તો આખરે, મહારાષ્ટ્રમાં હવે બળદગાડાની દોડની હરીફાઈ કાયદેસર બની ગઈ છે. એપ્રિલ 2017 માં, રાજ્યની વિધાનસભાએ પ્રાણીઓ પર થતી ક્રૂરતા નિવારણ (મહારાષ્ટ્ર સુધારા) વિધેયક પસાર કર્યું હતું, જે આવી દોડની હરીફાઈ ને નિયમિત કરે છે. આ કંઈક અંશે તમિલનાડુમાં જલ્લીકટ્ટુને કાયદેસર બનાવવા માટે પસાર કરાયેલા કાયદા જેવું જ છે.
હવે, રાજ્ય સરકારના સૂત્રોએ મીડિયાને જણાવ્યું છે કે મહારાષ્ટ્ર વિધાનસભા દ્વારા પસાર કરાયેલા આ વિધેયકને રાષ્ટ્રપતિશ્રીએ તેમની સંમતિ આપી દીધી છે.
આ સમાચારથી એક દાયકા જૂની સ્મૃતિઓ તાજી થઈ ગઈ. મેં ચંદ્રપુર જિલ્લાના ડેલાનવાડી ગામમાં આખો દિવસ આવી જ એક શરતમાં વિતાવ્યો હતો – એ વખતે આ દોડની હરીફાઈ ગેરકાયદેસર હતી, પણ લોકોમાં તેનો ભારે ક્રેઝ હતો. આ વાત છે 2007ની શરૂઆતની, જ્યારે હું બળદગાડા નીચે કચડાઈને મૃત્યુ પામનારા એવા ગણ્યાગાંઠ્યા ‘વિરલા’ માણસોમાં સામેલ થતાં વાળવેંત બચી ગયો હતો.
અનુવાદક: કનીઝફાતેમા


