એ નાનકડું દયાજનક મકાન છે. આ મકાન તો કટગુણવાસીઓ માટે ગૌરવ નું ઉદ્ભવસ્થાન હોવું જોઈતું હતું, અને કદાચ એમના માટે તો છે જ. પણ ગ્રામ પંચાયત માટે આ નાનુંશું મકાન કોઈ ખાસ મહત્વ ધરાવતું લાગતું નથી. ના તો મહારાષ્ટ્ર સરકાર નો કોઈ રસ દેખાય છે.
આ મકાન સુપ્રસિદ્ધ સમાજ સુધારક જ્યોતિબા ફૂલના પૂર્વજોનું છે. એમના દાદાનું ઘર. હાલ બિસમાર હાલત માં પડેલા આ મકાન ના છતથી પ્લાસ્ટર ના ટુકડાં ખરે છે. આથી સારા ઘરોતો આપણે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં (પ્રધાનમંત્રીની ગ્રામિણ ગરીબો માટે આવાસ બાંધવાની જે યોજના) જોયાં છે. પણ, ખરેખર તો આ એ યોજનાનાં અંતર્ગત મકાનોમાંના એકનું ખરાબ રીતે કરેલું પુનઃનિર્માણ લાગે છે .
સાફ કરીને મરામત કરાવવામાં બહુ ખર્ચો પણ થાય એમ નથી, એટલું નાનું છે મકાન. ફૂલે સદનની બરાબર પાછળ જ ગ્રામ પંચાયતના આધુનિક જીમનેસિયમ ને જોતાં એને માટેના સાધન-સંપત નથી એવું પણ નથી લાગતું -, જે . એ જર્જરિત મકાનની બરાબર સામે જ ફૂલેના નામે ચાલતી શિક્ષણ સંસ્થા છે, જેનું ઓપન એર થીએટર મુખ્ય માર્ગ પર જ મુખ રાખી બેઠો છે.
મંચની બરાબર ઉપરમોટું પાટિયું મારેલું છે જેના પર મહાત્મા જ્યોતિરાવ ફૂલેના નામ કરતાંય વધુ મોટા, ઘાટ્ટા અક્ષરોમાં પ્રાયોજક, જ્હોન્સન ટાઈલ્સ નું નામ હોઈ, દેખાય છે. જે ખાસ્સું વિકારગ્રસ્ત છે. છતાં, આ કોર્પોરેટ યુગની ચાડી ખાય છે, જેમાં જો, જો ફૂલે જીવિત હોત તો તો કોઈ પણ જાતની મદદ માંગતા પહેલા એમને એમની સામાજિક સુધારણાની ચળવળ માટેના આવકના માળખાની રૂપરેખા રજુ કરવાનું કહેવામાં આવ્યું હોત. “દુનિયાભરમાં જીવનશૈલીને નવી ઓળખ” આપવાનો દાવો કરતા જ્હોન્સન ટાઈલ્સથી વિરુધ્ધ જાતિદમનનો વિરોધ અને સ્વમાનની સંસ્થાપના માટેની ફૂલેનીચળવળનું માળખું ન્યાય, માનવ અધિકાર, અને શિક્ષણ પર આધારિત હતું.. સંકુલમા ફૂલેની પ્રતિમા એમના પૂર્વજ મકાનને પીઠ બતાડીને ઊભી છે - જાણે કે એ વિરોધ પ્રદર્શિત ના કરી રહી હોય મકાનની દશાનો અને કટગુણની ગંભીર પાણીની સમસ્યાનો.
કટગુણ ગામ મહારાષ્ટ્રના નેર ડેમ થી ફક્ત ૨૦ કિલોમીટર જ દુર હોવા છતાં, ૩૩૦૦ કટગુણવાસીઓ પાણીની સખત અછત અનુભવે છે. આ ગામ, ત્રણ જીલ્લામાં ફેલાયેલા તેર (૧૩) તેહસીલમાંના ખટાવ તેહસીલનો ભાગ છે, જે દર વર્ષે તેમના વિશિષ્ટ જળ-સંબધિત સમસ્યાઓ અંગે ચર્ચા કરવા માટે દુષ્કાળ પરિષદ યોજે છે. જૂના મહાબળેષ્વરમાં કૃષ્ણા નદીના સ્ત્રોતમાંથી હેઠવાસ તરફ જતાં વખતે અમે કટગુણની મુલાકાત લીધી હતી.
એવું નથી કે માત્ર જ્યોતીબાના પૂર્વજોનું -મકાન જ ખરાબ હાલતમાં છે , કટગુણના રહેવાસીઓનાં હાલ પણ કંઈ સારા નથી. ઘણા કટગુણવાસીઓ સ્થળાંતર કરી શહેરમાં કામ કરવા ગયા છે પણ અમુક પાછાં પણ ફરી રહ્યા છે.
"મને રુપિયા ૧૫,૦૦૦ માસિક મળતા હતા." એવું ગૌતમ જવલેનું કહેવું છે જે મુંબઈ શહેરમાં એક પ્રખ્યાત ફિલ્મ નિર્માતાને ત્યાં ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. તેઓ કહે છે, " બીજા ગામનો માણસ મુંબઈ જેવા શહેરમાં આટલા પગારમાં કેવી રીતે ચલાવી શકે? એક તરફ હું મોંઘી અને કિંમતી, બી.એમ.ડબલ્યુ અને મર્સિડિસ બેન્ઝ જેવી ગાડીયો ચલાવતો હતો અને બીજી તરફ મારી મૂળભૂત જરુરિયાતો પણ પૂરી પાડી શકતો ન હતો. તેથી, હું પરત આવી ગયો."
જવલે સાથેનો અમારો સંવાદ એજ જર્જરિત મકાનની બહાર થાય છે, જેની દિવાલ પર ચિત્રેલુ છે 'ફૂલે પરિવારનુ ઘર'. આ જ્યોતિબાના પૂર્વજોનું -મકાન તો છે જ, પણ શું આ એમની જન્મભૂમિ પણ છે? તે સ્પષ્ટ નથી. આપણે એ જાણીએ છીએ કે આ મકાન એમના દાદાનું હતું. એમના જન્મસ્થળ વિષે વિવિધ સસ્ત્રોત અલગ-અલગ વિરોધાભાસી પુરાવા આપે છે. ઘણા ખાતરી આપે છે કે એમનો પરિવાર, રોષે ભરાયેલા દમનકારી અધિકારીઓથી દૂર પલાયન થવા શહેર છોડી ગયો એ પહેલાં જ એમનો જન્મ અહિં કટગુણમાં જ થયો હતો. બીજા સુત્રો એમ કહે છે કે એમનો જન્મ પૂણેના ખાનવાડીમાં થયો હતો. છતાં, ઘણા પ્રકાશિત સ્ત્રોતો કહે છે કે એમનો જન્મ પૂણેમાં, એમના પરિવારના સ્થળાંતર થયા પછી થયો હતો.
આપણે ખાતરીપૂર્વક જાણતા નથી. પણ, આપણે એ જાણીએ છીએ કે હાલમાં કટગુણ જ્યોતિબા ફૂલેની જ્ઞાન, ન્યાય અને શિક્ષણ ની તરસથી પ્રેરીત નથી. કટગુણ 'તરસ' થી પ્રેરીત છે.
અનુવાદ: નિહાર આચાર્ય