રેશનની દુકાનના માલિક અનેરાજકીય કાર્યકર્તા બી. કૃષ્ણૈયાએ 9 મીડિસેમ્બરને રવિવારના રોજ સાંજે 7:30 વાગ્યે મને ફોન પરકહ્યું હતું, “અમને ગાંધીજીનીડાયરીમાંથી તમારો નંબર મળ્યો. હાઇવે નજીક એક ગાડીએતેમને ટક્કર મારી હતીઅને પરિણામે તેમનું મૃત્યુથયું છે."
હું છેલ્લે ગંગપ્પા - અથવા 'ગાંધી' - ને 24 મી નવેમ્બરનારોજ બેંગ્લોર-હૈદરાબાદ હાઇવેપર તેઓ ચાલતાહતા ત્યારે મળ્યો હતો. સવારના લગભગ 10:30 વાગ્યા હતા. તેઓગાંધીનો વેશ ધારણ કરીને પોતાનું રોજીંદુ કામ શરૂકરવા અનંતપુર શહેર જઈરહ્યા હતા. તેઓ અનંતપુરથીલગભગ આઠ કિલોમીટર દૂરરાપતાડુ ગામમાં રસ્તાની બાજુમાંઆવેલી એક ભોજનશાળામાં રહેતાહતા. ભોજનશાળાના માલિક વેંકટરામી રેડ્ડીકહે છે, "લગભગ બે મહિનાપહેલા કોઈકે મને કહ્યુંહતું કે એક વૃદ્ધમાણસને રહેવા માટે જગ્યાનીજરૂર છે, તેથી મેંતેમને અહીં રહેવા દીધા. હું ક્યારેક તેમને ભોજનપણ આપતો." મનેફોન કરનાર કૃષ્ણૈયા ઘણીવારઅહીં ચા પીતા અનેક્યારેક ગંગપ્પા સાથે વાતોકરતા.
મે 2017 માં મેં પારી માટેગંગપ્પા વિશે એક વાર્તા લખી હતી. તેસમયે તેમની ઉંમર લગભગ 83 વર્ષની હતી. 70 વર્ષ સુધીખેતમજૂર તરીકે કામ કર્યાપછી તેમણે પોતાની જાતનેમહાત્માનું નવું રૂપ આપ્યુંહતું - ગાંધીનોવેશધારણકરેલા ગંગપ્પાપશ્ચિમ આંધ્રપ્રદેશના અનંતપુર શહેરમાં સાર્વજનિકસ્થળોએ જોવા મળતા હતા. આ રીતે ભીખમાગીને તેમને થતી આવકતેમણે ખેતમજૂરી કરીને કરેલીકમાણી કરતાં વધુ હતી.
2016 માંખેતરોમાં કામ કરતી વખતેબેહોશ થઈ જતા ગંગપ્પાએખેતમજૂર તરીકે કામ કરવાનુંબંધ કર્યું. પછીથી તેમણેપૈસા માટે દોરડા ગૂંથવાનુંશરૂ કર્યું, પરંતુ આવૃદ્ધ માણસનો એ કસબ ઝાઝીકમાણી કરાવી શક્યો નહીં. ત્યારે તેમણે ગાંધીનો વેશધારણ કરવાનું નક્કી કર્યું.
રોજબરોજનીવસ્તુઓનો ઉપયોગ કરીને તેમણેઆ પોશાક જાતેતૈયાર કર્યો હતો. તેમણેપોતાને મહાત્માની જેમ "ચમકાવવા" માટે 10 રુપિયાના પ્લાસ્ટિકડબ્બામાંના પોન્ડ્સ પાવડરનો ઉપયોગકર્યો હતો. રસ્તાની બાજુનીદુકાનમાંથી ખરીદેલા સસ્તા ગોગલ્સએ તેમના ગાંધીચશ્મા હતા. સ્થાનિક બજારમાંથી 10 રૂપિયામાં ખરીદેલી શેરડી તેમનીચાલવા માટેની લાકડી હતી. પોતાનો મેકઅપ અને પોશાકબરોબર છે કે નહીંતે જોવા માટેતેઓ ક્યાંકથી મળેલા મોટરબાઈકનારીઅર-વ્યૂ મિરરનો (પાછળનુંદ્રશ્ય જોવા માટેના અરીસાનો) ઉપયોગ કરતા હતા.



