ઓગસ્ટ 9, 2023. નાંગનેરી: એક સરકારી શાળામાં નાતજાત આધારિત જુલમની ટીકા કરવા બદલ 11 મા ધોરણમાં ભણતા દલિત વિદ્યાર્થી ચિન્નદુરઈ પર વર્ચસ્વ ધરાવતી જ્ઞાતિના સહપાઠીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તેને અપંગ બનાવી દેવામાં આવ્યો હતો.
ફેબ્રુઆરી 12, 2025. શિવગંગઈ: "તારી જાતિની કોઈ વ્યક્તિ અમારી સામે વાહન ચલાવવાની હિંમત કેવી રીતે કરી શકે?" શિવગંગઈ સરકારી કોલેજમાં બીએસસીના ત્રીજા વર્ષના વિદ્યાર્થી અય્યાસામી પર બાઇક ચલાવવા બદલ હિંસક હુમલો કરવામાં આવ્યો હતો, અને તે જીવ લઈને નાઠો હતો.
માર્ચ 10, 2025: અરિયનાયગિપુરમ: ઉભરતા કબડ્ડી ચેમ્પિયન દેવેન્દ્રરાજની દલિત ટીમની જીત સામે ઉચ્ચ જાતિના પુરુષોએ વાંધો ઉઠાવ્યા બાદ દેવેન્દ્રરાજ પર ક્રૂર હુમલો કરવામાં આવે છે.
જુલાઈ 31, 2025: આરમુગમંગળમ: બીજી જાતિની છોકરી સાથે પ્રેમ કરવા બદલ કવિન સેલ્વગણેશની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવે છે.






























