જીતેન્દ્ર વસાવા ગુજરાતના નર્મદા જિલ્લાના મહુપાડા ગામના કવિ છે, જે દેહવાલી ભીલી ભાષામાં લખે છે. તેઓ આદિવાસી સાહિત્ય અકાદમી (2014)ના સ્થાપક પ્રમુખ અને આદિવાસી અવાજોને સમર્પિત કવિતા સામયિક લખારાના સંપાદક છે. તેમણે આદિવાસી મૌખિક સાહિત્ય પર ચાર પુસ્તકો પણ પ્રકાશિત કર્યા છે. તેમના પી.એચ.ડી સંશોધનનો વિષય નર્મદા જિલ્લાના ભીલોની લોકવાર્તાઓના સાંસ્કૃતિક અને પૌરાણિક પાસાઓ પર કેન્દ્રિત રહ્યો છે. PARI પર પ્રકાશિત તેમની કવિતાઓ તેમના આગામી અને પ્રથમ કાવ્ય સંગ્રહમાંથી છે.