતરમાં પ્રકાશિત અહેવાલ અનુસાર સત્તાવાર આંકડાઓ કહે છે કેછેલ્લા એક દાયકામાં છત્તીસગઢમાંથી 9000 આદિવાસી મહિલાઓ માનવતસ્કરીનો ભોગ બની છે, જો કે, સક્રિય કાર્યકરોમાને છે કે હકીકતમાંઆ આંકડો 10 ગણો છે. ગયાવર્ષે એડવોકેટ સુધા ભારદ્વાજે નોંધ્યુંહતું કે સલવા જુડુમદ્વારા કથિત રૂપે આચરવામાંઆવેલા 99 બળાત્કારો માટે સરકારે હજીસુધી એક પણ એફઆઈઆરનોંધી નથી - આ બળાત્કારો અંગેવિગતવાર સોગંદનામા પર કાર્યવાહી કરવામાટે છત્તીસગઢ સરકારને 2011 માં સર્વોચ્ચ અદાલતેઆદેશ આપ્યો હોવા છતાં કોઈજ કાર્યવાહી કરવામાં આવી નથી. 'કાયદાનારક્ષકો' દ્વારા આચરવામાં આવતા અત્યાચારો પ્રત્યેઆટલી ગણતરીપૂર્વકની સહિષ્ણુતા જોતા ઘણા નિરીક્ષકોનુંમાનવું છે કે હવેખાણ ઉદ્યોગના લાભ માટે રાજ્યદ્વારા આદિવાસીઓના દમનને પરિણામે થતા માનવ અધિકારોનાઉલ્લંઘન પ્રત્યે ભારત સરકાર ઉદાસીનછે.
અડધીસદી પહેલાં નૃવંશશાસ્ત્રી વેરિયર એલ્વિને અવલોકન કર્યું હતું કે ઘોટુલ, અથવા મુરિયા આદિવાસી સમુદાયના કિશોરો માટેના શયનગૃહ એ વિચારનું સમર્થનકરે છે કે "યુવાનોનેશીખવવું જોઈએ, સ્વતંત્રતા અને આનંદ કોઈપણભૌતિક લાભ કરતાં વધુમૂલ્યવાન છે, મિત્રતા અનેસહાનુભૂતિ, આતિથ્ય અને એકતાને પ્રાથમિકતાઆપવી જોઈએ, અને આ બધાથીઆગળ વધીને માનવ પ્રેમ - અનેતેની શારીરિક અભિવ્યક્તિ - સુંદર, શુદ્ધ અને મૂલ્યવાન છે." ભારતના લગભગ તમામ ઘોટુલહવે નાબૂદ થઈ ગયા છે. ડાયસકહે છે તેને બદલેદિકુ વિશ્વ દ્વારા આચરવામાં આવતા જાતીય અનેબીજા હુમલાઓના સતત સંપર્કના પરિણામેઆદિવાસી યુવાનો- "સંખ્યાની દ્રષ્ટિએ કદાચ ભલે ઓછા, પરંતુ એ ખતરનાક થોડાયુવાનો હિંસાને જાતીય સંબંધોનું અભિન્ન અંગ માનતા થઈગયા છે."
* * *
ફ્રેન્ચ-અલ્જેરિયન ક્રાંતિકારી ફ્રેન્ટ્ઝ ફેનને લખ્યું હતું કે દરેકવતની તેના વસાહતી માલિકનીજગ્યા લેવાની - તેની પથારીમાં સૂવાનીઅને જો શક્ય હોયતો તેની પત્ની સાથેસંભોગ કરવાની ઈચ્છા રાખે છે. એકયુવા સાંથાલ પુરુષની મહત્વકાંક્ષા હવે વાંસળી વગાડવાનીઅને કવિતા રચવાની નથી. તેને બદલેહવે તે દિકુ સમાજજેને 'સફળ' પુરૂષની સાથેજોડે છે એ બધુંજ હાંસલ કરવા માગે છે: એર-કન્ડિશન્ડ સ્કોર્પિયો અથવા, તે ન મળેતો, મોટરસાયકલ, જીન્સ, ગોગલ્સ, બ્રાન્ડેડ સિગારેટ, વિદેશી દારૂ, ફેન્સી મોબાઈલ ફોન અને મહિલાઓપ્રત્યે તિરસ્કારપૂર્ણ વલણ. આ તમામતેની આસપાસના ખાણકામ ઉદ્યોગના માલિકો અને મેનેજરોની અસરહેઠળની જીવનશૈલીના ઘટકો છે. પરંતુખાણનો માલિક દિવસના લાખો રુપિયા કમાઈશકે છે જ્યારે તેનોશ્રમિક તો રોજના માંડસોથી ત્રણસો રુપિયા કમાય છે, અનેપરિણામે ઘણા આદિવાસી પુરુષોતેમની ભોગવવાની નવી જાગેલી ઇચ્છાસસ્તો દારૂ પીને સંતોષેછે.
દેબઅને બીજાઓના જણાવ્યા અનુસાર બીરભૂમના પુરૂષ શ્રમિકો સામાન્ય રીતે તેમને મળતાદાડિયાનો ત્રીજો ભાગ દરેક ખાણનીનજીક અને દરેક ગામમાંઆવેલી દારૂની દુકાનોમાંથી દારૂ ખરીદવા પાછળખર્ચે છે. અગાઉ સાંથાલોમાત્ર ધાર્મિક પ્રસંગોએ જ પીવા માટેમહુવાના ઝાડના ફૂલોમાંથી ખૂબ મહેનતથી દારૂબનાવતા હતા. હવે સસ્તોવ્યાપારી દારૂ હંમેશા મળીરહે છે. ઘણા પુરૂષોએવો પણ દાવો કરેછે કે ખાણમાં કામકરવું એ શારીરિક રીતેએવું તો સજારૂપ છેકે દિવસના અંતે તેમને નશોકરવો પડે છે. એકહેવાની ભાગ્યે જ જરૂર છેકે મોટાભાગની ઘરેલુ હિંસા, જેનો ભોગ મુખ્યત્વેમહિલાઓ અને બાળકો બનેછે એ માટે મદ્યપાનજવાબદાર છે. તદુપરાંત મદ્યપાનનેકારણે (લગ્ન માટે) લાયકસાંથાલ પુરૂષોનો સમૂહ ઘટ્યો છેઅને તેથી સાંથાલ મહિલાઓમાંદિકુ પ્રેમીઓનું આકર્ષણ વધ્યું છે.
આદિવાસીમહિલાઓની પહોંચ ગુમાવવાથી સાંથાલ પુરુષોમાં હતાશા અને ગુસ્સો વધીરહ્યા છે. દિકુ પુરૂષોઅને આદિવાસી મહિલાઓ વચ્ચે સાચા "પ્રેમ" લગ્નોની સંખ્યા વધવા ઉપરાંત બીરભૂમઅને ઝારખંડમાં ઘણી સાંથાલ મહિલાઓનેખાસ કરીને શરીર સુખ માટેનહીં, પણ જમીનની પહોંચમાટે, બહારના લોકો દ્વારા નિયંત્રિતકરવામાં આવી રહી છે. ખાસ કરીને બીરભૂમમાં ખાણનો આખો પટ્ટો જેજમીન પર આવેલો છેતે એક સમયે સંથાલોનીમાલિકીની હતી - પરંતુ લગભગ તમામ ખાણોબહારના લોકોની માલિકીની છે. આદિવાસીઓની જમીનબિન-આદિવાસીઓને વેચવી એ ગેરકાયદેસર છે, તેથી દિકુઓએ ખોટા સાંથાલ નામનોઉપયોગ કરીને અથવા સાંથાલ મહિલાનેફસાવીને જમીન હડપ કરીલીધી છે. દેબ કહેછે કે પ્રેમી કાંતો સાંથાલ મહિલા સાથે લગ્ન કરેછે અથવા કાયમ માટેતેને રખાત તરીકે રાખેછે, "જે પછી તેપુરુષ એ મહિલાની જમીનપર ખાણકામ કરી શકે છેઅથવા તેના નામે જમીનખરીદી શકે છે." ટાટાઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સનાવર્જિનિયસ ઝાક્સાએ નોંધ્યું છે તેમ, ઝારખંડમાંપણ આવા સંબંધો સામાન્યછે, જ્યાં સામેલ મહિલાઓને "માત્ર દિકુની સાથી તરીકે જનહીં પણ જમીનની માલિકીઆદિવાસીઓ પાસેથી બિન-આદિવાસીઓને નામેકરવાના માર્ગ તરીકે પણ જોવામાં આવેછે."
પરિણામેયુવાન સાંથાલ પુરુષો છે કે જેમ-જેમ ખાણકામનો વિસ્તારવધતો જાય છે તેમ-તેમ તેઓ તેમનીમહિલાઓની સાથોસાથ તેમના પરંપરાગત વ્યવસાયો, સ્વાયત્તતા અને સ્વાભિમાન ગુમાવીરહ્યા છે. અને તેઓપોતાનો રોષ મહિલાઓ પરઠાલવી રહ્યા છે. તાજેતરના વર્ષોમાંબીરભૂમના સાંથાલ યુવાનોની ટોળકીએ ત્રણ સાંથાલ મહિલાઓનીનગ્ન પરેડ યોજી હતી: તેમાંની એક તેના બંગાળીદિકુ પ્રેમી સાથે મળી આવીહતી, અને બીજી બેમહિલાઓ દિકુ પુરુષો સાથેસંબંધ ધરાવતી હોવાની માત્ર શંકા હતી.
પછીથીપીડિતોમાંના એક નીમપહારી ગામનીફુલમણિ (નામ બદલવામાં આવ્યુંછે), તેમની વાર્તા કહે છે. 2010 નાઉનાળામાં તેઓ તેમની બેસખીઓ સાથે નજીકના જંગલમાંજાંબુ ખાવા ગયા હતાત્યારે તેમના જ ગામના સાંથાલયુવાનોએ તેમને પકડી લીધા હતાઅને આરોપ લગાવ્યો હતોકે તેઓ ગુપ્ત રીતેપ્રેમીઓને મળતા હતા. ફુલમણિકહે છે કે એયુવાનો, જેઓ સમુદાયમાં વધુશિક્ષિત હતા, તેમણે આત્રણેય મહિલાઓને આખી રાત અટકાયતમાંરાખ્યા હતા - મહિલાના પરિવારના સભ્યો અને માઝીએ દરમિયાનગીરીકરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને પણ ધમકી આપીહતી. ઘટનાસ્થળે હાજર કેટલાક ગામલોકોનાજણાવ્યા મુજબ, એક સાંથાલ યુવાનેતા રોબિન સોરેન, કે જેઓ કથિતરીતે ખાણના માલિકો માટે કામ કરતાહતા તેમણે અગાઉ યુવાન અપરિણીતસાંથાલ મહિલાઓ પાસેથી મોબાઈલ ફોન છીનવી લેવાનોઅને જો તેઓ દિકુસાથે પકડાય તો તેમને સજાકરવાનો ફતવો બહાર પાડ્યોહતો. મહિલાઓને બંધક બનાવનારાઓએ ફુલમણિનાસંબંધીઓને કહ્યું હતું કે સોરેનનેબોલાવવામાં આવ્યો છે અને તેમહિલાઓના કેસની "સુનાવણી" કરશે.
બીજેદિવસે સવારે મોટરસાઇકલો પર સવાર યુવાનસાંથાલ પુરુષોનો મોટા અને રોષેભરાયેલા રસાલા સાથે સોરેન આવીપહોંચ્યો હતો. ફુલમણિ અનેબીજા લોકોના જણાવ્યા મુજબ સોરેને તેનાસમર્થકોને રોકવા માટે મન વગરમાત્ર કહેવા પૂરતો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનાસમર્થકો ફુલમણિને અને તેની એકસખીને નગ્ન કરીને (ગામવાસીઓત્રીજી મહિલાને બચાવવામાં સફળ રહ્યા હતા) તેમને નગ્ન અવસ્થામાં જબાજુના ગામ સુધી ઢસડીગયા હતા અને પાછાલાવ્યા હતા. ફુલમણિ, જેઓહજી આજ સુધી ખૂબગભરાયેલી રહે છે તેઓકહે છે કે તેઓઆખરે બેહોશ થઈ ગયા હતાપરંતુ ફુલમણિને તેમના અંગત ભાગોને પંપાળતા "કોઈ જ જાતની શરમવગરના" એ પુરુષો હજીઆજે પણ યાદ છે. ત્યારથી ફુલમણિ તેમણે પોલીસને જેમના નામ આપ્યાં છેતેવા લોકોની ધમકીઓને કારણે ગામ છોડીને ભાગીગયા છે; અને આનગ્ન પરેડની તસવીરો મોબાઇલ ફોન દ્વારા વહેતીકરવામાં આવી હોવાથી તેઓઆ વિસ્તારમાં ક્યાંય પણ કામ મેળવવાજવામાં ખૂબ શરમ અનુભવેછે. તેને બદલે ફુલમણિહવે જંગલમાંથી સાલના પાંદડા એકઠા કરી, તેનેસીવી તેમાંથી પ્લેટ બનાવી, સૂકવી અને પછી દસ-દસ પૈસામાં એકપ્લેટ વેચીને જીવે છે. તેઓહકીકત જણાવતા કહે છે, "જોસૂરજ નીકળે તો મને ખાવામળે છે. જો નનીકળે તો હું ભૂખીરહું છું."
નગ્નપરેડની ઘટનાઓ બીજે પણ બનીછે, જેમ કે 2007 માંઆસામના ગુવાહાટીમાં બંધારણીય અધિકારો માટેની કૂચમાં ભાગ લઈ રહેલીએક યુવા આદિવાસી મહિલાનેનગ્ન કરીને શહેરમાં ફેરવવામાં આવી હતી. જોકે, અગાઉ ક્યારેય સાંથાલોદ્વારા તેમના પર દુષ્કર્મ કરવામાંઆવ્યું નથી. બીરભૂમમાં યોજાયેલીપરેડો એ સોરેને જેમનેકથિત રીતે જનજાતિ-દ્રોહીતરીકે ઓળખાવી હતી તેવી મહિલાઓપ્રત્યેના યુવાનોના રોષની નકલ કરતી અભિવ્યક્તિહોવાનું જણાય છે. નોંધનીયરીતે સાંથાલ પુરુષોને બંગાળી મહિલાઓ પણ મળતી નથી - અને પોતાના સમુદાયની મહિલા મેળવવાની ઓછી આશા ધરાવતાપુરુષો ખાસ કરીને જાતીયહિંસાનો આશરો લે છે. સમગ્ર ઇતિહાસમાં આપણને આવું જોવા મળેછે અને 19 મી સદીના કુલીવેપારના ચોંકાવનારા આંકડાઓ પણ આવું દર્શાવેછે. 1871 માં એક સત્તાવારઅભ્યાસમાં જાણવા મળ્યું છે કે ગિયાનામાંભારતના બંધક શ્રમિકોમાં, જ્યાંદર પાંચ પુરુષોએ માત્રબે મહિલા કુલીઓ ઉપલબ્ધ હતી ત્યાં જાતીયઈર્ષ્યાથી પ્રેરિત હત્યાઓની ઘટનાઓનો દર ભારતની તુલનામાં 90 ગણો હતો - અને જે બેજિલ્લાઓમાંથી મોટા ભાગના કુલીઓઆવતા હતા ત્યાંની તુલનામાં 142 ગણો હતો. જેમની હત્યાકરાઈ હતી તે તમામલગભગ મહિલાઓ હતી.
અલબત્ત, આ કુલીઓ, તેમના પરિવારો, સમુદાયો અને તેમની પરંપરાઓથીહિંસક ભંગાણમાંથી પસાર થયા હતા. વેંકટેશ્વર સમજાવે છે કે, પરિવર્તનનોઅનુભવ કરતી તમામ સંસ્કૃતિઓમાં "ખાસ કરીને જ્યારે જેમની પર તે ફેરફારોનીઅસર પડતી હોય છેતેમનું એ ફેરફારો પરકોઈ નિયંત્રણ ન હોય ત્યારેમહિલાઓ હિંસા અને દમનનું લક્ષ્યબને છે કારણ કેતેઓ જે સાચવવાની જરૂરછે, જે ખોવાઈ રહ્યુંછે તેના પ્રતીકો છે. સંતાનના વાહક તરીકે મહિલાઓભવિષ્ય માટે આશાનો સ્ત્રોતપણ છે અને તેથીમહિલાઓને ગુમાવવી એ સમુદાય માટેએક ગુમાવેલા ભવિષ્યનો સંકેત છે."
કમનસીબીએ છે કે યુ.એસ.માં નેશનલપબ્લિક રેડિયોએ પણ આ નગ્નપરેડ વિષે એવું કહ્યુંહતું કે આ પરેડનોઆદેશ "ગામના વડીલો" દ્વારા આપવામાં આવ્યો હતો. પરંતુ સપ્ટેમ્બર 2012 માં સોરેનની ટોળકીના હાથે આ અનેબીજા દુર્વ્યવહારનો ભોગ બનેલા કેટલાકસાંથાલોની જુબાનીઓ સાંભળવા માટે આ વિસ્તારનાસો કરતાં વધુ માઝીઓ એકપરિષદમાં ભેગા થયા હતા. નાની પરિષદોનું અવલોકન કરનાર પડેલ કહે છેકે "મારા માટે આપરિષદો ખરેખર કાર્યરત લોકશાહીના શ્રેષ્ઠ ઉદાહરણો છે... જે રીતે દરેકનેબોલવાની છૂટ હોય છે, મહિલાઓને અને પુરૂષોને, અનેએક જ સમયે બોલતાદરેકની વચ્ચે એક અદ્ભુત લયહોય છે અને એવીક્ષણો જ્યારે એક વક્તા પરસંપૂર્ણ ધ્યાન રાખીને બાકીની બધી વ્યક્તિઓ મૌનહોય છે." આ પરિષદે સોરેનસહિતના અપરાધીઓને જનજાતિમાંથી બહાર મૂક્યા હતા. હવે બીજેએમએમના બેનર હેઠળ કાર્યરતસાંથાલ માઝીઓએ પણ સુબલપુરમાં બિમલાનાકેસની પ્રતિક્રિયારૂપે આદિવાસીઓની શાસનપ્રણાલીઓને ગેરકાયદેસર ઠેરવવાની મુખ્ય પ્રધાન બેનર્જીની તાજેતરની હાકલનો વિરોધ કરવા રેલીઓનું આયોજનકર્યું છે, જેમાં હજારોનીસંખ્યામાં આદિવાસીઓ ભાગ લે છે. જાતીય હિંસા આધુનિકતાની વિનાશક અસરોનું એક લક્ષણ છે. સાંથાલ માઝીઓના મત પ્રમાણે તેમનીજનજાતિઓની સંસ્કૃતિ અને અખંડિતતાને આધુનિકતાનીવિનાશક અસરોથી બચાવવાનો એકમાત્ર રસ્તો છે એક સમયેસાંથાલોમાં પ્રચલિત સાચી સ્વ-શાસનવ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવી.
દેશભરનાપીડિત આદિવાસીઓ કહે છે કેતેમના સમુદાયોના વિઘટનને ધીમું પાડવાનો એકમાત્ર રસ્તો બહારની દુનિયાના પગપેસારા સામે લડી લેવાનોછે. પર્વતની તળેટીમાં લાંજીગઢમાં આદિવાસી સંસ્કૃતિની વિકૃતિથી નારાજ થઈને ગયા વર્ષેઓડિશાના નિયમગિરીના ડોંગરિયા કોંધ સમુદાયે વેદાંતકંપનીને પર્વતની ટોચ પર ખાણકામકરતા રોકવાનો સામૂહિક નિર્ણય લીધો હતો. અનેડોંગરિયા સમુદાયની એક વ્યક્તિએ પત્રકારઅમિતાભ પાત્રાને કહ્યા પ્રમાણે સરકાર અને કંપનીએ આવિસ્તારમાં દળો મોકલ્યા હતાજેઓ "અમને મારતા હતા, અમારા લાંબા વાળ પકડીને અમનેઘસડતા હતા, અમારા ઘરોમાંઘૂસણખોરી કરતા હતા, અમારીમહિલાઓ અને છોકરીઓ પરહુમલો કરતા હતા, પગરખાંપહેરીને અમારા પવિત્ર સ્થાનકોમાં ઘૂસીને અમારા દેવતાઓનું અપમાન કરતા હતા, અનેઅમારી કીમતી ચીજવસ્તુઓ લૂંટતા હતા. શું શિક્ષિતલોકો આવા કામ કરે?
અત્યારસુધી તો પરિસ્થિતિ એવીછે કે દેશભરના આદિવાસીઓકહી શકે છે આસવાલનો જવાબ ભારપૂર્વકની "હા" છે.
ઘણાઅખબારોએ સુબલપુરમાં જે બન્યું તેને 'મધ્યકાલીન' બર્બરતા તરીકે વર્ણવ્યું હતું એ વાતથીદિશોમ-માઝી હેમ્બ્રોમ ખૂબવ્યથિત છે. તેઓ જણાવેછે કે સાંથાલ સંસ્કૃતિએહંમેશા મહિલાઓના અમુક અધિકારોને સ્વીકાર્યાછે, હજી સુધી મુખ્યપ્રવાહના સમાજમાં આ અધિકારો સંપૂર્ણપણેસ્વીકારાયા નથી. ઉદાહરણ તરીકે, 19મી સદીના સમાજ સુધારક ઈશ્વરચંદ્રવિદ્યાસાગરનો જન્મ એક સાંથાલગામના એકમાત્ર બંગાળી પરિવારમાં થયો હતો, જ્યાંતેમણે વિધવા પુનર્વિવાહની પ્રથા જોઈ હતી જેનોતેમણે આખરે હિન્દુ સમાજમાંપ્રચાર કર્યો હતો. હેમ્બ્રોમ કહેછે કે વિદ્યાસાગરે ક્યારેયતેમના વિચારના સ્ત્રોતનો ઉલ્લેખ કર્યો નહોતો, કારણ કે તેસમયે મોટાભાગના દિકુઓ આદિવાસીઓને પ્રાથમિક અવસ્થામાં જીવતા જંગલીઓ તરીકે જોતા હતા, અનેતેથી તેમને આ પ્રથાને નકારવામાટેનું વધુ એક કારણમળ્યું હોત. હેમ્બ્રોમે તારણકાઢે છે, "સુબલપુરમાં જે કંઈ પણથયું તે મધ્યકાલીન બર્બરતાબિલકુલ ન હતી, પરંતુઆધુનિક બર્બરતા હતી."
એક કથિત રીતે પછાતસમાજ તેની મહિલાઓ સાથેજે રીતે વર્તે છેતેનો ઉપયોગ વખતોવખત એ સમાજને સભ્યબનાવવાના પ્રયાસોની જરૂર માટેના બહાનાતરીકે કરવામાં આવે છે. એનુંએક ઉત્તમ ઉદાહરણ સતીપ્રથા છે, 19 મી સદીના બ્રિટિશપ્રકાશનોએ તેનું વિગતવાર, સ્પષ્ટ અને સચિત્ર વર્ણનકર્યું છે. એક સદીપછી બ્રિટીશ ગુપ્તચરોએ એક સંશોધન માટેભંડોળ પૂરું પાડ્યું, જે પાછળથી મધરઈન્ડિયા (1927) પુસ્તકરૂપે પ્રકાશિત થયું, આ એક ખૂબવેચાયેલ પુસ્તક છે, જેમાં હિંદુપુરુષોને પીડોફાઈલ (બાળ યૌન અપરાધી -બાળકો પ્રત્યે લૈંગિક આકર્ષણ ધરાવનાર) તરીકે દર્શાવવામાં આવ્યા હતા. જો કેઆ બંને ઝુંબેશ આંશિકરીતે ચોક્કસ સત્યો પર આધારિત હતીપરંતુ તેમની પાછળનો અંતર્ગત હેતુ મહિલાઓ અનેછોકરીઓને બચાવવાનો નહીં પરંતુ સામ્રાજ્યવાદીશાસનની તરફેણમાં અનુકૂળ અભિપ્રાય ઊભો કરવાનો હતો. ઈતિહાસકારોએ બતાવ્યું છે તે મુજબઅંગ્રેજોએ કર વસૂલીની સુવિધામાટે રજૂ કરેલા જમીનઅધિનિયમના પ્રતિભાવરૂપે સતી પ્રથાને વધુવેગ મળ્યો હતો: વિધવાઓની માલિકીનીજમીન હડપ કરી જવામાટે તેઓને મારી નાખવાનું અચાનકલાભકારક બની ગયું હતું. આ રોગ જેને કારણેવકર્યો તે - વસાહતીકરણ - નેજ પછીથી ઉપચાર તરીકે ઓળખાવવામાં આવ્યું હતું.
પડેલઅને બીજાઓને શંકા છે કેરાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રસારમાધ્યમોમાંસુબલપુર મામલાના ધ્યાન ખેંચે તે રીતે પ્રકાશિતથયેલ સાવ ખોટા અહેવાલ, જે ભારતની આદિવાસી પરિષદોની કથિત બર્બરતાને દર્શાવેછે, તે પણ આવોજ હેતુ સર કરવામાટે હોય એમ બનીશકે છે. ભારતમાં આદિવાસીઓતરફથી થતો પ્રતિકાર એદેશમાં ખાણકામની કામગીરીમાં થયેલા સેંકડો, સંભવતઃ હજારો અને ભવિષ્યમાં થનારાઅબજો ડોલરના રોકાણના માર્ગમાં એક અવરોધ બનીનેરહી ગયો છે. ગયાવર્ષે ડોંગરિયા કોંધ પરિષદ દ્વારાલેવામાં આવેલા નિર્ણયને પરિણામે લાંજીગઢ સંકુલમાં વેદાંત કંપનીનું એક કરોડ ડોલરનુંરોકાણ જોખમમાં મૂકાયું હતું, આ સંકુલ નિયમગિરીમાંથીખનન કરવામાં આવનાર ઓરને શુદ્ધ કરવામાટે તૈયાર કરવામાં આવ્યું હતું. આવી પરિષદ દ્વારાસામૂહિક-બળાત્કારનો આદેશ આપવામાં આવેછે તેવા વર્ણનને વિગતોમાંઊંડા ઊતરીને કોઈ તપાસ કર્યાવિના સ્વીકારી લેવાથી - અને સાથોસાથ વિકાસનાનામે આખાય આદિવાસી સમાજનોકેવી રીતે નાશ કરવામાંઆવી રહ્યો છે તેની અવગણનાકરવાથી - એક ઉત્તમ નિયો-વસાહતી હેતુ સર થઈશકે છે: વિકાસને રુંધતીઆ ગ્રામસભાઓ પર પ્રતિબંધ મૂકવામાટેનો કેસ ઊભો કરવોઅને દિકુ નફા માટેઆદિવાસીઓના જળ-જંગલ-જમીનહડપ કરવાનું કામ પાર ઉતારવું.
આલેખ મૂળરૂપે ગ્રિસ્ટ મીડિયા પર પ્રકાશિત થયો હતો
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક