શ્રીલાલ સહાની એક સંગીતકાર છે. તેઓ સ્થાનિક રીતે લખપતિબાબુ તરીકે પણ ઓળખાય છે, અને પશ્ચિમ બંગાળના બોલપુરમાં તેમના પરિવાર સાથે રહે છે. તેમની પાસે હાથ પાછળ રાખીને બે વાદ્યો – ઢોલ અને ઝાંઝ – વગાડતાં સાયકલ ચલાવવાની અનોખી કળા છે.
27 વર્ષથી, શ્રીલાલ દરરોજ તેમની સાયકલ પર બે સફર કરે છે – એક સવારે સ્થાનિક બજારમાં માછલી વેચવા માટે અને બીજી સાંજે શાંતિનિકેતનની શેરીઓમાં, તેમનું સંગીત વગાડતા છ કિલોમીટરનું અંતર કાપીને.



