મોનાનીઆંખો બંધ છે. તેમના એક હાથમાંતપાવેલો સળિયો છેઅને બીજા હાથમાંપોલી વાંસની લાકડી. ઓરડો ધુમાડાથી ભરાઈગયો છે. તેમનીઆંખો હજી પણબંધ છે, તેઓસળિયા વડે વાંસમાંએક કાણું પાડેછે, પછી બીજુંઅને વળી બીજું. એમ કુલ છકાણાં પાડે છે.
આંખોખોલીને તેઓ કહેછે, "વાંસળી બનાવવામાટે કુશળતા જરૂરીછે અને વધુવાંસળીઓ બનાવવા માટેઝડપ જરૂરી છે." અને પછી તેઓહસીને ઉમેરે છે, "પુરુષોઆ ન કરીશકે. આ એકઅઘરું કામ છે!"
મોનાત્રીજી (તેઓ આ નામ વાપરવાનું પસંદ કરે છે) પેઢીના વાંસળી બનાવનાર કારીગર છે. 35 વર્ષના મોના કહેછે, "વાંસળી એકસરળ છતાં એકજટિલ વાદ્ય છે. કાણાં વિના તેવાંસની લાકડી માત્રછે, પરંતુ યોગ્યરીતે કાણાં પાડેલીવાંસળીમાં બધી ધૂનસમાયેલી છે, તે કાન્હા જી [ભગવાન કૃષ્ણ] નુંપ્રતીક છે."
તેઓપ્લાસ્ટર કર્યા વગરનાઓરડાની વચ્ચે સળગતાકોલસા સાથેના માટીનાચૂલાની બાજુમાં બેઠાછે. છત પરનીઆ ઓરડાની એકમાત્રબારીમાંથી સૂર્યપ્રકાશ અંદરઆવે છે; બહાર, આકાશમાં સમડીઓ ચકરાવા લગાવ્યા કરે છે.













