હમણાંની જ વાત છે, ઓડિશાનાનુઆપાડા જિલ્લાથી છત્તીસગઢનાગરિયાબંદ જિલ્લા તરફ જતાં, મેં ગરિયાબંદનાબ્લોકમુખ્યાલયદેવભોગ થઈને ગાડી ચલાવી. ત્યાં મેં સાયકલ પર સવાર યુવાન વ્યક્તિઓ અને બાળકોનું એક અનોખું ટોળું જોયું.
તેઓ ભવ્ય, લગભગ શાહી દેખાવવાળાપોશાકમાં સજ્જ હતા. તેમણે હાર, ચમકદાર કોટ, ઘૂંઘરુવાળીઝાંઝર, અને વિવિધ પ્રકારની પાઘડીઓપહેરી હતી. એકે તો વરરાજાની પાઘડી પણ પહેરી હતી. મેં મનમાં વિચાર્યું: તેઓ ચોક્કસ કોઈ નાટકની મંડળીનો ભાગ હોવા જોઈએ.
હું ઊભો રહ્યો, તેઓ પણ ઊભા રહ્યા, અને તરત જ હું તેમના ફોટા લેવા લાગ્યો. જ્યારે મેં તેમને પૂછ્યું કે તેઓ ક્યાં જઈ રહ્યા છે, ત્યારે લગભગ 25 વર્ષના સોમબરૂયાદવે કહ્યું, “અમે દેવતા સમક્ષ નૃત્ય કરવા દેવભોગ જઈ રહ્યા છીએ.”
ગુલશન યાદવ, કીર્તન યાદવ, સોમબરૂ, દેવેન્દ્ર, ધનરાજ અને ગોબિંદ્રાનુઆગુડા ગામના રહેવાસી હતા, જે દેવભોગબ્લૉકનીકોસમકાની ગ્રામ પંચાયતમાં, જ્યાં હું તેમને મળ્યો હતો ત્યાંથી લગભગ 7-8 કિલોમીટર દૂર આવેલું છે. તેમના ગામમાંતેઓ કાં ખેડૂતો, કાં ખેતમજૂરો અથવા હજુ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ છે.


