૨૦૧૦ની સાલમાં હીરાબાઈ ફકીરા રાઠોડ ને ન​વું ટ્રેક્ટર ખરીદ​વા માટે લલચાવવામાં આવી હતી. તે વખતે ઘણી બધી બેન્કો ખેડૂતોને "ટ્રેક્ટર લોન" પધરાવવા માટે ઉતાવળી થઈ રહી હતી. "ટ્રેક્ટરના દુકાન​વાળાએ મને કહયું હતુ કે આવી લોન લઈ અને પાછી વાળવાનું ખૂબ સહેલું છે."  એવું ઔરંગાબાદ જીલ્લાના કન્નડ તાલુકામાંના એના ખખડધજ રહેઠાણમાં એને અમને કહ્યું. સ્ટેટ બેન્ક ઓફ હૈદરાબાદની સ્થાનિક શાખાએ ઋણ ખૂબ જ જલ્દી પસાર કરી આપ્યું. હીરાબાઈ જેનો પતિ વન નિરિક્ષણ વિભાગનો નિવૃત્ત ચોકીદાર હતો. તે આદિવાસી વણઝારા સમુદાયના છે, અને એના બહોળા કુટુંબ પાસે એે જ તાલુકામાં ૩.૫ એકર જમીન છે. "આ ખરીદવાનો આશય એટલો જ હતો કે એની (ટ્રેક્ટરની) મદદથી અમે થોડું વધુ ઉત્પાદન કરી ઉપજ વધારી શકીએ અને બીજાને પણ એ વાપરવા આપીને થોડીક વધુ કમાણી કરી શકીએ." એમ એણે કહ્યું.

એને રૂ. ૬,૩૫,૦૦૦ ના ટ્રેક્ટર માટે રૂ. ૫,૭૫,૦૦૦ નુ ઋણ આપવામાં આવ્યું હતુ. એને એ ઋણ ૧૫.૯% ના વ્યાજ દરથી ૭ વર્ષમાં પાછું ભરપાઈ કરવાની શરતથી લીધું હતુ. "એ મારી જીંદગીની મોટામાં મોટી ભૂલ હતી." એવુ આ રકમની ભરપાઇ કર્યા પછી બધો હિસાબ બાતાવીને એણે કડ​વાશથી કહ્યું. આ વર્ષના માર્ચ સુધી રૂ. ૭.૫૦ લાખથી વધુ પાછા ભરપાઈ કરીને એની કેડ ભાંગી ગઈ હતી. આ તબક્કે એક વારના સમાધાન રૂપે (On Time Settlement - OTS) રૂ. ૧.૨૫ લાખ ભરીને ઋણ ચુકતે કર​વાની બેંન્કે તૈયારી બતાવી એટલે સગા-સંબંધી પાસેથી પૈસા ઉધાર લઈને એને ઋણ ભરપાઈ કરી નાખ્યું. એને કહયું “મારે મારા દીકરા-દિકરીના માથે આ કર્જ નો બોજ નાખીને નથી જવું.”

ટૂંકમાં, આ વણઝારા જેઓ સમૃધ્ધ કે સંપન્ન નથી. એમને “લગભગ રૂ. ૯ લાખનું  આવું  ઋણ ચુકવવા ​માટે ગુલામી ભોગ​વી.”  રૂ. ૫.૭૫ લાખનુ ઋણ ચુક​વ​વા આટલા બધા પૈસા ચુક​વ્યા. દુષ્કાળગ્રસ્ત મહારાષ્ટ્રનાં આ ભાગમાં જેનો ધૈર્યપાત થ​વામાં છે. ત્યાં અમારાં ખેતર સિવાય કોઇ જગ્યાએ આવા ટ્રેક્ટરની ખાસ જરૂર પડતી નથી." ઔરંગાબાદ જિલ્લા ઉપરાંત દેશના આવા બીજા ઘણા ભાગમાં આવી ઘણી બીજી હીરાબાઈ છે. બીજા એવા ઘણા છે, એેના જેવા નહીં, જે ઋણ પૂરેપૂરું ભરપાઈ કરી શકે તેવા, પણ એવા જે કશુંય પાછું ચૂકવી શકે તેમજ નથી તેવા. મહત્વની વાત, નોંધનીય વાત તો એ છે કે જ્યાં કરજમાં ડૂબીને અસંખ્ય ખેડૂતોએ આત્મહત્યા કરી છે તેમાં એક જ બેંકે, સ્ટેટ બેન્ક ઓફ હૈદરાબાદે, વર્ષ ૨૦૦૫ - ૨૦૦૬થી આવા ૧૦૦૦ થી પણ વધુ કિસ્સામાં ઋણ આપેલ છે અને તે પણ માત્ર એક જ મરાઠાવાડા ક્ષેત્રમાં.

"બેંક ટ્રેક્ટર માટે ઋણ આપવાની ઉજાણી કરવામાં હતી" એમ ‘ઓલ ઈન્ડીયા બેંક ઓફ મહારાષ્ટ્ર એમ્પ્લોયીઝ ફેડરેશન' ના જનરલ સેક્રેટરી દેવીદાસ તુલજાપુરકર જણાવે છે. “એમને તો ‘અગ્રતા ક્ષેત્ર ઋણ' (Priority Sector Lending) યોજના હેઠળ એમના હિસ્સાનું ઋણ આપવાનું જ હતું - અને એને તેઓ ખેતીવાડી માટેની ઋણ યોજના અંતર્ગત ખતવી શકે તેમ હતાં. અને તેથી કેડ ભાંગી નાંખે તેવા વ્યાજદરથી ઘણા મોટા સમુદાયને તેઓએ ઋણ આપ્યું હતું– જે લોકોને પહેલા તો આવા કોઈ ઋણના બોજ નીચે દાબવાની આવશ્યકતા જ ન હતી. હીરાબાઈ સિવાય એવા ઘણા છે જેમને હીરાબાઈ જેમ ‘એક વારના સમાધાન રૂપે' (One Time Settlement - OTS) ઋણ ભરપાઈ કરવાની તક ન હતી મળી. તેવા લોકોએ મોટી રકમ ભરીને ઋણની ભરપાઈ કરી છે.  અને એવા પણ ઘણા છે જે કશું પણ ભરપાઈ કરી શક્યા નથી.” અમે એવા ૪૫ લોકોની વિગત ભેગી કરી શક્યા છીએ જેઓ કશુંપણ ભરપાઈ કરી શક્યા નથી. આ તો કન્નડ તાલુકાની એક માત્ર ‘એસ. બી. એચ​.’ (SBH) બેંકની એક શાખાની વાત થઈ. એ લોકોનુ ૨.૭૦ કરોડ જેટલું ઋણ બાકી છે.  અને આ તો માત્ર એક રાજ્યના એક નાના ગામની એક માત્ર શાખાની વાત થઈ. આવા ઋણની રકમના બાકી નીકળતા અસંખ્ય કિસ્સા પૂરા દેશભરમાં ઠેરઠેર જોવા મળશે.


02-IMG_1208-PS-The Benz and the Banjara.jpg

વાહન માટેનું ઋણ શહેરમાં પણ મોટો િહ􏰌સો ધરાવે છે, 􏰅 મુંબઈની બ􏰔કના એક ‘કાઉ􏰀ટર' પાર દેખાય છે. આના ખાલી િહ􏰌સામાં શું એક નાનું ટ􏰂ે􏰃ટર સમાવી શકાશે?


લગભગ એ જ સમયમાં જયારે હિરાબાઈને ૧૫.૯% વ્યાજદરથી ઋણ મળ્યું હતું, ત્યારે એનાથી મોટી ઉજાણી ઔરંગાબાદ શહેરમાં થઇ રહી હતી. જે ત્યાંથી માત્ર ૬૫ કિલોમીટર દૂર હતું. 'ઔરંગાબાદ ગ્રુપ' ના નામે શહેરના ઉચ્ચવર્ગીય ઉદ્યોગપતિ, અમલદાર , ડોક્ટર, વકીલ અને બીજા વ્યાવસાયીક, ઓક્ટોબર ૨૦૧૦ ના એક જ દિવસમાં, ૧૫૦ મર્સિડીઝ બેન્ઝ ગાડી ખરીદી હતી. (એમાંથી એક તો ત્યારબાદ ઔરંગાબાદ (પૂર્વ) ના એમ.એલ.એ બન્યા છે.) આ પગલાંને એ સમયે થોડાંક લોકોએ તો "ઔરંગાબાદ હવે આવી પહોંચ્યું છે" એવા વાક્ય થી વધાવી લીધું હતું. એટલે કે હવે "ઔરંગાબાદ વિશ્વના રોકાણ સ્થળ તરીકે નકશામાં સ્થાન પામ્યું છે." એમને આ વિશ્વના નકશા પર સ્થાન પામવામાં થોડી મદદ જરૂર મળી હતી. એ દિવસે જે બેન્ઝ મોડેલનું વેચાણ થયું તેની કિંમત રૂ. ૩૦ થી ૭૦ લાખની વચ્ચેની હતી. પ્રસાર માધ્યમોમાં એવા સમાચાર ચમકયા હતા કે કંપનીએ આ વેચાણ માટે ખાસ પ્રકારનું વળતર આપ્યું હતુ, કારણ કે એ લોકો ૨૪ જ કલાકમાં આવી ૧૫૦ આરામ દાયક (લકઝરી) ગાડીઓનું વેચાણ કરી શક્યા હતા. વધુ મહત્વની વાત તો એ છે કે, સ્ટેટ બેંક ઓફ ઇંડિયાના તે સમયના અધ્યક્ષ (chairman), એમનાથી નીચેના, નહિ એટલા ઉચ્ચતમ અધિકારીના માર્ગદર્શન અને અનુમતિ થી એસ.બી.આઇ (S.B.I) બેંકની ઔરંગાબાદ શાખાએ રૂ. ૬૫ લાખના ૨/૩ ભાગના ઋણ માટે માત્ર ૭%ના વ્યાજદરથી ઋણ આપ્યું હતું.

મર્સિડીઝ બેન્ઝના 'ઉત્તેજિત-ઉલ્લાસીત' મુખ્ય સંચાલક (મેનેજીંગ ડિરેક્ટર) વિલ્ફ્રેડ એલ્બર એ ગાળાની દેશની દ્વિતીય અને તૃતીય સ્તરના શહેરની જબરદસ્ત આર્થિક શક્તિને સલામ ભરતા કહ્યું હતું કે "આજે ખૂબજ હિંમતપૂર્વક અને સાહસિકપણે આક્રમકતા તેમજ પ્રેરણાદાયક રીતે જે ગતિશીલ સ્વરૂપમાં ૧૫૦ મર્સિડીઝ ગાડીનું એક સાથે વેચાણ થયું છે તેનાથી આ શહેરની પ્રગતિ દેખાય છે."

ઔરંગાબાદની હીરાબાઈને આ ઝટકાનો જૂદી જ રીતે અનુભવ થયો હતો. બંને જૂથ વાહન માટે ઋણ લેતા હતા. બંને જાહેર ક્ષેત્રની (પબ્લિક સેક્ટર) બેંક પાસેથી ઋણ લેતા હતા. પરંતુ હીરાબાઈ શહેરના ઉચ્ચવર્ગીય સમુદાય કરતા બમણા દરથી વધુ વ્યાજ ભરતી હતી. કદાચ એટલા માટે કે એ ઔરંગાબાદને ઋણ લઈ વિશ્વના નકશા પર રોકાણની ઉત્તમ તક આપતા સ્થાન નહતી અપાવી શકતી. ટ્રેક્ટર માટે ઋણ લેનારા મોટા ભાગના ૧૨.૫% અને ૧૫.૯% ના દરે વ્યાજ ચૂકવતા લોકો આદિવાસી કે દલીત સમુદાયના હતા. બેન્ઝ ગાડીના ખરીદનારમાં આવા સમુદાયના કોઈને શોધી શકવું મુશ્કેલ જ હોઈ શકે.

વસંત દલપત રાઠોડ, તેલવાડી ટાંડાના (કોલોની) વતની એક વણઝારા એ રૂ. ૭.૫૩ લાખ (જેમાં એક સમય ઋણમુક્ત થવા સમાધાન (OTS) રૂપે ચૂકવાતી રકમ રૂ. ૧.૭૩ લાખનો સમાવેશ છે) SBH, કન્નડ તાલુકાની શાખાને ચૂકવ્યા હતા. એજ આદિવાસી સમુદાયનો, અમરસીંઘ મુખરામ રાઠોડ, અંબા ટાંડામાં રહે છે. અત્યારે રૂ. ૧૧.૧૪ લાખના ઋણ તળે દબાયેલો છે. જયારે હકીકતમાં ફક્ત એનાથી અડધી જ રકમનું ઋણ એને લીધું હતું. એણે હજુ સુધી કશુંય ચૂક્વ્યું નથી - અને કદાચ કદીયે ચૂકવી પણ નહિ શકે. એમની ટાંડાની મુલાકાતમાં અમે જોયું કે એના પાડોશીઓએ એને બચાવવા ખુબ ગર્વપૂર્વક જુઠ્ઠું કહ્યું કે એ લોકો એ નામના માણસને અમે ઓળખતા નથી. ટાંડામાં એવી ખબર ફેલાઈ હતી કે બેન્કવાળા ઋણ ઉઘરાવવા નીકળી પડયા છે. અમે એનું ઘર તો શોધી શક્યા પણ ત્યાં કોઈ કિંમતી વસ્તુ ન હતી અને કોઈ ટ્રેક્ટર તો ચોક્કસ જ નહિ. એવું ઘણીવાર બને છે કે શક્તિશાળી વ્યક્તિ કોઈ ગરીબ દુર્બળનાં નામથી ઋણ લઇ લે છે. એવુજ કાઈક અહીં થયું હશે. આવા ઋણના કિસ્સા એ તાલુકા અને ત્યાંની શાખાઓમાંથી હાથ લાગ્યા, જેની વિગત અમારી પાસે છે.

"આમાનું કોઈ ઋણ પાછું વળી શકે નહિ (Non-Performing Asset) તેવી મિલ્કત રૂપે આ જાહેર કરવામાં આવ્યું ન હતુ" એમ તુળજાપુરકર કહે છે. "બધું મળીને આ બધી રકમ કરોડો રૂપિયામાં થતી હશે. મોટાભાગે બેન્ક આવી રકમ કાગળ ઉપર ઋણ રૂપે ઊભી રાખેલી દાખવે છે. જેથી તમને બાકી રહેતી રકમ બમણી કિંમતની દેખાય, પણ ઘણી વાર આમાંથી એકપણ પૈસો પાછો આવતો નથી. ઋણ પાકી ગયા નો સમય ક્યારનો થઈ ગયો હોય છે, છતાં પણ રકમ પાછી મેળવવામાં કોઈ તકલીફ નથી થવાની એવા સ્વરૂપમાં એને દાખવવામાં આવે છે. કોઈક સમય એવો આવશે જયારે આ સત્ય હકીકતનો સામનો કરવોજ પડશે કે આ ઋણ પાછું વળવાનું નથી." અને આ લોકો કોઈક વાર વચેટીયા-દલાલ દ્વારા છેતરાઈ પણ જાય છે. "બેન્કનું ધીરાણ ટ્રેક્ટર અને ટ્રોલી ઉપરાંત તેને લગતા થોડા બીજા સામાન માટે લેવામાં આવે છે. પરંતુ ગરીબ ખેડૂતને ફક્ત ટ્રેક્ટરની જ જરૂર હોય છે. તેથી એને તો ફક્ત ટ્રેક્ટર જ મળે છે, બાકીના પૈસા વચેટીયા પોતાના ખીસ્સામાં સરકાવી નાખે છે."

બેન્કના અધિકારીઓ કહે છે કે બેન્ઝના ભાઈચારા માંથી પણ ઘણા નાદાર જાહેર થયા હોય છે, જે ઋણ ચુકવતા નથી. "એમની ઘણી ગાડીઓ (કબજો પાછો લઇ ને) બે, ત્રણ કે વધુ વાર ફરી ફરી વેચવામાં આવે છે." એમ ઔરંગાબાદના એક ઉદ્યોગપતિ અમને જણાવતાં હતા. એક બીજા સૂત્ર દ્વારા કહેવામાં આવ્યું, વટાવ (Discount) અને રાહતના ઓછા વ્યાજ દર થી જે પૈસા મળે છે, તેનો લાભ લઇ થોડાંક વાહન જલ્દી જ વેચી નાંખે છે, અને ચોક્કસ નફો ઘર કરી લે છે.

ભારતમાં ટ્રેક્ટરનું વેચાણ ૨૦૦૪ થી ૨૦૧૪ ના ગાળામાં ત્રણ ગણું થઈ ગયું. ઉત્પાદકીય આંકડા દર્શાવે છે કે ૨૦૧૩ માં ભારતમાં ૬,૧૯,૦૦૦ ટ્રેક્ટરનું ઉત્પાદન થયું જે વિશ્વના ઉત્પાદનનો ૧/૩ ભાગ થાય છે. ઘણાં એને "ભારતીય ગ્રામીણ વિકાસનો અરીસો" માને છે અથવા "મહત્વનો માપદંડ" જે એમ દર્શાવે છે કે ભારતીય ગ્રામીણ વિકાસ કેવો (સરસ) થઈ રહ્યો છે. નિશ્ચિતપણે, ગ્રામીણ સમુદાયના એક જૂથની આવક માં ઉછાળો આવ્યો છે. જો કે એ એટલા માટે એવું દેખાતુ હતું કે આમ આક્રમકપણે અસંગત ઋણ આપવામાં આવતું હતું. જેમ કે આર્થિક અને જાતીય વસ્તી ગણતરી દર્શાવે છે તેમ ગ્રામીણ વસ્તીના ફક્ત ૮% ઘરમાં સૌથી વધુ આવક ધરાવતી વ્યક્તિ રૂ. ૧૦,૦૦૦થી વધુ માસિક આવક મેળવે છે. (ટ્રેક્ટરની માલિકી ધરાવતા કુટુંબ તો આ ૮% ના આંકડાથી પણ ઓછા છે.) છતાં પણ, ઘણા અર્થશાસ્ત્રીય વિશારદ અને કટાર લેખક ટ્રેક્ટર વેચાણના આ આંકડા ઉપર આધાર રાખી એવું માને છે કે બીજા કોઈ માપદંડની અવેજીમાં ટ્રેક્ટર વેચાણને ગ્રામીણ વિકાસનું પ્રતિનિધિત્વ કરવાના માપદંડ સ્વીકારી શકાય, તો પછી હવે જયારે ઔરંગાબાદના વ્યાપારી જયારે એમના વેચાણમાં ૫૦% નો ઘટાડો દર્શાવતા હોવાના સમાચાર આપે છે, ત્યારે એને નિશ્ચિતપણે "ગ્રામીણ કટોકટી"ની નિશાની રૂપે આ "ડેસ્કટોપ" (Desktop) વિશ્લેષક સમુદાયને સ્વીકારવું જ પડશે.

એ સાચું જ છે, કે ટ્રેક્ટર ઉત્પાદકીય સાધન છે, તેની સરખામણી માં મર્સિડીઝ બેન્ઝ, જે માત્ર આરામદાયક (Luxury) એશઆરામનું જ સાધન છે. પરંતુ ઋણ વિસફોટ થી જેમ ૨૦૦૪ થી ૨૦૧૪ ના ગાળાનું ટ્રેક્ટર વેચાણ એ ઝડપી ગ્રામવિકાસનું પ્રતીક માનવું એ એટલું જ મુર્ખામીભર્યુ છે જેટલું ૧૫૦ મર્સિડીઝ બેન્ઝ ગાડીનું એક દિવસમાં થેયેલા વેચાણને ઔરંગાબાદ વિશ્વના નકશામાં પોતાનું આગવું સ્થાન પામે છે તેવું માનવું. રૂ. ૬૪,૩૩૦ ની મરાઠાવાડાની માથાદીઠ આવક હજુ પણ મહારાષ્ટ્રના કોઈપણ પ્રદેશ કરતા ઓછી છે. એ મહારાષ્ટ્રના બીજા પ્રદેશ કરતા ૪૦% ઓછી છે, અને મુંબઈની માથાદીઠ આવક કરતા ૭૦% ઓછી છે.

દરમિયાન એક નવી નાદારી (Bankruptcy) ની કટોકટી ઉભી થતી જાય છે. આ વખતે એ ખોદકામ કરવાના ઉપયોગમાં લેવાતા સાધનના વધતા જતા વપરાશને કારણે શક્ય લાગે છે.

આવા સાધન મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં વધુને વધુ રાજીખુશીથી ઉપયોગમાં લેવાય છે જ્યાં મશીનનો ઉપયોગ વધતો જાય છે અને માનવીય શ્રમનો ઉપયોગ ઘટતો જાય છે. "ઘણાં બધા લોકો ઘણાં પૈસા ગુમાવવાના છે. અને નાદાર થવાના છે." ઔરંગાબાદ જીલ્લાની ખુલતાબાદ નગરપાલિકાના મુખીયા અને ઠેકેદાર હાજી અકબર બેગ જણાવે છે. "મારા નાના સરખા ૧૯૦૦૦ માણસની વસ્તીવાળા કસ્બામાં ઓછામાં ઓછા ૩૦ JCB (જે. સી. બ્રેમફોર્ડ કંપનીના ખોદકામ માટે વપરાતા મશીન) છે. કોને ખબર આખા પ્રદેશમાં આવા બીજા કેટલા હશે? આવા મશીન ‘જલયુક્ત સીવર અભિયાન' જેવી યોજના માટે વપરાય છે. (આ યોજના રાજ્યની અનેક જલસંચય યોજનામાંની એક મુખ્ય યોજના છે.) ઘણાં લોકો આવી વાતમાં આવી જાય છે. એમણે ઘણી સહકારી ખાનગી બેન્ક અને સહકારી આર્થિક સંગઠન (Non-Banking Financial Companies) પાસે મોટા પ્રમાણમાં ઋણ લીધું છે. અને રૂ. ૨૯ લાખનું એક એવી કિંમતના મશીન ખરીદ્યા છે. હું આમનો પહેલો ખરીદદાર હતો. પણ મેં બેન્કનું ઋણ લીધા વિના જ, મારા બીજા ઘણાં જુના સાધન વેચી તેમજ બીજા પરિવારના સભ્ય પાસેથી થોડા પૈસા ઉધાર લઈને જોઈતી રકમ ભેગી કરી છે.

બેગ કહે છે, "તમારા ઋણ નો હપ્તો ચૂકવી અને ઊંચી JCB ચલાવવા માટેની કિંમત ચૂકવ્યા બાદ યોગ્ય ધ્યાન પ્રદ વળતર મેળવવા માટે તમને ઓછામાં ઓછું મહિનાનું રૂ. ૧ લાખનું કામ મળવું જોઈએ. અત્યારની ઋતુમાં કદાચ એ શક્ય છે, પણ વરસાદની ઋતુ પૂરી થતાંજ એનો અંત આવશે. ૩૦ મશીનની તો વાત જ જવા દો. એમાંથી ત્રણ મશીન માટે પણ કામ મળવું મુશ્કેલ છે. ત્યારે તમે શું કરી શકશો? જેમને આ કામનો કોઈ અનુભવ નથી, તેવા લોકો પણ (Poclain Hydraulic Excavators) ફોકલેન હાઇડ્રોલીક ખોદકામના મશીન જેની કિંમત JCB થી બમણી છે, તેમાં રોકાણ કરે છે. તે પણ ઋણ લઈને, જે તેમને કચડી નાખશે. મને શંકા છે કે આ વાત પુરા પ્રદેશ માટે સાચી છે અને લાગુ પડે છે. થોડા ગણ્યાગાંઠ્યા લોકો જેમની સાંઠગાંઠ હશે તેવા જ વેપારી વર્ગને કામ મળ્યાં કરશે. કદાચ ૧૦૦ માંથી ૧૦ જ જણ ટકી શકશે. બાકીના તોહ નાદાર જ થશે."


03-P1040127(Crop)-PS-The Benz and the Banjara.jpg

ઔરંગાબાદ 􏰚જ􏰉લા મહારા􏰘􏰂ની વણઝારા (યાયાવર) 􏰑િતની હીરાબાઈ


કન્નડના એના ખખડધજ રહેઠાણમાં, હિરાબાઈ પણ વિચારે છે કે અમે બેન્કના આધિકારી વર્ગના તો નથી ને. "મારું હવે શું થશે?" એ ગભરાતા ગભરાતા અમને પૂછે છે. એ પણ રૂ. ૫.૭૫ લાખના ઋણ ઉપર રૂ. ૯ લાખ ચૂકવ્યાં પછી - એ ટ્રેક્ટર માટે જેની કિંમત રૂ. ૬.૩૫ લાખ છે (કદાચ એનાથી પણ ઓછી). "મારે હજુ કશું વધુ ચૂકવવું પડશે?" ના, અમે એને કહ્યું. તેં પૂરી કિંમત ચૂકવી દીધી છે, પૂરેપૂરી અને કદાચ થોડી વધુ.

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Translator : Hemant Shah