મહાબલીપુરમમાં, બંગાળની ખાડીના કિનારે, માછીમારો શનિવારે સાંજે ચાર વાગ્યે દરિયામાંથી વિરામ લઈને પત્તાં રમી રહ્યા છે
તેમનો દિવસ વહેલી સવારે, સૂર્યોદય પહેલાં શરૂ થાય છે, જ્યારે તેઓ દરિયો ખેડવા માટે રવાના થાય છે. તેઓ થોડા કલાકો સુધી (જે તે ઋતુ પ્રમાણે) માછલીઓ પકડે છે, અને જ્યારે તેઓ કિનારે પાછા ફરે છે ત્યારે સામાન્ય રીતે હજુ સવાર જ હોય છે, જ્યાં તેમની પકડેલી માછલીઓની વેપારીઓ દ્વારા હરાજી કરવામાં આવે છે. પછી માછીમારો ઘરે જાય છે, ભોજન કરે છે અને તેમનો થાક ઉતારે છે. ત્યારબાદ, તેઓ તેમની જાળીઓની મરામત કરવા માટે કિનારે પાછા ફરે છે. દિવસનું કામ પૂરું થયા પછી તેઓ પત્તાં રમીને આરામ કરે છે.
અનુવાદક: કનીઝફાતેમા


