જ્યારે 32 વર્ષીય પોસાની અશ્વિન બપોરના સમયે પોતાના પરિવારના ઘરેથી નીકળ્યા, ત્યારે તેમણે પોતાનાં 76 વર્ષીય દાદી, પોસાની લક્ષ્મી અમ્માના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લીધા. જ્યારે તેઓત્રણ કલાકપછી પાછાફર્યા, ત્યારે તેમનું સ્વરૂપ સંપૂર્ણપણે, ભલે ક્ષણિક રૂપે જ કેમ નહીં, બદલાઈ ગયુંહતું, અનેત્યારે તેમનાં દાદીએ તેમના ચરણસ્પર્શ કર્યા. આ બંને આદરપૂર્ણ ક્રિયાઓની વચ્ચે એકસદી જૂનીપરંપરા સમાયેલી છે, જે સમગ્ર સમુદાયની શ્રદ્ધાનું પ્રતિક છે – અને તે છે પોથુરાજુ પરંપરા.
જ્યારે અશ્વિન, પોથુરાજુના ભયાનક દેખાવમાં, આખા શરીરે કંકુઅને હળદરથી લપેટાયેલા, હાથમાં ચાબુક વીંઝતા અને ક્રોધિત મુદ્રામાં જોશભેર ઘરેપાછા ફર્યા, ત્યારે ફૂટપાથ અનેઘરની બાલ્કનીઓમાં ઉભેલા ભક્તોએ તેમના પર ફૂલોની વર્ષા કરી. જ્યારે તેઓદક્ષિણ-પૂર્વ હૈદરાબાદના મેકલ બંડાવિસ્તારમાં આવેલા ‘લક્ષ્મી નિલાયમ’ના દરવાજામાં પ્રવેશ્યા, ત્યારે તેમણે પોતાનો ચાબુક ફટકારીને ઉત્સાહિત અને હર્ષોલ્લાસ કરતી ભીડને વિખેરી નાખી. ઘરની અંદર, તેમનો સામનો પોતાનાંદાદી સાથેથયો. તેમણે આંખોમાં આંસુ સાથેઝૂકીને અશ્વિનના ચરણ સ્પર્શ કર્યા. અશ્વિનની આઠ વર્ષની ડરી ગયેલી દીકરી, શાસરા, જે હજીપણ તેનાપિતાને આરૂપમાં જોવાટેવાયેલી નથી, તે તેનીમાતા કવિતાની પાછળ સંતાઈ ગઈ. શાસરાનો મોટો ભાઈ, 10 વર્ષનો ઋત્વિક પણ તેના પિતાના આ ભયાવહ અવતારથી દૂર રહ્યો.
અશ્વિન કહેછે, “પોથુરાજુ બન્યા પછીહું સંપૂર્ણપણે દેવીની અવસ્થામાં હોઉંછું. મારાશરીર પરમારો કોઈકાબૂ રહેતો નથી. હું દેવીની ઈચ્છા મુજબ જવર્તન કરુંછું. જ્યારે હું મારા પોતાના ઘરે જાઉં છું, ત્યારે પણમને તેનું ભાન નથી હોતું. દેવી જ મનેબધું માર્ગદર્શન આપે છે.”
છેલ્લાં પાંચ વર્ષથી, અશ્વિન બોનાલુના દિવસે પોથુરાજુ બને છે. તેલંગાણા રાજ્યમાં અષાઢ (જૂન-જુલાઈ) મહિનામાં દેવી મહાકાળીને સમર્પિત આ એકવાર્ષિક ઉત્સવ છે. આ ઉત્સવની શરૂઆત મેકલ બંડાથીલગભગ 12 કિલોમીટર દૂર આવેલા ગોલકુંડાના કિલ્લાથી થાય છે અનેશહેરના જુદાજુદા ભાગોમાં ચાર રવિવાર સુધીચાલે છે.







