"અમે શ્વાસ નથી લઇ શકતા" શ્રમિક કહે છે.

તેલંગાનાના નાલગોંડા જિલ્લાના આ પ્રાપ્તિ કેન્દ્ર (પ્રોક્યોરમેન્ટ સેન્ટર)માં આ શ્રમિકો જે માસ્ક પેહરે છે તે પરસેવે રેબઝેબ છે. ડાંગરના ઢગલામાંથી ઉઠતી ધૂળ ને કારણે તેમની ચામડીએ ખંજવાળ ઉઠે છે અને તેનાથી તેમને છીંક અને ઉધરસ આવે છે. તેઓ દિવસમાં કેટલા માસ્ક બદલશે? તેઓ કેટલી વાર પોતાના હાથ અને મોં ધોઈ અને લૂછી શકશે? જ્યારે તેમને ૧૦ કલાકમાં ૪૦કિલોના ૩૨૦૦ કોથળા ભરવા, ખેંચવા, તોલવા, સીવવા અને છેલ્લે ઉપાડીને ટ્રકમાં ભરવાના હોય છે, તેઓ કેટલી વાર પોતાના મોં ઢાંકી રાખી શકશે?

હિસાબ લગાડો તો ૪૩-૪૪ ડિગ્રી સેલ્સિયસના તાપમાનમાં ૪૮ શ્રમિકો ૧૨૮ ટન ડાંગરની વ્યવસ્થા કરે છે - મતલબ દર મિનિટે ૨૧૩ કિલો. તેમનું કામ સવારે ૩ વાગે શરુ થાય છે અને બપોરે ૧ વાગે પતે છે, જેમાંથી લગભગ ૪ કલાક, સવારે ૯ વાગ્યાથી, એકદમ તાપ અને શુષ્ક ગરમીના હોય છે.

આ ફોટો કંગલ મંડળના કંગલ ગામના ડાંગર પ્રાપ્તિ કેન્દ્રના છે. રાજકીય કૃષિ મંત્રી નિરંજન રેડ્ડીએ સ્થાનિક મીડિયાને કહ્યું કે તેલંગાનામાં આવા ૭૦૦૦ કેન્દ્ર છે. માસ્ક પહેરવું અને બીજા લોકોથી અંતર જાળવવી રાખવું ગમે એટલું ડહાપણ ભર્યું કામ કેમ ના હોય જયારે તમે કંગલ ગામના ડાંગર પ્રાપ્તિ કેન્દ્રમાં કામ કરતા હો ત્યારે લગભગ અશક્ય છે. 

અને આ બધી મેહનત પછી તેમની કમાણી કેટલી હોય છે? આ પ્રાપ્તિ કેન્દ્રમાં ૧૨ શ્રમિકોના  ૪ જૂથ હતા અને પ્રત્યેક શ્રમિકે દિવસના આશરે ૯૦૦ રૂપિયા કમાયા. પણ તકલીફ એ છે કે આ કામ રોજનું નથી, દર બીજે દિવસે જ મળે છે. અહીં કામ કરી રહ્યા દર શ્રમિકને ૪૫ દિવસના પ્રાપ્તિ સમયમાંથી ૨૩ દિવસ આ કામ મળશે, અને આશરે ૨૦,૭૫૦ રૂપિયા કમાશે.

આ વર્ષે રબી ઋતુમાં ડાંગરની પ્રાપ્તિ એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં શરુ થઇ હતી, એટલે કે માર્ચ ૨૩ થી મે ૩૧ના લોકડાઉન સમયની વચ્ચે.

PHOTO • Harinath Rao Nagulavancha

આ પ્રકારના કામમાં એક જૂથ બનાવવાની જરૂર પડે છે, જેથી એક ઢગલા પર એક સાથે ૧૦-૧૨ શ્રમિકો કામ કરી શકે. કંગલ પ્રાપ્તિ કેન્દ્રમાં આવા ૪ જૂથ છે, જે ૧૦ કલાકમાં ૧૨૮ ટન ડાંગરને ઠેકાણે પાડે છે.


PHOTO • Harinath Rao Nagulavancha

બે શ્રમિકો ૪૦ કિલોનો કોથળો ફટાફટ ભરે છે. ચોખાનાં ઢગલામાંથી સફેદ ધૂળ ઉડે છે. આ ધૂળથી ચામડી પર સખત ખંજવાળ ઉપડે છે, જે ફક્ત નાહવાથી જ જાય છે.


PHOTO • Harinath Rao Nagulavancha

એમણે પહેલા પ્રયાસમાં કોથળામાં લગભગ 40 કિલો ડાંગર ભરવી પડે છે. વારંવાર વધારે ભરીને હટાવે, કે ખોટ પુરી કરવા જાય, તો કામ 1 વાગ્યાથી વધારે લાબું ખેંચાય.


PHOTO • Harinath Rao Nagulavancha

શ્રમિકો કોથળાને દોરવા ધાતુના નકુચા વાપરે છે અને ઘણી વાર આ સાધન એક બીજાને વહેંચે છે. દરેક વસ્તુને દર વખતે સેનિટાઇઝ કરવું સંભવ નથી.


PHOTO • Harinath Rao Nagulavancha

તલારી રવિ (જમણી બાજુ) આ જૂથના વડા છે. બધા કોથળા સરખી રીતે ભરાઈ જાય અને કામ 1 વાગ્યા પહેલા પૂરું થઇ જાય તે તેમની જવાબદારી છે.


PHOTO • Harinath Rao Nagulavancha

દરેક જૂથ વજન કાંટાને એક ઢગલાથી બીજા ઢગલા પર લઇ જાય છે. જો કોઈ સેનિટાઇઝર કે સફાઈ ઉત્પાદન અહીંયાં મળે, (અને આવા કેન્દ્રોમાં નથી મળતાં), તો પણ દર વખતે વજન કાંટાને સેનિટાઇઝ કરવું શક્ય નથી કેમકે તેનાથી કામ લંબાય છે.


PHOTO • Harinath Rao Nagulavancha

આ શ્રમિકો માટે ઝડપ સૌથી મહત્વપૂર્ણ છે. તેઓ એક મિનિટમાં 4-5 કોથળા તોલી લે છે.


PHOTO • Harinath Rao Nagulavancha

કોથળા સીવવાની તૈયારી. આ કામ એક જણનું નથી - એક ગાંસડી પકડશે અને બીજો શ્રમિક જરૂર પ્રમાણે કાપશે.


PHOTO • Harinath Rao Nagulavancha

શ્રમિકો કોથળા દોરે છે, તેમનું વજન કરે છે અને પંક્તિમાં ગોઠવે છે, જેથી તેમને સરળતાથી ગળી શકાય.


PHOTO • Harinath Rao Nagulavancha

બપોરે ૧૨ વાગ્યા સુધી બધા જૂથ - આશરે ૪૦ થી ૫૦ શ્રમિકો - ૩૨૦૦ કોથળા ૫ ટ્રકમાં ભરી દે છે.


PHOTO • Harinath Rao Nagulavancha

રૂપિયા મળે છે. તે  દિવસે જેમણે ત્યાં કામ કર્યું તેઓ આ પૈસા એકસરખા આપસમાં વહેંચી લે છે. જેણે આજે કામ કર્યું તેને ફરી કામ કરવાની તક એક દિવસના અંતર પછી જ મળશે.

અનુવાદ: શ્વેતલ વ્યાસ પારે

શ્વેતલ વ્યાસ પારે ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીની કૉલેજ ઓફ એશિયા એન્ડ પેસિફિકમાં સ્કૂલ ફોર કલચર, હિસ્ટરી એન્ડ લેન્ગવેજમાં પીએચડીની વિદ્યાર્થી છે. તેમના લેખો મોડર્ન એશિયન સ્ટડીઝ અને હફીન્ગટન પોસ્ટ ઇન્ડિયા જર્નલ્સમાં છપાયા છે. તમે તેમનો સંપર્ક [email protected] પર કરી શકો છો.

Harinath Rao Nagulavancha

હરિનાથ રાવ નાગલવંચા એ નારંગીની ખેતી કરે છે તેમજ તેલંગાનાના નાલ્ગોન્ડા સ્થિત સ્વતંત્ર પત્રકાર છે.

Other stories by Harinath Rao Nagulavancha