તે પણ અમારા જેટલો જ આશ્ચર્યચકિત હતો.

આટલા મોટા ઘાસના ઢગલા પર આટલે ઊંચે લટાવેલી સાઇકલ જોઈ અમે મૂંઝાયા। આને આમ તે કેમની  લટકાવી હશે, અમને પ્રશ્ન થયો  તેના માટે, કદાચ, સવાલ એ હતો કે પોતાનું અડધું શરીર ગાડીની બારીની બહાર, રસ્તાને સમાંતર લટકાવી (આઇફોન 3S પર) તેનો ફોટો પાડવાની વેતરણ કરનાર આ ચક્રમ કોણ હતો? 

2009ના ઓક્ટોબરની વાત છે. અમે આંધ્રપ્રદેશના ક્રિષ્ના અને ગુંટુર જિલ્લા વચ્ચે કોઈક જગ્યાએ જઈ રહ્યા  હતા. જ્યારે અમે પહેલી વાર દૂરથી તેને જોયો ત્યારે તે દ્રશ્ય ઘણું ઉટપટાંગ લાગ્યું. ઊંચે લટકતી એક સાઇકલ અને તેનાથી ય વધારે ઊંચે ચડેલો એક માણસ. અને ઘાસનો ઢગલો કંઈ એટલો મોટો કે એની નીચે કોઈ વાહન હોઈ શકે એવું કલ્પનામાં પણ ના આવે. દયાનથી જોતાં એની નીચે એક ટ્રેક્ટરની ટ્રોલી નીકળી.

અને જેમ જેમ અમે નજીક આવતાં ગયાં, તેમ અમને દેખાયો, જેમ તમેં ફોટામાં જોઈ શકશો,  સૂકા ઘાસના ઢગલામાંથી બહાર નીકળતો  એક મજબૂત વાંસના ડંડાનો એક નાનકડો ભાગ અને એના પર જેમેકેમ કરીને ચડાવેલી સાઇકલ  - અમને દોરડું દેખાયું નહીં. આ વાહન કોઈ બીજા ગામની કેડી તરફ વળે એ પહેલા તેનો ફોટો પાડવાનો એકમાત્ર રસ્તો બારીની બહાર બેવકૂફની જેમ લટકી ને કેમેરાની ચાંપ દબાવવાનો હતો.  એમ કર્યાં બાદ અમે એક પુલ પરથી પસાર થયાં અને બંને વાહનો વિરુદ્ધ દિશામાં વળયાં - અમે અમારા કેમેરામાં ફોટો કેવો આવ્યો છે એ જોતાં એક તરફ અને ઉછળકૂદ કરતા ટ્રેકટર પર સાઈકલને બદલે તરણાં ઝાલતો એ  બીજી તરફ. 

અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.

પી. સાંઈનાથ એ "People's Archive of Rural India" ના 􏰌થાપક - સંપાદક છે. તેઓ અનેક દશકાથી 􏰇ામીણ પ􏰟કાર છે અને "Everybody Loves a Good Drought" નામના પુ􏰌તકના લેખક છે.

Other stories by P. Sainath