દરરોજ સવારે, હીરાલાલરાસપા જ્યારે લિંડુરમાં આવેલા તેમના ખેતરતરફ જાય છે ત્યારેતેમના મનમાં ડરનો ઓછાયોઘેરાયેલો હોય છે. તેઓકહે છે, “મને સતતચિંતા કોરી ખાય છેકે શું આજે મારાખેતરનો વધુ એક ટુકડોતો ધસી નહીં પડ્યોહોય ને? કાલે શું બચ્યું હશે?”
હિમાચલ પ્રદેશના લાહૌલ અને સ્પીતિપ્રદેશના લિંડુર ગામના 55 વર્ષીય આદિવાસીખેડૂત રાસપાએ એપ્રિલ 2025માં તેમની 2.5 વીઘા જમીન પર બટેટાં વાવ્યાંહતાં. મે મહિનાના મધ્યસુધીમાં તો, તેમના ખેતરનોલગભગ અડધો ભાગ પહોળાથતા જતા નાળામાં ગરકાવથઈ ગયો હતો.
તેમનો બાકીનો પાકહજુ ઊભો છે અનેહાલ પૂરતો સુરક્ષિત પણછે, પરંતુ રાસપાને હવેકોઈ આશા દેખાતી નથી.
એપ્રિલના અંતથી ઑક્ટોબર સુધીનોઉનાળાનો ટૂંકો સમયગાળો લાહૌલઅને સ્પીતિ ખીણના રહેવાસીઓ માટેઅત્યંત મહત્ત્વનો છે, કારણ કેઅહીં વર્ષના છ મહિના બરફનાકારણે જનજીવન થંભી જાય છે. આ એ જ સમયછે જ્યારે સ્થાનિક લોકો અનાજ અનેરોકડિયા પાકની ખેતી કરીશકે છે.
જૂન મહિનો જેસામાન્ય રીતે સખત મહેનતઅને આશાનો મહિનો હોયછે, તે આ વર્ષેડરનાં વાદળોથી ઘેરાયેલો હતો. લોકો ખેતરોમાંમજૂરી તો કરતા હતા, પણ તેમના હૃદયમાં સતતફાળ હતી.
રાસપા કહે છે, “દરેક દિવસે, દરેક અઠવાડિયે, મારા ખેતરનો થોડો ભાગ ગાયબથઈ રહ્યો છે. બટેટાંનોપાક તૈયાર થશે ત્યાંસુધીમાં તો કદાચ આખેતરનું નામોનિશાન બાકી નહીં રહે.”
થાક અને અવિશ્વાસસાથે તેઓ ઉમેરે છે: “અમારાં ઘરો, અમારાં ખેતરો, અમારી વાડીઓ – બધું જહાથમાંથી સરી રહ્યું છે. અમને સમજાતું નથી કે ઈશ્વરઅમને શાની સજા આપીરહ્યો છે. અમે, લિંડુરનાલોકો, જાણે જીવતેજીવ નરકનોઅનુભવ કરી રહ્યા છીએ.”
આ ‘નરક’ એટલેભૂસ્ખલન − જમીનની અંદરની રચનામાં ફેરફાર કે ભંગાણ થવાનેકારણે સપાટીનું નીચે બેસી જવુંકે ઢળી પડવું.














